________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૪૩ નહીં કરે એનો પ્રકાશ? અંધારું થઈ જશે પ્રકાશમાં? નહીં થાય.
એ..... જ્ઞાન આત્માને સમયે-સમયે પ્રસિદ્ધ કર્યા જ કરે છે, આ અનુભવનો સહેલો ઉપાય છે. આ અનુભવનો સહેલામાં સહેલો ઉપાય છે. (શ્રોતા-સબસે સરલ ઉપાય હૈ.) સબસે સરલ ઉપાય હૈ. કેટલી યાત્રા કરવી, કેટલા ઉપવાસ કરવા, કેટલા વ્રત કરવા, કેટલાં મંદિર બંધાવવા આહાહા! કેટલા શાસ્ત્ર ભણવા, કેટલા નય, નિક્ષેપ, પ્રમાણ કેટલી ડિગ્રી મેળવવી! આહાહા ! જ્ઞાન આત્માને જાણતું જ પ્રગટ થાય છે. પ્રસિદ્ધ કરતું જ પ્રગટ થાય છે અનાદિ અનંત પ્રસિદ્ધ કરે છે. એને નયની અપેક્ષા જ નથી. નયને વચમાં નાખીશ ને તો જ્ઞાન આત્માને જાણે છે એ તને ખ્યાલમાં આવશે જ નહીં. નયને વચમાં નાખમાં ભાઈ ! નય તો અનુભવમાં બાધક છે. એ આવ્યું તું (આગળ) “જેવું જહાઁ સાધક હૈ, તેઉં તહાં બાધક હૈ.”
સ્વભાવને નયની અપેક્ષા જ નથી, સ્વભાવમાં નય ન હોય. જ્ઞાનની પર્યાય આત્માને જાણે છે કઈ નથી ? એનો સ્વભાવ જ છે જ્ઞાનની પર્યાયનો. સામાન્યનું જે વિશેષ છે, એ વિશેષ સામાન્યને પ્રસિદ્ધ કરે, કરે ને કરે જ. સામાન્ય વિશેષ ખ્યાલમાં આવ્યું ને? એને નયની અપેક્ષા ન હોય. સ્વભાવમાં નય ન હોય અને સ્વભાવની સિદ્ધિ માટે નય માત્ર અંગુલી નિર્દેશ કરે છે. એ અનુમાન કરીને કહે છે, નિશ્ચયનયથી જ્ઞાન આત્માને જાણે છે, પરને જાણતું નથી એટલે વ્યવહારનો નિષેધ કરવા માટે નિશ્ચયનયથી એને ઈશારો કર્યો. તે અનુમાન સુધી લઈ જાય છે. બસ એની મર્યાદા એટલી. અનુમાન જ્ઞાનમાં આવ્યું કે મારું જ્ઞાન તો મારા આત્માને જ જાણે છે, પરને જાણતું નથી. એમ નય દ્વારા પહેલાં ખ્યાલમાં લ્ય છે.
તું નિશ્ચયનયે અકર્તા છો કે સ્વભાવથી જ અકર્તા છો કે સાહેબ! નિશ્ચયનયથી
છું. શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી જોવામાં આવે તો અકારક અને અવેદક છે એમ શાસ્ત્રમાં લખ્યું છે. આ વાત એનાથી આગળની છે. આ એ દષ્ટિએ સાચું છે. એ નય પણ છે. ૧ એમાં અનુભવ ન થાય.
હું તો સ્વભાવથી જ અકર્તા છું પ્રભુ! હવે તારા કહેલા દ્રવ્યાર્થિકનયને ઓળંગી મારા સ્વભાવની સમીપે જઈને જોઉં છું તો મને નયની અપેક્ષા નથી, બસ તો નયોના વિકલ્પ છૂટી જશે અને તને અનુભવ થઈ જશે. અનુભવની આ વિધિ છે. જેને અનુભવ કરવો હોય એને આ વિધિ બતાવવામાં આવે છે. જ્ઞાનની પર્યાય નિશ્ચયનયે આત્માને જાણે છે કે સ્વભાવથી જાણે છે? નિશ્ચયનયથી જ્ઞાન આત્માકો જાનતા હૈ કે સ્વભાવથી આત્મા કો જાનતા હૈસ્વભાવથી જ આત્માને જાણે છે. તો નિશ્ચયનય તો જૂહી હો જાયેગી ! જુદી હૈ. હો જાએગી કયા? વિકલ્પ હૈ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com