________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૪૦
ગઈ. પછી બીજી પર્યાય બીજીને જાણે, વળી ત્રીજી પર્યાય પોતાને જાણે એમ વારા ફરતી (વિષય બદલતી ) હશે કે નહીં કાંઈ પર્યાયમાં? પર્યાય એનો વિષય બદલાવતી હશે કે નહીં? જ્ઞાનની પર્યાય એનો વિષય બદલાવતી જ નથી.
આ જ્ઞાનની પર્યાયના સ્વભાવની વાત ચાલે છે. આ સમ્યજ્ઞાન કે મિથ્યાજ્ઞાનની વાત નથી. જ્ઞાનની પર્યાયનો અનાદિ અનંત આવો સ્વભાવ જ છે.
એ..... જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પોતાના આત્માને જ જાણતું, ઉત્પન્ન થાય છે. કેમ કે ઉપયોગથી આત્મા અનન્ય છે. વળી એ ઉપયોગમાં ઉપયોગ જ છે, અને એ ઉપયોગમાં ક્રોધાદિ નથી. એટલે ક્રોધને તો પ્રસિદ્ધ કરતી જ નથી. કેમ કે એ ઉપયોગમાં ક્રોધાદિ નથી.
ઉપયોગમાં છ દ્રવ્ય નથી, તો છ દ્રવ્યને ક્યાંથી પ્રસિદ્ધ કરે ? ઉપયોગમાં તાદાત્મ્યપણે અને અનન્યપણે એ આત્મા જ બિરાજમાન છે. એને પ્રસિદ્ધ કરતી જ પ્રગટ થાય છે. બીજા સમયે બીજી પર્યાય ત્રીજા સમયે ત્રીજી પર્યાય, પણ...... પ્રગટ તો એ સામાન્યને જ કરે છે. જેનું વિશેષ હોય, જે સામાન્યનું વિશેષ હોય તે વિશેષ તેના સામાન્યને જ પ્રસિદ્ધ કરે, બીજાને ન કરે, સિદ્ધાંત.
પ્રશ્ન:- ( સભામાંથી -કયા સમ્યજ્ઞાન?)
જ્ઞાનકી પર્યાય આત્માકો પ્રસિદ્ધ કરતી હૈ, ઐસા ખ્યાલમેં આવે તો સભી પર્યાય અંતર્મુખ હો જાતી હૈ, જ્ઞાનકી પર્યાય પરકો જાનતી હૈ તો સભી પર્યાય અંતર્મુખ હોતી નહીં. જ્ઞાન-પર્યાય સરદાર હૈ સરદાર. એક લશ્કરનો કાયદો છે; લશ્કરમાં એવો કાયદો છે કે લશ્કર આમ જાતું હોય પૂર્વ દિશામાં અને એનો જે કમાન્ડર હોય ચીફ એ પૂર્વ દિશા તરફ જ એનું મોઢું હોય પછી એને ઉત્તર દિશા તરફ જવાનો વિચાર હોય એની યોજના પ્રમાણે ત્યારે તે લશ્કરને કાંઈ કહે નહીં. પોતે મોઢું ફેરવે, જ્યાં પોતે (ચીફ) મોઢું ફેરવે, ત્યાં તો બધાય મોઢું ફેરવી નાખે. મોઢું ફેરવે. હવે ઓલો ચાલે નહીં ત્યાં સુધી ચાલે નહીં. જ્યાં ઓલો ચાલવા માંડે ત્યાં પૂછયા વિના આખું લશ્કર ચાલવા માંડે સમજયા! એમ જ્ઞાન છે એ ચીફ કમાન્ડર છે. એટલે જાગતો, જીવતો દેવ એ પ્રગટ લક્ષણ છે.
જ્ઞાનની પર્યાયનું લક્ષણ પ્રગટ છે. શ્રદ્ધાની પર્યાય પ્રગટ નથી. ચારિત્રની વીતરાગી પર્યાય પ્રગટ નથી. સુખગુણની અતીન્દ્રિય સુખની પર્યાય પ્રગટ નથી. પણ આ જ્ઞાનની પર્યાય તો –સ્વભાવનો અંશ પ્રગટ છે.
મોક્ષમાર્ગ પ્રકાશમાં આવે છે કે: જેવી રીતે સૂર્યનો પ્રકાશ છે એ વાદળના વિઘટનથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com