________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૨૭ ચર્ચા નં. ૩ જામનગર
તા. ૧૬-૯-૯૧ શ્રી દ્રવ્યસ્વભાવાય નમ: ત્રણેકાળ પ્રમાણમાં બે પડખાં હોય છે, બે પડખાં હોવાથી બે પડખાને યુગપ જાણે એને પ્રમાણજ્ઞાન કહેવાય છે. પ્રમાણપૂર્વક નય હોય. એક નય એક પડખાને જાણે, નિશ્ચયનય દ્રવ્ય સ્વભાવને જાણે, ત્રિકાળી નિષ્ક્રિય આત્માને જાણે તેને નિશ્ચયનય કહેવાય, ને પર્યાયને જાણે તેને વ્યવહારનય કહેવાય. એમ નિશ્ચયનય અને વ્યવહારનય દ્વારા વસ્તુને સમજાવવાનું સાધન છે. અનુભવવા માટે નય સાધન નથી. પણ અનુભવ પહેલાં આત્માને ગમે તે રીતે વિપરીત કલ્પના કરતો હોય તો વિપરીત કલ્પનાનો પરિહાર કરવા માટે, પ્રાથમિક શિષ્યને નય દ્વારા જેવું સ્વરૂપ છે એવું એના માનસિક જ્ઞાનમાં ઉતાર્યું. આવો પણ એક પ્રકાર છે.
પ્રથમ એને સાધન પણ કહેવાય, અનુભવ પહેલાં બે નયોને સાધન પણ કહેવાય. વ્યવહારનયે એને સાધન કહેવાય. કેમ કે આડી અવળી ગમે તે ગરબડ કરતો હોય તો એની એ પ્રકારની ગરબડ નીકળી જાય, અને જેવું વસ્તુનું સ્વરૂપ છે, દ્રવ્યનું ને પર્યાયનું એ દ્રવ્યપર્યાય સ્વરૂપ આખી વસ્તુ એને સમજમાં આવી જાય. એને સમજાવવા માટે નયનો પ્રયોગ કર્યો છે.
નય એટલે સવિકલ્પજ્ઞાન એની પર્યાય; એક અંશ. નિશ્ચયનય દ્રવ્યસ્વભાવને જેમ છે તેમ પ્રગટ કરે અને વ્યવહારનય પર્યાયનો જેવો સ્વભાવ છે તે પ્રકારે જણાવે છે એવી બે નયો દ્વારા એક વસ્તુને ક્રમે-ક્રમે સંતો સમજાવે, અને શ્રોતા પણ ક્રમે-ક્રમે સમજે. નય અક્રમે ન જણાય, કારણકે એક-એક નય એક-એક ધર્મને જાણે, તો બીજા ધર્મને એ વખતે ન જાણે. એક નય મુખ્ય થાય તો બીજી નય ગૌણ થઈ જાય. બીજી નયના ધર્મનો અભાવ નથી કરતો પણ ગૌણ કરે છે. જ્યારે દ્રવ્યની વાત કરે ત્યારે પર્યાય ગૌણ થઈ જાય. એમ ક્રમે ક્રમે મુખ્ય ગૌણ કરીને નયો દ્વારા વસ્તુને સમજાવે છે.
હવે નયો દ્વારા સમજતાં સમજતાં ઘણો કાળ વીતી ગયો. ત્યારે એને એક વિચાર ઊગે છે. જેમ આગમમાં કહ્યું છે એ રીતે “નિશ્ચયનયે હું અકર્તા છું,” અને “વ્યવહારનયે હું કર્તા છું,’ એમ અનેક રીતે નિશ્ચય અને વ્યવહાર લગાવી લગાવીને વસ્તુના સ્વરૂપને સમજવા લાગ્યો. પણ એમાં અનુભવ થયો નહીં. ત્યારે શ્રી ગુરુને પૂછે છે, પ્રભુ! હું આ નિશ્ચયનય અને વ્યવહારનયમાં આવી ગયો. મારી પરીક્ષા લેવી હોય તો ખુશીથી લો. એમાં હું પાસ જ થઈશ. તેમ છતાં અનુભવ થતો નથી તો કાંઈક મર્મ આપે આપની પાસે રાખ્યો છે? કે બધું કહી દીધું અમને? કે: થોડું અમારી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com