________________
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૬૭
જ્ઞાયક નથી ત્યમ ૫૨ તણો ” જ્ઞાયક તો જ્ઞાયક છે. આ સમયસારનું એક મહાવાક્ય છે.
જ્ઞાયક નથી ત્યમ ૫૨ તણો ” એટલે જ્ઞાયક ૫૨ને જાણતો નથી. જ્ઞાયક તો જ્ઞાયક જ છે. ૫૨ને જાણું છું એમ માનીશ તો તારા આત્માનો નાશ થઈ ગયો. અને શાયક–જ્ઞાયક ને જાણે છે, આત્મા આત્માને જાણે છે તો એમાં પણ ભેદરૂપ વિકલ્પ છે માટે અનુભવ નથી. માટે જ્ઞાયક તો જ્ઞાયક જ છે. એ અનુભવ પ્રધાન જ્ઞાનની પર્યાયનો નિશ્ચય પ્રગટ થયો એમ કહેવાય.
k
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
66
જ્ઞાયક ૫૨નો કર્તા તો નથી, ૫૨નો જ્ઞાતા તો નથી. જ્ઞાયકનો ય જ્ઞાતા નથી. પણ ત્યારે છે શું? કે “જ્ઞાયક તો જ્ઞાયક જ છે.” ત્યારે બધા વિકલ્પ સમાઈ જાય છે અને અનુભવ થાય એમ સેટિકાની ગાથામાં છે. ૩૫૬ થી ૩૬૫ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં છે ગાથા.
અનાદિના આ બે શલ્ય છે. એક પ૨ને કરું છું અને એક પ૨ને જાણું છું. ૫૨માં પર્યાય બધી આવી ગઈ. ૫૨ને હું કરું છું તથા ૫૨ને હું જાણું છું આહા ! આ બે શલ્ય છે. થોડા જીવો પામે છે એનું કારણ આ છે.
કાં કર્તાના પક્ષમાં ઊભો છે. કર્તાનો પક્ષ છૂટે તો જ્ઞાતાના પક્ષમાં અટકે. શાસ્ત્રમાં પણ આવે છે કે આત્મા પરનો કર્તા નથી, ૫૨નો જ્ઞાતા છે. “ કર્તબુદ્ધિ છોડાવવા માટે જ્ઞાતા છે એવો પાઠ પણ આપે. હવે એ પકડી લીધું.” “જાણનાર જણાય છે” એ રહી ગયું. બહુ ઊંચી ગાથા છે. જ્ઞાનની પર્યાયનો નિશ્ચય. જેમ દ્રવ્યનો નિશ્ચય એમ જ્ઞાનની પર્યાયનો પણ નિશ્ચય એટલે કે જે જ્ઞાનની પર્યાય આત્માની સન્મુખ થાય ત્યારે એ જ્ઞાનમાં બીજું કાંઈ જણાતું નથી. જણાતું નથી એટલે જ્ઞાનમાં જણાતું નથી. જ્ઞાનમાં જણાય છે અને નિષેધ કરે છે એમ નથી.
એ તો ઉપયોગમાં ઉપયોગ છે. જ્ઞાનમાં તો જ્ઞાયક જણાય છે. એ જ્ઞાનમાં રાગાદિ નથી માટે એ જ્ઞાન રાગને કરતું નથી. અને એ જ્ઞાનમાં રાગનો સદ્દભાવ નથી. માટે એ જ્ઞાન રાગને જાણતું નથી. ત્યારે એ જ્ઞાનમાં શું છે? કેઃ જ્ઞાયક છે. “ઉપયોગમાં તો ઉપયોગ છે,” માટે ઉપયોગ ઉપયોગને તો જાણે છે. ઉપયોગ એટલે જ્ઞાન અને એમાં ઉપયોગ એટલે આત્મા છે. જ્ઞાયક એનું જ્ઞાન આત્માને જાણે છે કેમકે જ્ઞાનને શાયક કથંચિત્ અભેદ છે, તન્મય છે, તાદાત્મ્ય છે. તેથી જ્ઞાનમાં આત્મા જણાય અને જ્ઞાન આત્માને જાણે એવો વસ્તુનો સ્વભાવ છે. જે નથી એ નથી જણાતું અને જ્ઞાનમાં જે છે એ જણાય છે બસ.
જ્ઞાનમાં જે છે એ જણાય છે, જે જ્ઞાનમાં નથી એ જણાતું નથી. એ.... જ્ઞાનમાં તો નથી, માટે ફેટી તો જણાતી નથી જ્ઞાનમાં. ક્યાં ગયો ઓલો આશિષ ! આ બેઠે છે. જ્ઞાનમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com