________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૬૬
પરાશ્રિત હોય વિકલ્પ, સ્વ-આશ્રિત ન હોય. મનના સંબંધવાળો વિકલ્પ હોવાથી પરાશ્ચિત જ છે. વિકલ્પ માત્ર, કોઈપણ વિકલ્પ હો, અશુભ વિકલ્પ હો કે શુભ વિકલ્પ હો! એ બધા... વિકલ્પમાત્ર પરાશ્રિત છે. સ્વ આશ્રિત નથી. સ્વ આશ્રિત તો વીતરાગભાવ જ હોય.
અતીન્દ્રિયજ્ઞાન આત્માને નિશ્ચયથી જાણતું નથી. પરંતુ સ્વભાવથી જ જાણે છે. સ્વભાવ જુદી ચીજ છે. અને વિકલ્પ જુદી ચીજ છે. સ્વભાવમાં વિકલ્પ નથી અને વિકલ્પમાં સ્વભાવ નથી. જ્ઞાનમાં વિકલ્પ નથી અને વિકલ્પમાં જ્ઞાન નથી. અતીન્દ્રિયજ્ઞાન એમાં નથી. એમાં નયનું શું કામ આવ્યું? જ્ઞાન સ્વભાવથી જ આત્માને જાણે છે.
જાણનાર જણાય છે એ વાત જગતને બેસતી નથી. કાં આત્માને કરનાર માને કાં પરનો જ્ઞાતા માને. પરનો કર્તાય નથી અને ખરેખર પરનો જ્ઞાતા પણ નથી. પ્રભુ! એ તો જ્ઞાયકનો જ જ્ઞાતા છે. જ્ઞાન અને જ્ઞાયક અભેદપણે હોવાથી એ અભેદપણે જ જણાય છે. જ્ઞાયક ભિન્ન અને જ્ઞાનની પર્યાય ભિન્ન એમ પણ નથી. જેને આત્માનો અનુભવ કરવો હોય એની વાત ચાલે છે.
બાકી આ આગમમાં કહ્યું છે કે સ્વમત કે પરમત કોઈની સાથે વાદવિવાદ કરીશ મા. અને કદાચ તને પ્રાપ્તિ થઈ ગઈ હોય અને બહુ ઉહાપોહ થાય તારી સામે તો ઘર પકડીને બેસી જજે. અને ચાર ખૂણામાં રહીને તારું કામ કરજે. હું જાણું છું એમ પણ કહીશ મા. હું જાણું છું શાસ્ત્રનું સ્વરૂપ એમ પણ કહીશ મા. ટાણે તું તારું કામ કરજે.
એના માટે શાસ્ત્રમાં દષ્ટાંત આપ્યો છે. તેને પરદેશમાં આવીને બે પૈસા મળ્યા હોય, કમાણી કરી હોય તો છાનો માનો ખાધા કરજે. તું કોઈને બતાવીશ મા. નહીંતર લૂંટારા લૂંટી જશે. એમ જ્ઞાનની સિદ્ધિ પ્રગટ થાય તો શાંતિ રાખીને ઘરના ખૂણામાં બેસીને તારું કરજે. બહાર ન પડીશ. તું બહાર પડીશ તો ઈર્ષાળુ જીવો એને આગ લગાડી જશે. એની આગ કેમ ઠારવી? ઘરના ખૂણામાં બેસી જાજે એવો કાળ છે ભાઈ ! સત્ય વાત બહાર આવે એ પણ અજ્ઞાની જીવોથી સહન ન થાય. આ કાળ એવો છે.
જ્ઞાન સ્વભાવથી જ આત્માને જાણે છે એમ ખ્યાલમાં આવ્યું એનું નામ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય-અનુભવમાં પ્રગટ થાય છે. આત્માનો, જાણનાર છું અને જાણનાર જ્યાં જણાય છે પ્રત્યક્ષ ત્યાં જાણનારને જાણું છું એવા બધા વિકલ્પ છૂટી જાય છે. અને નિર્વિકલ્પ આત્માનો અનુભવ થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com