________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૬૯
બધાં વિકલ્પો શાંત થાય છે અને ભવનો અંત આવે છે.
જ્ઞાનની પર્યાય સ્વભાવથી જ આત્માને જાણ્યા કરે છે. કોઈ નયની અપેક્ષા નથી. કાંઈ ચોથા કાળની જરૂર નથી. કોઈ સ્ત્રી પર્યાય હોય, પુરુષ પર્યાય હો કે નપૂસંક પર્યાય હો, ગમે તે હો એમાં એક એવું જ્ઞાન પ્રગટ થાય છે કે જે આત્માને જ જાણે જ છે. જાણ્યા જ કરે છે. એમાં કોઈ નયની જરૂર નથી. કોઈ વિકલ્પની મદદની જરૂર નથી. સ્વભાવમાં સ્વભાવ સ્વાધીન હોય, એમાં કોઈ પરની મદદની જરૂર નથી.
તારા જ્ઞાનમાં બાળ-ગોપાળ સહુને ભગવાન આત્મા જણાયા જ કરે છે. આટલું અમે દાંડી પીટીને કહીએ છીએ અને છતાં પણ તારો વિકલ્પ પણ સવળો થતો નથી. અવળો રહે છે. હું પરને કરું છું અને પ૨ને જાણું છું. છેવટે કહે સ્વપ૨ પ્રકાશક તો છે ને? સ્વને જાણું અને પ૨ને પણ જાણું. ૫૨ને જાણવું ચાલુ રાખવું છે અને એને આત્માનો અનુભવ કરી લેવો છે.
૫૨ને જાણવાનું ચાલુ રહે અને આત્મા જણાઈ જાય તો સ્વપર પ્રકાશક સિદ્ધ થઈ જાય. એમ બનતું નથી. લક્ષ ૫૨ ઉપર રાખવું છે અને જાણનાર જણાય છે એના પક્ષમાંય આવવું નથી, તો આત્માનું લક્ષ ક્યાંથી થાય ?
આત્મધર્મમાં પક્ષ, લક્ષ, અને દક્ષ આ ત્રણ શબ્દ આવ્યા હતા. લગભગ ત્રીસેક વર્ષ પહેલાંની આ વાત છે. આ ગુરુદેવના શબ્દો. લક્ષ-પક્ષ ને દક્ષ. હજી પક્ષમાં આવતો નથી કે: ‘ જાણનાર જણાય છે. ‘જાણનાર જણાય છે' તો કોઈ કહે અરે! એકાંત થઈ જશે. સ્વપર પ્રકાશક કઢાય ? કોણ ઉડાડે છે ને કોણ સ્થાપે છે ભાઈ!
તારા જ્ઞાનની પર્યાયમાં લોકાલોક જણાય છે લે! હાશ. બહુ સરસ, સારું થયું હોં! જ્ઞાયક જણાય છે, જ્ઞાયક જણાય છે એના બદલે એટલું કહ્યું અજ્ઞાનીને; કહે છે કે તારી જ્ઞાનની પર્યાયમાં સ્વચ્છતા છે, લોકાલોકનો એમાં પ્રતિભાસ છે. પ્રતિભાસ એમાં થાય છે; હાશ. બહુ સારું થયું. પછી કહ્યું લોકાલોકનો પ્રતિભાસ થાય ભલે પણ જ્ઞાનનું લક્ષ લોકાલોક ઉ૫૨ હોય નહીં. જો લોકાલોક ઉ૫૨ લક્ષ હશે તો અજ્ઞાન પ્રગટ થશે. માટે તારા જ્ઞાનમાં જ્ઞાયક છે અને જ્ઞાયક જણાય છે એવું લે. પ્રતિભાસ હો તો હો! પ્રતિભાસને કોઈ ઉડાડતું નથી.
અહાહા! પ્રભુ! પ્રતિભાસને કોણ ઉડાડે? અને જણાય એની કોણ ના પાડે? આત્મા જણાય તો ડાહ્યાલાલ એની ના ન પાડે. ગાંડાલાલ ના પાડે. સમજાણું! બે પ્રકાર છે જીવોના એક ગાંડાલાલ અને એક ડાહ્યાલાલ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com