________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૩૫ બિલકુલ અજાણ શિષ્ય છે, જેને આત્મા ત્રિકાળ અકર્તા હોવા છતાં કર્તબુદ્ધિ થઈ ગઈ છે એને વ્યવહારનય અને નિશ્ચયનયથી સમજાવે છે. પણ હવે અત્યારે એવો કાળ આવ્યો છે કે આત્મા નિશ્ચયનયે અકર્તા છે એમ છોડી દો. નયના વિકલ્પ હવે છોડો.
નિશ્ચયનયે અકર્તા; નિશ્ચયનયે અકર્તા, પણ તેથી શું? નિશ્ચયનયે અકર્તા છું એ વિકલ્પ તારો સાચો છે. વિકલ્પ ખોટો નથી. પણ તેથી શું? એમાં આત્માનો આનંદ આવતો નથી. માટે નયને છોડી દે અને સ્વભાવને પડખે જા.
મથાળું - કેમકે જો નિશ્ચયનયથી આત્મા અકર્તા છે એમ તમે જો લેશો તો બીજી પ્રતિપક્ષ નય તમારા જ્ઞાનમાં ઊભી થશે કેમકે નય સાપેક્ષ છે. “નિરપેક્ષ નયા મિથ્યા નયા” અને સાપેક્ષ નય સમ્યક કહેવાય. પરસ્પર સાપેક્ષ એટલે નિશ્ચયનયે આમ અને વ્યવહારનયે આમ, માટે પ્રતિપક્ષ નય તમારા જ્ઞાનમાં ઉભી થશે અને મિથ્યાત્વ રહેશે. પણ સ્વભાવથી જુઓ તો કોઈ નયની અપેક્ષા જ નથી. થોડું સૂક્ષ્મ તો છે.
આશિષે કહ્યું કેઆમાં કાંઈ મગજમાં જ ઊતરતું નથી. નયનું સ્વરૂપ જ ખ્યાલમાં આવતું નથી કે નિશ્ચયનય શું અને વ્યવહારનય શું? લીધું હતું આ કાલે એના માટે.
જેમ કે હવે દષ્ટાંત આપવામાં આવે છે. દષ્ટાંતથી વધારે ખ્યાલમાં આવે. જેમકે અગ્નિ ઉષ્ણ છે. કઈ નયથી? આહા ! કોઈ કહે અગ્નિ ઉષ્ણ છે, શ્રી ગુરુએ કહ્યું અગ્નિ ઉષ્ણ છે. તો શિષ્ય કહે –સાહેબ! કઈ નયથી ઉષ્ણ છે? શ્રી ગુરુએ ફરી કહ્યું અગ્નિ ઉષ્ણ છે. કે સાહેબ! કંઈ નયથી ઉષ્ણ છે?
એવો એક બનાવ બન્યો. થોડા શિષ્યો હતા. ગુરુએ કહ્યું કે લાકડાંને બાળે તેને અગ્નિ કહેવામાં આવે છે. પહેલા દિવસનો પાઠ. પછી બીજે દિવસે બીજા પાઠ આપ્યો. અગ્નિ ઉષ્ણ છે... પહેલા દિવસનો પાઠ શિષ્યો પાસેથી લઈ લીધો. પછી ત્રીજા દિવસે
અગ્નિ તો અગ્નિ જ છે” એમ ત્રણ પાઠ આપ્યા. ચોથા દિવસે પરીક્ષા રાખી. એક શિષ્યને ઉભો કર્યો, બાજુના રૂમમાં સગડી છે લાલઘુમ અંગારા લાલ દેખાય એકદમ, પછી શિષ્ય અંદર ગયો; “લાકડાને બાળે તે અગ્નિ” “લાકડાંને બાળે તે અગ્નિ' “લાકડાંને બાળે તે અગ્નિ” “લાકડાંને બાળે તે અગ્નિ” સમજયા. એમ કરતો કરતો ગયો. શેયને જાણે તે જ્ઞાન, શયને જાણે તે જ્ઞાન, શયને જાણે તે જ્ઞાન શિષ્યને લાકડું ગરી ગયું છે એવું.
શિષ્ય રૂમમાંથી આવીને કહે; ગુજી ત્યાં અગ્નિ નથી. કેમ નથી? કારણ કહે ? લાકડાંને બાળતી નથી, તેવું આપે જ સમજાવ્યું છે. ગુરુજી કહે -સીટ ડાઉન, બીજા શિષ્યને કહ્યું:
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com