________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૩૦
ઉત્ત૨:- કા૨ણશુદ્ધપર્યાય નથી. કારણશુદ્ધપર્યાય તો ધ્રુવ છે. આ તો ઉત્પાદવ્યયરૂપ છે. આમાં તો જાણવાની ક્રિયા થાય છે. આત્માને નિરંતર જાણે છે તેવી ક્રિયા થઈ રહી છે બધામાં. કારણશુદ્ધપર્યાય છે એ તો દૃષ્ટિના વિષયમાં જાય છે. ગુણ છે. તેમાં ઉત્પાદ-વ્યય નથી. આ તો “ઉત્પાદ-વ્યય ઉપયોગો લક્ષણમ્ ” તત્ત્વાર્થસૂત્રમાં પાંચભાવ કહ્યા ને? એના પછી “ઉપયોગ લક્ષણમ્ ” કહ્યું કે પાંચ ભાવમાં ઉપયોગ તો આવી ગયો છે ને? ‘ના’ ઉપયોગ આવ્યો નથી તેમાં (પર્યાયનો ) વિભાવ આવ્યો છે પણ સ્વભાવ આવ્યો નથી.
( શ્રોતાઃ- બહુ સરસ ) (હાસ્ય) બધા કહે છે બહુ સરસ. બેન પણ કહે છે કે બહુ સરસ. રમેશ શાસ્ત્રી છે કે આચાર્ય છે? શાસ્ત્રી. બધાએ તત્ત્વાર્થ સૂત્ર જોએલા છે. તત્ત્વાર્થ સૂત્ર તો દસ દિવસમાં રોજ વંચાય એવી પ્રથા પણ ત્યાં છે. પણ આ સામાન્ય એક એવો સ્વભાવ છે કે જેને દિવસમાં રોજ વંચાય એવી પ્રથા પણ ત્યાં છે. પણ આ સામાન્ય એક એવો સ્વભાવ છે કે જેને કર્મની અપેક્ષા નથી. અરે! કર્મની અપેક્ષા તો નથી પણ એને ભગવાન આત્માની પણ અપેક્ષા નથી. સમયે સમયે સત-અહેતુક સ્વયં જાણનક્રિયા પ્રગટ થાય છે. અને એ ક્રિયામાં આત્મા અનન્યપણે જણાય છે. કચિત્ અભેદ છે ઈ.... કચિત્ અભેદ છે અને આ જે સાપેક્ષ વિભાવ પર્યાયો તો આત્માથી ભિન્ન છે. તે પરદ્રવ્ય છે. પરભાવ છે. હૈય છે, શાસ્ત્રમાં બધું આવે છે.
આ ઉપયોગમાં તો ઉપયોગ છે. શું કહ્યું? આ ‘ઉપયોગમાં ઉપયોગ છે' એ વચન ઋષભદેવ ભગવાનની વાણીમાં આવ્યું. ‘ ઉપયોગમાં ઉપયોગ છે' તે ગિરનાર પર્વત ૫૨ નેમીનાથ ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યું” ‘ ઉપયોગમાં ઉપયોગ છે' તે ભગવાન મહાવીરની દિવ્ય ધ્વનિમાં આવ્યું કે ઉપયોગમાં ઉપયોગ છે, મતિજ્ઞાનમાં ઉપયોગ છે અને કેવળજ્ઞાનમાં ઉપયોગ છે, એમ ક્યાંય છે નહીં.
વાત જરા સારી, (ઊંચી ) સૂક્ષ્મ સમજવા જેવી છે. આ પર્યાયના સ્વભાવની વાત ચાલે છે. મતિ-શ્રુત-અવધિ-મન:પર્યય અને કેવળજ્ઞાન એ વિભાવ છે ( બરાબર ) કેવળજ્ઞાન વિભાવ ? કે હા. કર્મના ક્ષયની અપેક્ષા આવે છે.
જ્યારે આને તો (ઉપયોગને ) કોઈ કર્મના સદ્ભાવ કે અભાવની અપેક્ષા નથી. જ્ઞાન પર્યાયનો સ્વભાવ જ એવો છે કે તે આત્માને જાણે તેવો જ્ઞાનનો સ્વભાવ જ છે.
વળી જ્ઞાનની પર્યાયનો સ્વભાવ અનાદિ અનંત જેવો છે તેવો છે. લ્યો! એને આદિ-અંત કેમ લાગુ પડે? એમાં ફેરફાર ન થાય. નિરપેક્ષ વસ્તુ છે એ, સાપેક્ષ નથી. બધી પર્યાયો સાપેક્ષ છે, આઠે પર્યાય. શાસ્ત્રમાં અનેક પ્રકારનાં કથન આવશે, વ્યવહારનાં કથનો આવે.
જેમકે અશુદ્ધ નિશ્ચયે આત્મા રાગનો કર્તા છે એમ શાસ્ત્રમાં આવે છે. અશુદ્ધ નિશ્ચયનય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com