________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૬ર નિર્મળ પર્યાયનો આત્મા વ્યવહાર કર્તા છે? વ્યવહાર કર્તા છે એટલે શું? કર્તા નથી. પર્યાયનો કર્તા પર્યાય છે. ને ઉપચાર આવ્યો આત્મા ઉપર કે નિર્મળ પર્યાય ને કે સમ્યક દર્શનને આત્મા કરે છે. એ ઉપચારનું કથન છે. જ્યારે ગોદીકાજીએ સોળલાખ ખર્ચા એ વખતના; તેને ઘણાં વર્ષ થઈ ગયા ત્રીસેક વર્ષ થયાં હશે; એ વખતે જયપુર ગુરુદેવ પધાર્યા હતાં. બધા મુમુક્ષુઓ ઘણા ગયા હતા. હું પણ ગયો 'તો, એમાં ગુરુદેવે એક વાર વાત કરી કે “નિર્મળ પર્યાય-શુદ્ધપર્યાય-સમ્યગ્દર્શનની પર્યાયનો આત્મા ઉપચારથી પણ કર્તા નથી. વ્યવહાર પણ કર્તા નથી. આહાહા ! બરોબર છે. ઉપચારે કર્તા છે એ સવિકલ્પ દશા છે. પછી નિર્વિકલ્પ ધ્યાનમાં જવા માટે ઉપચારથી પણ નિર્મળ પર્યાયનો કર્તા નથી. એમાં શુદ્ધ ઉપયોગની દશા આવી જાય.
નિયમસારમાં પરમાર્થ પ્રતિક્રમણની ગાથામાં છે કે નિર્મળ પર્યાયનો પણ આત્મા ઉપચારથી પણ કર્તા નથી. આહાહા ! કોઈ અપૂર્વ વાતો બહાર આવી ગઈ છે. ત્રીસ વર્ષ પહેલાંની આ વાત છે. બહુ પ્રમોદ આવી ગયો ત્યાં ઉતારે ગયો ગુરુદેવના, પ્રમોદ જાહેર કરવા; શું ગુરુદેવ આજે આપે આ વાક્ય અમૃત કહી દીધું-બધા બેઠા હતા, વ્યવહારની વાત ચાલતી હતી. પછી હું કાંઈ બોલ્યો નહીં.
નિર્મળ પર્યાયનો વ્યવહાર કર્તા નથી. કર્તાપણું જ નથી પછી વ્યવહાર કે નિશ્ચયનો પ્રશ્ન જ નથી. સ્વયં થાય છે અને વ્યવહાર કે નિશ્ચયની શું જરૂર છે? સમ્યક દર્શન-શાન ચારિત્રનાં નિર્વિકાર વીતરાગી રત્નત્રયનાં પરિણામ થવા યોગ્ય થાય છે.
અરે ! થવા યોગ્ય થાય છે અને જાણતો નથી. થવા યોગ્ય થાય છે એમ જાણીને જાણનારને જાણું છું.” કર્તા બુદ્ધિ ગઈ અને થવા યોગ્ય થાય છે એની જ્ઞાતા બુદ્ધિ પણ ગઈ. સાક્ષાત જ્ઞાયકનો જ્ઞાતા થઈ ગયો. એવી વાતો ઘણી બધી બહાર આવી છે. “ જાણનારો જણાય છે” એમાં કામ થાય છે. એમાં કામ થઈને કેવળજ્ઞાન થશે. શું કહ્યું? ઉપચારથી કર્તા છે એમ જ્ઞાની કહે ત્યારે એને સવિકલ્પ દશા હોય. ઉપચારથી કર્તા નથી ત્યાં નિર્વિકલ્પ ધ્યાનમાં ચાલ્યો જાય છે. અને શ્રેણી હોય તો કેવળજ્ઞાન પ્રગટ થઈ જાય છે. ઉપચારથી કર્તા નથી કેવળજ્ઞાનનો કડ
બોલે છે ખીમચંદભાઈ ! કે! કેવળજ્ઞાનનો કક્કો છે. આહા! આત્મા છે ને! એમાં શું? દેહુ ક્યાં છે? આત્મા છે ને?
થવા યોગ્ય થાય છે ને જાણનારો જણાય છે.” સંતોની વાણી છે ને! બસ. આગળ હવે સમયની વ્યાખ્યા કરી કે જાણવું અને આત્માને જાણવારૂપે પરિણમવું એ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com