________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૩૩ મહાવીર પ્રભુ આનંદને ભોગવતા નથી. આ શું વાત કરો છો ? આ અદ્ધરની વાત ચાલે છે. આમ અદ્ધર આકાશમાં ઊડતા લાગો છો !
આ ત્રિકાળી દ્રવ્ય જે છે એ નિષ્ક્રિય છે. જેમાં બંધ મોક્ષની ક્રિયાનો અભાવ છે. તેથી ત્રિકાળી દ્રવ્યમાં ફળનું ભોક્તાપણું નથી. પર્યાય પર્યાયને કરે છે અને પર્યાય પર્યાયને ભોગવે છે. ત્રિકાળી દ્રવ્ય ભોગવતું નથી. આ દ્રવ્ય સ્વભાવની વાત તો બહુ બહાર આવી ગઈ છે. ચારે બાજુ ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો બહુ બહાર આવી ગયા છે. એના અગિયાર ભાગ પણ બહાર પડયા છે.
ન્યાય- જો નિશ્ચયનયે આત્મા અકર્તા છે તેમ તમે લક્ષમાં લેશો તો વ્યવહારનયે આત્મા કર્તા છે, એ શલ્ય આવ્યા વિના રહેશે નહીં. નિશ્ચયનયે અકર્તા છે તો પ્રતિપક્ષ વ્યવહારનય પણ છે. તો વ્યવહારનય કર્તા છે તેમ થઈ જશે, તો આત્માનો મૂળ સ્વભાવ ખ્યાલમાં નહીં આવે.
| નયથી અનુમાન થાય છે પણ અનુભવ થતો નથી. આ (સ્વભાવની) વાત નયથી આગળની છે. નયની વાત સાચી છે, પરંતુ કથંચિત્ સાચી છે. પ્રાથમિક ભૂમિકામાં સમજવા માટે એ બરાબર છે. એનું સ્થાન ક્યાં છે ત્યાં રાખીએ છીએ. એને કાંઈ ઉડાડતા નથી. એને ઉડાડે કોણ? આગમમાં વાક્યો આવે એ તો બરોબર છે. સંતોએ લખ્યું છે તે બરોબર છે.
નિશ્ચયનયે અકર્તા છે. નિશ્ચયનયે અભોક્તા છે એ નયથી બરાબર છે. એ વાક્ય કાંઈ ખોટું નથી. પણ નયથી વિચારશો તો વિકલ્પની ઉત્પત્તિ થશે. આત્મા અકર્તા ને અભોક્તા છે એમ સ્વભાવ દૃષ્ટિમાં આવશે નહીં. વિકલ્પ એને કર્મ થશે. નિશ્ચયનયનો જે વિકલ્પ એનો આત્મા કર્તા બનશે અને વિકલ્પ એનું કર્મ બની જશે. તેથી જ્ઞાન પ્રગટ જ નહીં થાય માટે જ્ઞાન એનું કર્મ નહીં થાય.
કર્તા બુદ્ધિ ની ભૂલ મોટી રહી છે. નિગોદમાં પણ આત્મા દુઃખને ભોગવતો નથી. અત્યારે હોં! અત્યારની વાત છે આ. ભગવાન મહાવીર સુખ ભોગવતા નથી હોં. સુખને ભોગવતા નથી તો શું દુ:ખને ભોગવે છે? અરે! રહેવા દે ભાઈ, આ તું આડોડાઈની વાત કર મા, બાપુ! આ તો કોઈ ઊંચા પ્રકારની વાત ચાલે છે. શાંતિથી, કઈ અપેક્ષાએ કથન ચાલે છે તે સમજ.
આ સ્વભાવની અપેક્ષાએ કથન ચાલે છે. અત્યારે અહીંઆ નય વિવિક્ષા ગૌણ છે. અને અનુભવના કાળે એનો અભાવ છે. સમજવાના કાળે જ્યારે દ્રવ્ય સ્વભાવ સમજાવવામાં આવે ત્યારે નયના કથન ગૌણ થઈ જાય છે અને સાક્ષાત્ અનુભવ કરે છે ત્યારે કોઈ નય રહેતી નથી. એ આવશે પછી, “નયોની લક્ષ્મી ઉદય પામતી નથી” આવશે બધું આવશે. આમાં બધું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com