________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૪૬
બોલો રાત દિન ઉસકો એક જ્ઞાયક હી સ્મરણમેં આતા હૈ. યે બાત ઐસી હૈ–યે વચનાતીત હૈ, કહી શકાય એવી નથી. પંચાધ્યાયી કર્તાએ ત્રણ પ્રકાર પાડયા છે. વચનાતીત છે, નિર્વિકલ્પવત્ છે, કેવળ અનુભવગમ્ય છે. એ કહી શકાતું નથી. સમ્યગ્દર્શન કહી શકાય પણ નિર્ણય કહી શકાય નહીં. કેમ કે સમ્યગ્દર્શનનું લક્ષણ તો આનંદ આવ્યો, એ તો પ્રગટ થઈ ગયો છે, કહેવા ધારે તો એના દ્વારા કહી શકાય છે. કોઈને કહેવું હોય તો? ન કહેવું હોય તો પૂછે તો જવાબ ન આપે. ઈ તમારો વિષય છે. ....... મારો વિષય નથી. તમે જ નક્કી કરો બસ.
પણ આ જે નિર્ણય છે એ તો..... એ તો કહી પણ શકાતો નથી પણ એક અપેક્ષાએ એને નૈગમન લાગુ પડી ગઈ. “ચિત્રં અચિ૨મ્” થોડા કે વધારે કાળમાં એને પ્રત્યક્ષ અનુભવ થશે, થશે ને થશે જ. પોતે નિશંક થઈ ગયો, પણ તે હજુ વ્યવહારે નિશંક છે. નિશ્ચયે નિશંક થયો નથી. કેમ કે આનંદ આવ્યો નથી. શોભનાબેન! અનુભવથી નિશંક બીજી વાત અને નિર્ણય આવ્યો અને નિશંક કહેવાય તે જુદી વાત છે. નિર્ણયવાળાને તો એક શાયકની અંદરમાં ધારા ઉપડે છે. જેમ સમ્યગ્દષ્ટિને પરિણતિ પ્રગટ થાય છે ને! અનુભવ પછી પરિણતિ ચાલુ રહે, એમ આ નિર્ણયવાળાને એક પરિણિત અંદરમાં પ્રગટ થાય છે. એ પરિણિત ધારાવાહી, ઊંઘમાં પણ એનો વ્યય ક્યારે થાય! કે પ્રત્યક્ષ થાય ત્યારે. એનો વ્યય થઈ જાય છે. તે પોતાને જ ખબર પડે અંદ૨માં, બીજાને કોઈને નહીં. તે બીજાનો વિષય નથી. આ કાંઈ ખાનગી રાખવાની વાત નથી. ખુલ્લે ખુલ્લી કહેવામાં આવે છે.
એ (પરિણતિ ) તે બીજો કોઈ જાણી શકે નહીં અને જેને થયું હોય એ વાણી દ્વારા કહી શકે નહીં. એથી આ વચનાતીત નિર્વિકલ્પવત્ ' કેવળ સ્વાનુભવગમ્ય, એ પોતે જ જાણે બીજો કોઈ જાણી ન શકે, અને લગભગ એનો કાળ દેખાય છે કે છ મહિનાથી વધુ ન રોકાય. બાકી કેવળીગમ્ય છે. પણ છ મહિનાથી વધુ ન રોકાય. છ મહિનાની અંદર એને અનુભવ થઈ જાય. કાં દિવસો, કાં ક્લાકો, કાં થોડા મહિનાઓ એમાં અનુભવ આવે.
એ પણ થવા યોગ્ય થાય છે. એને આત્મા કરતો નથી. અહાહા! એ તો જાણનારને જાણે છે બસ, એને તો એવું લાગે છે કે હું તો જ્ઞાયક છું ‘ત્રિકાળી આત્મા છું' આહા ! નિર્ણયનો મારામાં અભાવ છે. શું કહ્યું? નિર્ણયવાળો એમ જાણે છે કે પ્રફુલ્લભાઈ ! આ અપૂર્વ નિર્ણયનો મારામાં અભાવ છે. કેમકે પર્યાય છે. ( એને છ મહિના ય ન લાગે.) અંતર્મુહૂર્તમાં થાય, કો'ક કો'કને તો આહા! સોગાનીજીને એક રાતમાં થઈ ગયું હતું. ‘જ્ઞાન ભિન્ન અને રાગ ભિન્ન' ધૂન ચડી ગઈ; રાત્રે બેસી ગયા સમિતિની રૂમમાં; સવારે તો રત્નત્રય લઈને ઉઠયા. ત્રણ રત્ન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com