________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૬૧ નીકળી ગયો ને મગજ સાફ થઈ ગયું.
નયનો; એવો વિચાર પણ આવતો નથી. જાણનાર જણાય છે. સ્વભાવથી જ જાણનાર જણાયા કરે છે. એવું જ મારું સ્વરૂપ છે બસ. સ્વભાવથી જ જાણનારો જાણવામાં આવી રહ્યો છે. સ્વભાવથી “જ', જાણનારો એટલે જ્ઞાયક; જાણવામાં એટલે જ્ઞાનમાં આવી રહ્યો છે. તો સ્વભાવ જ લક્ષમાં આવે છે. આહાહા! વિભાવ લક્ષમાં આવતો નથી. અને જ્યારે સ્વભાવ લક્ષમાં આવે છે ત્યારે નયના વિકલ્પો છૂટી જાય છે. એટલે વિકલ્પ ઉત્પન્ન થતા નથી. સ્વભાવ સ્વભાવપણે અભેદ અનુભવમાં આવે છે. બે પ્રકારના અભેદ એક અભેદ થઈને જણાય છે.
બે પ્રકારના અભેદ, “એક અભેદ જાનહાર,' ગિરનાર ઉપર આકાશવાણી થઈ હતી ને? આણે ટેપ રાખેલ ખિસ્સામાં. અમે ગિરનાર ઉપર જતા' તા, એ લોકો ચાલીને આવે અને હું ડોળીમાં, બધા સાથે સાથે જઈએ. એમાં બહેનની ભજનની ટેપ કિશોરભાઈએ વગાડી. “પ્રભુ મેં જ્ઞાયકરૂપ કેવલ જાનહારા રે.” ભાઈ ! આ તો આકાશવાણી થઈ એમ કહ્યું હોં! એટલે કહ્યું કે આ આકાશવાણી આવી. આકાશવાણી છે. નાનું ટેપ ખિસ્સામાં એટલે દેખાય નહીં. આકાશવાણી એટલે દિવ્ય ધ્વનિનો સાર છે. “ જાણનારો જણાય છે” આ સાધારણ વાત નથી. એની કિંમત કરજ બધા. “ જાણનારો જણાય છે.” તમે બધા અહીંથી જાવ ને તમારા ગામ તો ભૂલશો નહીં. “જાણનારો જણાય છે.” દશ વખત તો યાદ કરજો. ભૂલશો, નહીં. ક્યાં ગયો આશિષ? નથી આવ્યો? ફેકટરીમાં પડ્યો છે. આ આવ્યો! આવ્યો. પરમ દિવસે એનો જન્મદિવસ હતો. એ આવ્યો સવારના, ભાઈ ! દશ વખત બોલું છું. દશ વખત બોલવાનું, અને પાછું રોજ બોલવાનું એમ! આજે બોલવાનું એમ નહીં; દરરોજ. તે કહે ભાઈ ! રોજ બોલું છું. એઈ... અહીં આવશું તને લેશન આપ્યું મને તો કહે! હું તો કોઈની પરીક્ષા લેતો નથી. આજ વળી પૂછું છું. સવારે બોલીએ છીએ. (શ્રોતા-થવા યોગ્ય થાય છે ને જાણનારો જણાય છે. અને ખરેખર પર જણાતું નથી. આ એક વાક્ય દશ વખત બોલવાનું દરરોજ હોં !!! રોજ બોલે છે? (હા, ભાઈ !)
બધું થવા યોગ્ય થાય છે ને જાણનાર જણાય છે. કોઈ કોઈનો કર્તા નથી. બધું થવા યોગ્ય થાય છે. જડ-ચેતનનાં પરિણામ; અંદરના અને બહારના બધું જ થવા યોગ્ય થાય છે. કોઈ કોઈનું કર્તા હર્તા નથી. એના સમયે એના કાળે પરિણામ થવા યોગ્ય થયા જ કરે છે. આત્મા એનો કર્તા નથી. આત્મા એનો વ્યવહાર જ્ઞાતા છે કે નહીં? વ્યવહાર જ્ઞાતા એટલે શું? કે: મન એને જાણે છે, અને કહેવાય કે આત્મા અને જાણે છે. એનું નામ વ્યવહાર કહેવાય.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com