________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૩૭ ઈશારો કરવાની શક્તિ નથી. વ્યવહારનય તો અસત્યાર્થ-અભૂતાર્થ-જૂઠું કથન કરે છે.
નય સ્વભાવનો માત્ર ઈશારો કરે છે. નિશ્ચયનયને વળગશો તો પણ સ્વભાવ દ્રષ્ટિમાં નહીં આવે. નિશ્ચયનયથી જ તો આવો તારો સ્વભાવ છે એમ નિશ્ચયનય માત્ર સ્વભાવનો ઈશારો કરે છે. પણ નિશ્ચયનયની પહોંચ સ્વભાવ સુધી નથી કેમકે વસ્તુ નયાતીત છે. નયથી અનુભવ થતો નથી. અકારક-અવેદક વસ્તુનો સ્વભાવ છે. સ્વભાવ નયથી સિદ્ધ ન થાય. સ્વભાવ સ્વભાવથી જ સિદ્ધ થાય.
આત્મદ્રવ્ય અનાદિ અનંત પર્યાય માત્રથી ભિન્ન છે. માટે તેને કર્તાપણું લાગુ પડતું જ નથી. દ્રવ્ય પર્યાયને કરે? (ના) કેમકે પર્યાય ભિન્ન છે. ભિન્ન ભિન્નને કેમ કરે ? એકમાં બીજાની નાતિ છે. એ પર્યાયને કેમ કરે? વ્યવહારનયે પર્યાયને કરે.
“આ સ્વભાવ છે, આ સ્વભાવ છે;” એમ જો સ્વભાવની રુચિ વલણ કરે તો વર્તમાન ઉપરનું જોર તરત જ છૂટી જાય છે. પણ ત્રિકાળી સ્વભાવને “આ છે” એમ રુચિમાં લેવાને બદલે વર્તમાન શુભ રાગમાં આ રાગ છે” એમ વર્તમાન ઉપર વલણ રહે છે. તેથી એકલા ત્રિકાળી શાયક સ્વભાવમાં વીર્યનું વલણ અંતર પરિણમતું નથી, એટલે નિશ્ચયનો આશ્રય થતો નથી, અને વ્યવહારનો પક્ષ છૂટતો નથી. વ્યવહારનો પક્ષ તે વ્યવહાર છે.
(પૂ. ગુરુદેવશ્રી વસ્તુ વિજ્ઞાનસારમાંથી) આત્માનો આશ્ચર્યકારી ચૈતન્યમૂર્તિ! પહેલાં ચારે બાજુથી તેને ઓળખી, પછી નય-પ્રમાણ વગેરેના પક્ષ છોડી અંદરમાં ઠરી જવું, તો અંદરથી જ મુક્ત સ્વરૂપ પ્રગટ થશે. અંદર સ્વરૂપમાં ઠરી ગયેલા જ્ઞાનીઓ જ સાક્ષાત અતીન્દ્રિય આનંદામૃતને અનુભવે છે. ‘ત થવ સાક્ષાત મૃતં વિત્તિ' !
(બહેનશ્રીના વચનામૃત બોલ નં. ૨૩૦)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com