________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૬૪ ચર્ચા નં-૬ જામનગર
તા. ૨૦-૯-૯૧ યથાર્થ નિર્ણય થયા પછી પક્ષીતિક્રાંત કેમ થાય એનું સ્પષ્ટીકરણનું આ પુસ્તક છે.
બીજો પારો- નિશ્ચયનયે હું અકર્તા છું તો વ્યવહારનયે કર્તા છું એમ આવી જ જાય, પણ સ્વભાવથી અકર્તા એમ ન આવે. નિશ્ચયનયે હું અકર્તા છું એમ નહીં સ્વભાવથી જ અકર્તા છું, અનાદિ-અનંત વસ્તુનો આખો સ્વભાવ જ નિષ્ક્રિય છે અનાદિ અનંત, એમાં બંધ-મોક્ષની પર્યાયથી રહિત આત્મા, આત્મા એટલે આત્માનો ત્રિકાળ સ્વભાવ, પર્યાયમાં ભલે બંધ મોક્ષની ક્રિયા થાય, નવ તત્ત્વના પરિણામ થાય પણ એનાથી આત્મા ભિન્ન છે.
દષ્ટિનો વિષય અકર્તા જ છે. સ્વભાવથી જ અકર્તા છું. હું વ્યવહારનયે તો અકર્તા નથી જ પણ નિશ્ચયનયે પણ અકર્તા નથી. હું તો સ્વભાવથી જ અકર્તા અને સ્વભાવથી જ જ્ઞાયક ને સ્વભાવથી જ જ્ઞાતા છું. મારો ત્રિકાળી સ્વભાવ જ એવો છે જ્ઞાનમય. એ જ્ઞાતાપણે જ રહેલો છે. જ્ઞાયકપણે રહ્યો છે. એ ત્રિકાળી સ્વભાવ છોડીને કર્તા થતો નથી.
કર્તાપણાનો ધર્મ ક્રિયાના કારક પર્યાયમાં છે. આ તો દ્રવ્ય સ્વભાવની વાત ચાલે છે. નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણે છે? એમ પ્રશ્ન થયો. નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણતું નથી. અરે ! આ શું કહો છો? ખળભળાટ થઈ જાય. હા! સ્વભાવથી જ જ્ઞાન આત્માને જાણતું જ પરિણમી રહ્યું છે. એમાં નયની જરૂર નથી. ઉપયોગ લક્ષણ છે. સમય નામનો પદાર્થ છે. અનાદિ અનંત જ્ઞાન આત્માને જાણવારૂપે પરિણમી રહ્યું છે. એ એનો સ્વભાવ જ છે. સૂર્યના પ્રકાશનો સ્વભાવ જ છે કે સૂર્યને પ્રસિદ્ધ કરીને પ્રગટ થાય છે.
હિંમતનગરમાં કહ્યું હતું કેઃ દ્રવ્ય સ્વભાવ અનાદિ અનંત જ્ઞાનમાં જણાયા જ કરે છે. બધા જીવોને બાળ-ગોપાળ સૌને, વર્તમાન જે ઉપયોગ એટલે જ્ઞાન પ્રગટ થાય છે એમાં પોતાનો જ્ઞાનાનંદ પરમાત્મા જણાયા જ કરે છે. જણાયા જ કરે છે એવો આત્મા શેય છે; સ્વભાવ છે જ્ઞાયકનો. જ્ઞાનમાં જ્ઞાનત્વ છે, જ્ઞાન જાણે છે અને આત્મા પોતાના જ્ઞાનમાં જણાયા કરે છે. આ ફંકશન એટલે ક્રિયા અનાદિ અનંત ચાલુ છે. કોઈ માનો કે કોઈ ન માનો. પણ ઉપયોગ નામનું લક્ષણ આત્માનું છે, તેથી ઉપયોગમાં પોતાનો આત્મા જણાયા જ કરે છે.
આ વસ્તુસ્થિતિનો સ્વીકાર કરી લે તો અનુભવ થશે. હું કર્તા છું એમ માનીશ ત્યાં સુધી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com