________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૬૮ ફેકટરી નથી, જ્ઞાનમાં ફેકટરી હોય તો તું અહીં આવ્યો તો ફેકટરી સાથે આવી? તો તે તારા આત્મામાં નથી તેમ થઈ ગયું નક્કી. જો ફેકટરી તારી હોત તો ફેકટરી તારી હારે જ આવત. તો અહીંયા કમ્પાઉન્ડમાં જગ્યા ન મળત ફેકટરી લઈ આવત તો! પણ એ લાવી શકાતી નથી, કેમ કે એ તારાથી ભિન્ન છે. ઉપયોગમાં એટલે જ્ઞાનમાં ફેકટરી નથી માટે ફેકટરી મારી છે એ કલ્પના છોડી દે; અને ફેકટરીનો હું માલિક છું એ કલ્પના છોડી દે; અને ફેકટરી હું ચલાવું છું એ મિથ્થાબુદ્ધિ છોડી દે! અને ફેકટરી જ્ઞાનમાં નથી માટે હું એને જાણતો પણ નથી. અને મારા જ્ઞાનમાં તો પરમાત્મા છે અને પરમાત્મા મને જણાય છે. બીજું કાંઈ જણાતું નથી. આહાહા !
અનુભવ રત્ન ચિંતામણિ, અનુભવ હૈ રસ કૂપ,
અનુભવ મારગ મોક્ષનો, અનુભવમોક્ષ સ્વરૂપ.” આ તો જેને આત્માનો અનુભવ કરવો હોય એની વાત છે. ધનઅર્થી અને માનઅર્થીનું કામ નથી. આમાં મોક્ષાર્થીનું કામ છે. જેને ધનની લોલુપતા છે, અને માનની લોલુપતા છે જેને, એનું કામ થાય નહીં એમ છે આમાં. એકલો આત્માર્થી-મોક્ષાર્થી આત્મા સિવાય આ ભવમાં મારે કાંઈ જોઈતું નથી. બીજું થોડું હોય, વધારે હોય, બહારની પ્રતિકૂળતા હોય ભલે હો તો હો ! મને તો મારા જ્ઞાનમાં છે એ કેમ જણાતું નથી? જ્ઞાનમાં નથી એ તો ન જણાય એ તો બરોબર છે પણ છે એ કેમ જણાતું નથી ?
સમયસાર કહે છે કેઃ તને આત્મા અનુભવમાં આવે છે. તો કહે સાહેબ! અનુભવમાં આવે છે તો મને તો અનુભવમાં આવતો નથી. એના બે કારણ છે. અનુભવમાં નથી આવતો એના બે કારણ છે. એક તો પર્યાયની કર્તા બુદ્ધિ અને પર્યાયની જ્ઞાતાબુદ્ધિ છે ત્યાં સુધી એ ઉપયોગ અભિમુખ થઈ જણાવા છતાં પણ જણાતો નથી. જણાય તો છે; છતાં પણ જણાતો નથી. કંઈક બીજું જ જણાય છે. લક્ષ બીજા ઉપર છે તેથી લક્ષ અહીં આવતું નથી.
જ્ઞાયક નથી ત્યમ પર તણો, જ્ઞાયક તો જ્ઞાયક છે.” જ્ઞાયકના નિશ્ચયની ત્રણ ગાથા છે. બસ પરને જાણવાનો પક્ષ હતો તે “જ્ઞાયક નથી પર તણો” એટલે પરને જાણતો નથી. પરને જાણવાનો પક્ષ હતો તે છૂટી ગયો. “પરને જાણતો નથી જાણનાર જણાય છે.” જ્ઞાયક પરને જાણતો નથી એટલું કહ્યું. જ્ઞાયક જ્ઞાયકને જાણે છે એવો નિશ્ચયનય છે એમ ન લીધું જ્ઞાયક તો જ્ઞાયક છે. એમ બે લીટીમાં કહ્યું ને? નિશ્ચયનયથી જ્ઞાયક જ્ઞાયકને જાણે છે એમ નહીં. બોલો! નિશ્ચયનયથી આત્મા આત્માને જાણે છે એમ નથી. પરંતુ જ્ઞાયક તો જ્ઞાયક છે. બસ. જ્ઞાયક તો જ્ઞાયક જ છે. ત્યાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com