________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૬૩ સ્વભાવથી જ છે. આ સમયસારની બીજી ગાથા છે. એમાં સમયની વ્યાખ્યા છે. આચાર્ય ભગવાને કહ્યું કેઃ “યુગપ એક સાથે જાણવું અને પરિણમવું એ આત્માનો મૂળ સ્વભાવ છે.” એમાં પરની કે કર્મની અપેક્ષા નથી. જાણવું અને જાણવારૂપે પરિણમવું એ સમયની વ્યાખ્યા કરી. એમાં સ્વ સમય અને પર સમય થઈ જાય કોઈ જીવ, એ જુદી વાત છે. અને આત્માને જાણવા રૂપે પરિણમવું સ્વભાવથી જ છે; અનાદિ અનંત કોઈ નય લાગુ એમાં ન પડે. આહાહા! જો નય લગાડીશ તો સ્વભાવથી દૂર થઈ જઈશ. નિશ્ચયનય જ્ઞાન આત્માને જાણે છે તો સ્વભાવથી દૂર થઈ ગયો. એને એમ લાગે કે હું આગળ વધ્યો, પણ એ આગળ વધ્યો નથી. ઈ..... વિકલ્પની જાળમાં અટક્યો છે. નય લાગુ ન પડે. જો નય લગાડીશ તો સ્વભાવથી દૂર થઈ જઈશ. વિકલ્પ ઊઠશે તો નિર્વિકલ્પ ધ્યાન આવશે નહીં. અને જો સ્વભાવથી જોઈશ તો નય દૂર થઈ જશે.
ફરીને –જો નય લગાડીશ તો સ્વભાવથી દૂર થઈ જઈશ. અને જો સ્વભાવથી જોઈશ તો નય દૂર થઈ જશે. આ નયથી દૂર થવાની વાત ચાલી રહી છે. નાતિક્રાંત થવાની વાત ચાલી રહી છે. નયથી સમજવાની ટેવ પડી ગઈ છે, તેથી વિકલ્પ ઉત્પન્ન થયા વગર રહેતો નથી. આ નયથી આવો, ને આ નયથી આવો, ને આ નયથી આવો... ... સદ્દભૂત, ઉપચરિત, અનુપચરિત, આહાહા !
નયોના ચક્કરાવામાં ચડી જાય ને આયુષ્ય પૂરું થઈ જાય, અને અનુભવ થાય નહીં. તો શું નયોનું ફળ તો આવ્યું નહીં. શાસ્ત્રને ભણવાનું ફળ તો વીતરાગતા થવી જોઈએ. નય તો રાગ છે. નયનો રાગ તો દુઃખદાયક છે. આકુળતા ઊભી થાય છે. (ટાઈમ બહુ થઈ ગયો.... કોઈ બોલ્યું એ નહીં.)
મૂળ વાતમાં અપેક્ષા લગાવે છે, તો મને ખટકે છે. (મૂળ વાત પર જોર દેતી વખતે કોઈ તેની અપેક્ષા લગાવીને બીજી અપેક્ષાએ આમ પણ છે, એ રીતે મૂળ વાતની ગૌણતા થઈ જવાથી પ્રયોજનની અસિદ્ધિ થાય છે. તેથી ખટકે છે.) (કેમકે) તેમાં જે તીખાશ હોય છે તે તૂટી જાય છે. અપેક્ષા લગાવવાથી ઢીલાપણું થઈ જાય છે.
(દ્રવ્યદષ્ટિ પ્રકાશ. બોલ નં. ૩૫૧)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com