________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૪૨
લક્ષણની.
લક્ષને પ્રસિદ્ધ કરે અને અલક્ષ્યને પ્રસિદ્ધ ન કરે એ તો બરાબર ને? રાગને પ્રસિદ્ધ ન કરે એનું નામ લક્ષણ કહેવાય. નિશ્ચયે રાગને ન જાણે તો કંઈ નહીં પરંતુ વ્યવહારે તો રાગને જાણેને? આહાહા ! ભીંત ભૂલ્યો પ્રભુ! અનાદિ અનંત જ્ઞાનની પર્યાય આત્માને જાણવારૂપે પરિણમે છે. એ જ્ઞાન સમ્યક્ એકાન્ત આત્માને જ પ્રસિદ્ધ કરે છે. અને પરને પ્રસિદ્ધ ન કરે. તો સ્વપર પ્રકાશક એનો સ્વભાવ ક્યાં ગયો? કે એ એમાં રહી ગયો. જ્ઞાનની પર્યાયમાં રહી ગયો, ઊડે નહીં. તમે તો એમ કહ્યું એકલા આત્માને જાણે અને પરને ન જાણે; તો પર પ્રકાશકમાં તમે પરને તો ઉડાડયું! કે અમે ઉડાડ્યું નથી. તને એમ છે કે જ્ઞાનની પર્યાય આમ... આમ... (પર સન્મુખ) જાણે ને ત્યારે એને પર પ્રકાશક કહેવાય પણ એમ છે નહીં. તારી માન્યતા ઊંધી છે. જ્ઞાનની પર્યાયને આમ આમ-આમ (પરનું લક્ષ ) ન કરવું પડે. જ્ઞાનની પર્યાય આત્માને જાણતાં જાણતાં એમાં લોકાલોકનો પ્રતિભાસ થાય છે. એ પ્રતિભાસને પર પ્રકાશક કહેવાય. પરનું લક્ષ કરે તો ઉપયોગ રહેતો નથી.
(શ્રોતા-સત્ય છે.) સત્ય છે ને? એ આત્મા અંદરથી અપીલ કરે છે. અંદરથી હુકાર આવે છે. જ્ઞાનને પર દ્રવ્યથી હુઠાવ, જ્ઞાન આત્માને જ પ્રસિદ્ધ કરે છે અને પરને નહીં એમ. એ અસ્તિ-નાસ્તિ અનેકાંત છે. કઈ નયથી જ્ઞાનમાં આત્મા જણાય? અને કઈ નયથી ન જણાય? કઈ નથી જણાય અને કઈ નયથી આત્મા એને ન જણાય ? વ્યવહારનયથી ન જણાય અને નિશ્ચયનયથી જણાય એમ નથી.
આ તો જ્ઞાનની પર્યાયના સ્વભાવની વાત છે. કે નથી તો આમ સાંભળ્યું છે. આ નયથી આગળની વાત ચાલે છે. તારી ધારણાને અંદર હુમણાં ડિપોઝીટ રાખી મૂકી અને અનુભવ થાય ત્યારે એમ લાગે કે આ નયનું જ્ઞાન તો બધું ખોટું હતું. અનુભવથી પ્રમાણ કરજો.
વ્યવહારનયથી જ્ઞાનમાં આત્મા ન જણાય અને નિશ્ચયનયથી જણાય. સર્વજ્ઞ ભગવાને બે નય કહી છે. ચોખ્ખી વાત છે (પણ) એમ નથી. નિશ્ચયનયથી જ્ઞાન આત્માને જાણે અને વ્યવહારનયથી ન જાણે એમ નથી. તું નય લગાડીશ તો એ જ્ઞાન જ પ્રગટ નહીં થાય. જાણવાની વાત તો પછી, જાણવાની વાત તો પછી. એ તો વિકલ્પ ઉત્પન્ન થયો. એમ નથી.
જ્ઞાન આત્માને જુએ એનો જવાબ આવ્યો ઉપરની બે લીટીમાં. જ્ઞાન આત્માને સ્વભાવથી જ અનાદિ અનંત પ્રસિદ્ધ કરે છે. અનાદિ અનંત, માને તોય ઠીક ન માને તોય ઠીક. સૂર્યનો પ્રકાશ મકાનને પ્રસિદ્ધ કરે છે અને સૂર્યને પ્રસિદ્ધ કરતો નથી એમ કોઈ ગાંડો કહે તો? એ સૂર્યને પ્રસિદ્ધ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com