________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૩૧ કહો કે પર્યાયાર્થિક નય કહો, કે વ્યવહારનય કહો આત્મા અશુદ્ધ નિશ્ચયનય એટલે વ્યવહારનયે રાગનો કર્તા છે. એમ આવશે અને નિશ્ચયનયે વીતરાગભાવનો કર્તા છે. ભાઈ, આ બધા વ્યવહારનાં કથનો છે. એને ઓળંગી જા. આત્મા રાગને કરતો નથી, અને વીતરાગ ભાવને પણ કરતો નથી. આ દ્રવ્યનો સ્વભાવ ચાલે છે.
ત્રિકાળી જે દ્રવ્ય છે એ અકારક-અવેદક અકર્તા અને અભોક્તા છે. રાગને કરે અને વીતરાગભાવને કરે, મિથ્યાત્વને કરે અને સમ્યગ્દર્શનને કરે? તે મિથ્યાત્વને ય કરતો નથી, અને સમ્યગ્દર્શનને ય કરતો નથી. નયથી જોઈશ તો કર્તા લાગશે, અને બીજી નયથી જોઈશ તો એનો એ અકર્તા લાગશે. એ તો કર્તા એ નથી અને અકર્તાએ નથી. એ તો એના સ્વભાવથી જ અકર્તા છે. નયથી કર્તા-અકર્તા નથી. એના સ્વભાવથી જ અકર્તા છે. સ્વભાવથી જ અકારક, અવેદક છે; અકર્તા અને અભોક્તા છે.
જરાક નિશ્ચયનય અને વ્યવહારનયનો પક્ષ છૂટે તો ખ્યાલમાં થોડું આવે. પહેલાં થોડો ખ્યાલ આવશે. થોડો એનો પક્ષ છોડવા મંડેને એટલે હમણાં સમજાય એવું છે.
(શ્રોતા-હમણાં આપને કહો કે સમ્યગ્દર્શન મેં આત્મા જાનને મેં નહીં આતા હૈ, ઉપયોગ મેં જાનને મેં આતા હૈ.)
ઉત્તર- અનાદિ અનંત ઉપયોગમાં જ જાણવામાં આવે છે. જો કેવળજ્ઞાન થાય ત્યારે આત્મા જાણવામાં આવે તો એમાં દોષ કાંઈ આવે કે નહીં? શું દોષ આવે? કે કેવળજ્ઞાન થાય ત્યારે જ જણાય, અને કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી ન જણાય તો કેટલો મોટો દોષ આવે ભાઈ !
આ વાત જુદા પ્રકારની છે. કેવળ ધારણાવાળાને ખ્યાલમાં નહીં આવે. ધારી રાખ્યું છે ને, એનાં કરતાં કાંઈ જુદું-ઊંચુ-ઊંડું છે. પણ સમજાય એવું છે હોં ! કેવળજ્ઞાન થાય ત્યારે જ આત્મા જણાય? કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્મા ન જણાય ? અરે ! અતીન્દ્રિયજ્ઞાન થાય ત્યારે આત્મા જણાય એમ પણ નથી. આત્મા જણાયા જ કરે છે. એવો જ્ઞાનની પર્યાયનો અનાદિ અનંત સ્વભાવ છે. અનાદિ અનંતની વાત કરે છે લે! પર્યાયનો સ્વભાવ જ એવો છે આત્માને જ જાણે એનો અર્થ એવો નથી કે અતીન્દ્રિય જ્ઞાનમાં ન જણાય એમ મારું કહેવાનું નથી, કે કેવળજ્ઞાનમાં ન જણાય એમ હું કહેતો નથી, ખ્યાલ રાખજો.
આ તો એક અનાદિ અનંત ઉપયોગ લક્ષણ આત્માનું છે. એમાં આત્મા જણાયા. જ કરે છે. બાળગોપાળ સૌને જણાય છે કે નહિ? કેવળજ્ઞાન ન થાય તો જણાય છે કે નહીં? અને પ્રત્યક્ષ અનુભવ ન થાય તો જણાય કે ન જણાય ? કે જણાય, જણાય. ને જણાય, આહાહા ! અરે ! મને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com