________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૩૯ જ્ઞાનનું લક્ષ હજુ રાગ ઉપર છે તેવા જ્ઞાન દ્વારા એ વિચાર કરે છે વસ્તુ-સ્વભાવનો, તો એને મિથ્યાત્વ ગળે છે. પણ એને મિથ્યાત્વ ટળીને સમ્યક દર્શન થતું નથી.
અહીં સુધી આવ્યા પછી એને નયોના વિકલ્પ કેમ છૂટે, અને સાક્ષાત અનુભવ કેમ થાય? એ હેતુથી આ ચર્ચા આવી છે. એમાં દ્રવ્ય સ્વભાવની વાત આવે છે, અને પર્યાયસ્વભાવની વાત આવે છે.
જ્ઞાનની પર્યાયનો સ્વભાવ. આત્મા જ્ઞાતા છે. કઈ નયથી જ્ઞાતા છે? એવો એક પ્રશ્ન ઊઠ, જ્ઞાતા તો છે આત્મા, પણ કઈ નયથી જ્ઞાતા છે? એમ. અરે ! સ્વભાવથી જ જ્ઞાતા છે. જ્ઞાતા થાય છે કે જ્ઞાતા છે? એ જ્ઞાતા જ છે. કઈ નયથી જ્ઞાતા છે? કેઃ સ્વભાવથી જ જ્ઞાતા છે.
વ્યવહારનયે જ્ઞાન પરને જાણે છે અને નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણે છે. કેમકે ભગવાને બે નયો કહી છે. અને કોઈ નય છોડી જાતી નથી. બે નયો છે. વ્યવહારનયે પરને જાણે અને નિશ્ચયનયે સ્વને જાણે, એમ નથી. વ્યવહારનયે પરને જાણે એમ પણ નથી અને નિશ્ચયનય અને જાણે એમ પણ નથી. માંડ-માંડ નિશ્ચયનય સુધી આવ્યા. વ્યવહારનો નિષેધ કરતાં-કરતાં કેઃ નિશ્ચયનયે મારું જ્ઞાન મારા આત્માને જાણે છે. તે કહે છે તેમાં અનુભવ થતો નથી. ત્યારે શું છે? અનાદિ અનંત લ્યો. સમ્યજ્ઞાન પ્રગટ થાય ત્યારે આત્માને જાણે અને એ પહેલાં આત્માને ન જાણે એમ છે નહીં. અનાદિ અનંત શબ્દ વાપર્યો છે.
અનાદિ અનંત જ્ઞાનની પર્યાય આત્માને જાણવારૂપે પરિણમે છે. જેમ અનાદિ અનંત આત્મા દ્રવ્યરૂપે છે તેમ એની એક સ્વભાવ રૂપ પર્યાય જેને ઉપયોગ લક્ષણ કહેવાય. જેને ચૈતન્ય અનુવિધાયી પરિણામ કહેવામાં આવે છે. એવી જ્ઞાનની પર્યાયહાલત-પરિણામ, અનાદિ અનંત પ્રગટ થાય છે. અને એ પર્યાય પ્રગટ થાય છે તે આત્માને જ જાણવારૂપ પરિણમે છે. પરને જાણવારૂપે પરિણમતી જ નથી. એ જ્ઞાન આત્માને “જ' પ્રસિદ્ધ કરે છે. જ લગાડયો છે. જે જ્ઞાન ઉત્પાદરૂપ થાય છે એ ઉત્પાદરૂપ પર્યાય ધ્રુવને જ પ્રસિદ્ધ કરે છે; પરને નહીં.
જે પર્યાય ઉત્પાદ-વ્યયને પણ પ્રસિદ્ધ ન કરે, પણ એ પર્યાય ધ્રુવને જ પ્રસિદ્ધ કરે છે. જ્ઞાયકને જ પ્રસિદ્ધ કરે છે. જાણનાર ત્રિકાળી ભગવાન આત્મા એને જ જાણતી ઉદય થાય અને (જ્ઞાયકને) જાણતી જ અસ્ત થાય છે. જ્યાં એક પર્યાય અસ્ત થઈ ત્યાં બીજી પર્યાયનો ઉત્પાદ થાય, એ એને ને એને જ જાણે, એને ને એને જ જાણે. પહેલી પર્યાયે દ્રવ્યને જાણ્યું એ તો વ્યય થઈ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com