________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૪૭ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એક રાતમાં.
નિશ્ચયનય દ્વારા સ્વભાવનું અવલંબન કરી અનુભવમાં ચાલ્યો જાય, ત્યારે પક્ષાતિક્રાંત થાય. એણે નિશ્ચયનયનો પક્ષ છોડયો ત્યારે અનુભવ થયો. પક્ષ છોડે ત્યારે અનુભવ થાય. નયથી આવો છું એવો વિકલ્પ છૂટી જાય છે. અનુભવ માટે નય સાધન જ નથી. નિર્ણય માટે નય હોય, અનુભવ માટે નહીં. નય માત્ર અનુમાન સુધી લઈ જાય છે. એ અનુભવ ન કરાવી શકે. નયના વિકલ્પો છે એ અનુભવ કરાવી શકતા નથી. કેમકે પરોક્ષ છે. અને જ્ઞાન છે તે પ્રત્યક્ષ છે. બેમાં ફેર છે.
ચોથા પાનાનો છેલ્લો પારો છે. અને વખત થઈ ગયો છે. જ્ઞાનની પર્યાય નિશ્ચયનયે આત્માને જાણે છે એમ વિચારતાં વ્યવહારનયથી એ પારને જાણે છે એમ આવી ગયું. તે પ્રમાણમાં આવી ગયો. નયમાં ક્યાં આવ્યો છે? નવમાં આવ્યો ક્યારે કહેવાય કે વ્યવહારનયનો નિષેધ કરે તો નિશ્ચયનયમાં આવ્યો. નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણે અને વ્યવહારનવે પર જાણે એ તો પ્રમાણના પક્ષમાં ઊભો છે. એ નિશ્ચયનયના પક્ષમાં એ નથી આવ્યો હુજી. નિશ્ચયનયના પક્ષમાં તો વ્યવહારનયનો નિષેધ કરે ત્યારે એને નિશ્ચયનયના પક્ષમાં આવ્યો કહેવાય હુજી કેઃ “જાણનાર જણાય છે. ખરેખર પર જણાતું નથી.”
નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણે, અને વ્યવહારનવે પર જાણે એ તો પ્રમાણનો વિકલ્પ છે. નયનો વિકલ્પ પણ નથી. એ તો બહુ દૂર દેખાય છે. અહાહા ! પણ એ જીવ એમાંથી કાઢે છે કે નિશ્ચયનયે આત્મા જણાય છે; અને ખરેખર પર જણાતું નથી. વ્યવહારનો નિષેધ કરે એનું નામ નિશ્ચયનય કહેવાય.
નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણે છે અને વ્યવહારનવે પરને જાણે છે એ નિશ્ચયનયના પક્ષમાં નથી આવ્યો. એ પ્રમાણના પક્ષમાં ઉભો છે. અહાહા ! એ હજુ વિધિનિષેધમાં એ આવ્યો નથી, તો નિશ્ચયના પક્ષમાં પણ આવી શકતો નથી. એને નિશ્ચયના પક્ષમાં આવ્યો એમ ન કહેવાય. આ એક ભૂલનો પ્રકાર છે.
અમે બે નયથી વિચારીએ છીએ. નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણે અને વ્યવહારનયે જ્ઞાન પરને જાણે. એ પ્રમાણમાં અટક્યો છે. પ્રમાણના બે અંશ છે. એક નિશ્ચયનય અને એક વ્યવહારનય. એ પ્રમાણમાંથી નિશ્ચયનયના પક્ષમાં આવે કે “ જાણનાર જણાય છે અને ખરેખર પર જણાતું નથી ” એ વિધિ-નિષેધમાં આવે છે પછી વિધિના વિકલ્પો છૂટવા મંડે છે, નિષેધના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com