________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૪૫ પક્ષમાં આવ્યો. હવે કોઈ તો સ્વભાવ સુધી પહોંચી, “કોઈ પોતે પક્ષાતિક્રાંત થઈ અનુભવ કરી લે છે. અને કોઈ નિશ્ચયનયના પક્ષમાં એટલે વિકલ્પમાં અટકી જાય છે. અનુભવ કરી શકતો નથી.
નિશ્ચયનયથી સ્વભાવનું અનુમાન કરી, જો નિશ્ચયનય સુધી તો આવ્યો છે એ નિશ્ચયનય દ્વારા સ્વભાવનું અનુમાન કરી અનુભવમાં ચાલ્યો જાય છે. અનુમાનમાં આવી અનુમાનમાં અટકતો નથી હવે, અહાહા! નિશ્ચયનય દ્વારા સ્વભાવનો નિર્ણય કરે છે. “અનુમાન” અનુમાન થાય છે કે “હું તો જાણનાર છું” અભેદ ટંકોત્કીર્ણ છું” ચૈતન્યમૂર્તિ છું એમ વ્યવહારનો પક્ષ છોડીને નિશ્ચયનય જેવું સ્વરૂપ કહે છે એવા સ્વરૂપને પહેલાં એ મન દ્વારા ખ્યાલમાં લ્ય છે. એને ખ્યાલમાં આવે છે. આવી શકવા યોગ્ય છે. પણ મન દ્વારા અનુભવ થઈ શકતો નથી.
(શ્રોતા:- અનુમાન દ્વારા ભી નહીં?).
જવાબ- અનુભવ ન થાય. (અનુમાન દ્વારા સ્વભાવ તક પહોંચતા હૈ?) અનુમાન દ્વારા મનકા વિકલ્પ દ્વારા-પરોક્ષજ્ઞાન દ્વારા-આત્મા ઐસા હૈ, ઐસા ખ્યાલમેં આતા હૈ તહોં તક વો દુ:ખી હૈ, બાદ મેં અનુમાન છૂટ જાતા હૈ અને પ્રત્યક્ષ અનુભવ થઈ જાય છે.
અનુમાન મેં કુછ હાથમેં આયા નહીં. (અનુમાન દ્વારા વિષય કા નિર્ણય કર લેતે હૈ) નિર્ણય કર લેતે હૈ. મગર. યહ નિર્ણય હે ને, વહુ દુઃખદાયક દશા હૈ, વહ વિકલ્પાત્મક હૈ, વહ અનંતાનુબંધીકા કષાય હૈ અભી. તને એમ થાય છે કે હવે હું નિર્ણયમાં આવી ગયો. એ નિર્ણયમાં આવી ગયો એમ જે માને નિર્ણયમાં ય નથી હુજુ, નિર્ણયને આગળ કરે એને નિર્ણય ન હોય. નિર્ણયમાં જ્ઞાયક તરફ આગળ હોય એને જ નિર્ણય હોય. નિર્ણય પાછળ રહી જાય અને જ્ઞાયક આગળ આવી જાય. નિર્ણયની વાત સાધારણ વાત નથી. (શ્રોતા-અપૂર્વ વાત છે) લ્યો શાંતિસાગરજી કહે છે અપૂર્વ વાત છે. નિર્ણયવાળો નિર્ણયને આગળ કરતો નથી. એને ખ્યાલ આવી જાય છે કે હવે સમ્યગ્દર્શન જરૂર થશે જ. એ વ્યવહારનયે નિશંક થઈ ગયો છે. નિશ્ચયનયે હજુ નિશંક થયો નથી.
શું કહે છે શોભનાબેન? (પ્રશ્ન-વ્યવહારનયે નિશંક થયો છે એટલે શું?).
વ્યવહારનયે નિશંક થયો છે એટલે કે નિશંક થયો નથી. વ્યવહારનય લગાડીને નિશંકનું ફળ ન આવે તો નિશંક થયો નથી. નિશંકતા કા ફળ તો... (આગે બઢકર) આગે બઢે તબને? વહાઁ રુક જાય તો? નિર્ણય હો ગયા, નિર્ણય હો ગયા, ઐસા વો તો અટક જાતા હૈ. મેંને-કહાને “નિર્ણયવાલા તો નિર્ણયકો આગે નહીં કરતા હૈ.” નિર્ણયકા વિષય ઉસકે આગે હો ગયા હૈ. વો મુખ્ય હો ગયા હૈ, નિર્ણય ગૌણ હો ગયા હૈ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com