________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૩૪
(પુસ્તકમાં) છે.
(શ્રોતા- અજમેરાભાઈ–પરથી સ્વ સુધી આપે અકર્તા સમજાવ્યો છે.) બરાબર છે. (ત્યાર પછી ઘણાં ઊંડા મંથનમાંથી આ વાત આવી છે. નય પછીનું આ સ્ટેપ છે.) એ આવ્યું 'તું તો વહેલું પણ ભાઈ ! એવું છે ને કે કાળ પાકે ત્યારે આવે. અને આ (પુસ્તક) પણ બહાર આવવાનું નહોતું. સંધ્યાબેનને મેં કહ્યું હતું કેઃ “આ વાત એવી છે –અને આ વાત એટલી પ્રચલિત બહાર આવી નથી. અને આપણે આ વાત બહાર મૂકવી?” બહેન કહે કે: હા, આ વાત તો મૂકવા જેવી છે, અને આ શાસ્ત્રમાં છે, આ વાત ૨૦ કળશોમાં લીધી છે, શાસ્ત્રના આધારપૂર્વક આવે છે. “નયાતિક્રાંત ભાખ્યો તે સમયનો સાર છે.'
શાસ્ત્રમાં છે. નયથી આત્માનો અનુભવ થતો નથી. અનુભવના કાળે નય રહેતી નથી. નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. નિશ્ચયનય અને વ્યવહારનય એવા જે બે પ્રકારના નયના વિકલ્પ રહેતા હતા એ ઉદય પામતા નથી. પ્રમાણ અસ્ત થઈ જાય છે, એટલે પ્રમાણનો વિકલ્પ, અને નિક્ષેપોનો સમૂહું ક્યાં ચાલ્યો જાય છે તે અમે જાણતા નથી. આ તો કાંઠે આવ્યો છે અને રહી ન જાય, અને અનુભવ થઈ જાય (તેના માટેની વાત છે.) દૂધ તો કઢેલું છે, ખાલી મેળવણ નાખો તો દહીં જામી જાય પછી એમાં માખણ થાય, છાશ નીકળી જાય અને માખણમાંથી મેલ (કીઠું) નીકળી જાય, અને એકલું “ઘી” ચોખ્ખું આહા ! સો ટચનું શુદ્ધ રહે એમાં; તેમ આ એવી વાત છે.
જો નિશ્ચયનયે આત્મા અકર્તા છે એમ તમે લક્ષમાં લેશો તો આત્મા વ્યવહારનયે કર્તા છે, એ શલ્ય આવ્યા વિના રહેશે નહીં. તેથી નયથી વિચારો જ નહીં હવે. કારણકે વસ્તુ નયાતીત છે. વસ્તુ જે છે દ્રવ્યનો સ્વભાવ એ નયાતીત છે. એમાં નય નથી. એને પ્રસિદ્ધ કરનાર જ્ઞાન એમાં પણ નય નથી. નય તો માનસિક જ્ઞાનનો ધર્મ છે. એ ઇન્દ્રિયજ્ઞાનનો ધર્મ છે. વિકલ્પવાળી નય છે ત્યાં.
દ્રવ્ય સ્વભાવ નયથી ખ્યાલમાં નથી આવતો. નયથી અનુભવમાં નથી આવતો. કેમ કે કોઈ નયથી અકર્તા છે એમ નથી. અનાદિ અનંત એના સ્વભાવથી જ અકર્તા છે. આહાહા ! કોઈને નયનું જ્ઞાન ન હોય તો પણ અનુભવ થઈ જાય. નિશ્ચયનયે અકર્તા છે એમ સાંભળ્યું ય ન હોય અને અનુભવ થઈ જાય છે. નિશ્ચયનયે અકર્તા છે એમ સાંભળ્યા પછી અનુભવ અટકે છે. અનુભવ નથી થતો એમ નથી કહ્યું, નય છૂટી જાય તો અનુભવ થઈ જાય.
નય છૂટી જાય અને અનુભવ થઈ જાય. એક એક વાક્ય રહસ્યમય છે. આ તો જે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com