________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૨૬ ઉપરોક્ત ગાથાનું પ્રમાણ છે. સમયસાર ગાથા ૧૪૩ એનો આધાર પંચાધ્યાયીકર્તા પોતે આપે છે.
એનો અર્થ એ છે કે જે બે પ્રકારના નય કહેવામાં આવ્યા છે... નિશ્ચયનય અને વ્યવહારનય તેને સમ્યગ્દષ્ટિ જાણે તો છે. પરંતુ કોઈ પણ નયના પક્ષને ગ્રહણ કરતો નથી. તે નયપક્ષથી રહિત છે. આ ગાથા સૂત્રથી આ વાત સિદ્ધ થઈ કે સમ્યગ્દષ્ટિ નિશ્ચયનયનું પણ અવલંબન નથી કરતો. વિકલ્પનું અવલંબન કરતો નથી. વિકલ્પનું અવલંબન ન હોય.
શુદ્ધાત્માનું અવલંબન હોય, અનુભવ થાય ત્યારે એને અતીન્દ્રિયજ્ઞાન થાય. નયજ્ઞાનનો અભાવ થઈ જાય ઈ વખતે. કોઈ પણ વિકલ્પ હોતો નથી. કોઈ પણ વિકલ્પ. મને આત્માનો અનુભવ થયો, અનુભૂતિ તે આત્મા એવો કોઈ પણ વિકલ્પ દ્વત ભાસતું નથી. અદ્વૈત ભાસે છે ઈ વખતે. એકલો અનાકુળ આનંદમાં લીન છે ઈ... તો આ આત્માને આ આત્માનો મેં આશ્રય કર્યો એવો કોઈ વિકલ્પ રહેતો નથી. લીન થઈને સ્વાદ ચાખે છે. તેને અનુભવ અથવા સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. આશ્રય ભેદરૂપ રહેતો નથી. એનું નામ અનુભવ છે.
પરને જાણવાના સ્વભાવનો જ અભાવ છે. આ મૂળ પાયાની વાત છે. કઈ નયથી નથી જાણતો ને કઈ નથી જાણે છે? એ વાત આમાં લીધી નથી. આમાં તો મૂળ એના સ્વભાવની વાત કરે છે. સ્વભાવની વાત હોય ત્યારે એમાં નયનો પ્રયોગ કરવામાં આવતો નથી. નયના પ્રયોગમાં, જીવ પ્રમાણ જ્ઞાનના વિષયમાં ચાલ્યો જાય છે. નિશ્ચયનયથી છૂટી જાય છે. અથવા એનો સ્વભાવ છૂટી જાય, લક્ષમાં આવતો નથી.
(જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન પેજ નં. ૨૬૩)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com