________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૪૧ જેટલો પ્રકાશ ઉદય થાય છે તે સ્વભાવનો અંશ છે. અને એ સૂર્યને જ પ્રસિદ્ધ કરે છે. એમ આત્માનું જ્ઞાન જે છે, સ્વભાવનો અંશ; જે પ્રગટ થાય છે એ આત્માને જ પ્રસિદ્ધ કરે છે. એ બંધનું કારણ નથી. રાગ-દ્વેષ-મોહ બંધનું કારણ છે. નવીન બંધનું કારણ શું? એ અઢાર-ઓગણીસ પાના પર લખ્યું છે. અઢારમા પાને મથાળું છે અને ઓગણીસમાં પાને એનો જવાબ છે.
તેવી રીતે આ ભગવાન આત્મા છે એ સમય નામનો પદાર્થ છે. એ સમય નામનો પદાર્થ ક્યારે કહેવાય! કે દ્રવ્ય-ગુણે તો સમાનતા છે. પણ એની પર્યાયમાં જાણવાની જે દશા પ્રગટ થાય છે સમયનો અર્થ કરતાં સમયસારની બીજી ગાથામાં કહ્યું કે “યુગપ જે
એકસાથે જાણે પણ છે અને જાણવારૂપે જે પરિણમે પણ છે એવું પદાર્થનું સ્વરૂપ છે. સ્વય સિદ્ધ સ્વરૂપ છે. ત્યાં કોઈ નથી જ્ઞાન આત્માને જાણે છે અને નયથી જ્ઞાન પ્રગટ થાય છે એમ છે નહીં. કોઈ કર્મ માર્ગ આવે તો પ્રગટ થાય એમ છે નહીં. સ્વભાવ નિરપેક્ષ હોય છે. સ્વભાવને કોઈની અપેક્ષા ન હોય. એમ જ્ઞાન સત્ અહેતુક છે. એને કોઈ હેતુ નથી. સ્વયં પ્રગટ થાય છે. અને સ્વયં પ્રકાશતી જ એ જેનું વિશેષ છે, એને જ પ્રગટ કરે છે. સામાન્ય આત્મા છે અને એનું વિશેષ ઉપયોગ છે. રાગ એનું વિશેષ નથી. જે આ ઉપયોગ છે તે ઉપયોગથી અનન્ય છે આત્મા. ઉપયોગ અને આત્મા ભિન્ન નથી. તેથી તે ઉપયોગ આત્માને પ્રસિદ્ધ કરે છે. એ પર્યાયનો પોતાનો સ્વભાવ છે એમ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ એવો છે કે અનાદિ અનંત આત્માને પ્રસિદ્ધ કરે.
અનાદિ અનંત જ્ઞાનની પર્યાય આત્માને જ જાણવા રૂપે જ પરિણમે છે. અહીંઆ અતીન્દ્રિયજ્ઞાન કે ઈન્દ્રિયજ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન કાંઈ ન લેવું. આ સામાન્ય ઉપયોગ સ્વભાવનો અંશ છે. આ હરિશ્ચંદ્રભાઈ આવતા થયા એ સારું થયું. મને વિચાર આવ્યો એટલે મેં કહ્યું કે પર્યાય ઉપર લઈશ. અત્યારે જ્યાં ત્યાં જાવ છો ને એમાં કાંઈ માલ નથી. કુંદકુંદભગવાન પાસે જાઓ, ત્યાં બધો માલ મળશે, બાકી કાંઈ છે નહીં, કુંદકુંદ ભગવાનને જેણે જાણ્યા એવા ગુરુદેવ પાસે જાવ. બાકી તમારો થાક જશે નહીં. (શ્રોતાઃગુરુદેવકે પાસસે આપકી પાસ આયા,) મેં તો ટપાલી હૈં. ઉનકી જો ટપાલ હૈ વહુ વેચતા હું. ગુરુદેવને જૈસા કહા વો બૈઠા મુઝે, યે સબ ઈનકી દેન હૈ.
મેં કહ્યું આ તત્ત્વાર્થસૂત્રમાં ઉપયોગ લક્ષણ એ દિગમ્બરનું મૂળ શાસ્ત્ર, એને ય ખબર નથી કે આ ઉપયોગ શું છે? ઉપયોગ કોને જાણે છે અને શું કરે છે? ઉપયોગની ક્રિયા શું અને એનો વિષય શું? ઉપયોગમાં જાણવાની ક્રિયા થાય અને એ આત્માને જાણે ને પરને જાણે નઈ. લક્ષને પ્રસિદ્ધ કરે અને અલક્ષ્યને પ્રસિદ્ધ ન કરે એને લક્ષણ કહેવામાં આવે છે. આ પરિભાષા છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com