________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૨૫ બાપજી! આપકી કૃપાસે હો ગયા. મારા ઉપાદાનથી એમ ન કહે લાયક જીવ. એમ કહે? ના. કેઃ નિમિત્ત અકિંચિત્થર છે, નિમિત્તથી કંઈ થતું નથી એમ કાંઈ કહે! કહે જ નહીં. એમ કહે એ લાયક શિષ્ય જ નથી.
આહા ! એટલે કે આ જે નિશ્ચયનયના વિકલ્પના અવલંબનવાળો, પણ અનુભવ કરતો નથી ને મિથ્યાદષ્ટિ રહી ગયો, એવો એક પ્રશ્ન શિષ્યનો હતો તેના ઉત્તરમાં આ ગાથા કહે છે.
મેં કહ્યું છે એ બરાબર છે. પરંતુ નિશ્ચયનયથી પણ વિશેષ કાંઈક છે. નિશ્ચયનયના વિકલ્પથી પણ કાંઈક વિશેષ અંદર સૂક્ષ્મ રહેલું છે. એ સૂક્ષ્મ છે. નિશ્ચયનયનો વિકલ્પ એ તો સ્થૂળ છે, એ તો સ્થૂળ છે. એક બહેને ટ્રેનમાં પ્રશ્ન પૂછ્યો” તો કે જ્યારે સૂક્ષ્મ વિકલ્પ થાય છે ત્યારે શું થાય છે?
કે જ્યારે સૂક્ષ્મ વિકલ્પ થાય છે ત્યારે શું હોય છે? સૂક્ષ્મ! સૂક્ષ્મ વિચાર આવે છે, વિચાર ઉપયોગ સૂક્ષ્મ થાય છે.
ઉપયોગ જ્યારે સૂક્ષ્મ થાય છે ત્યારે શું થાય છે? એકલો આત્મા જ જણાય છે; બીજું કાંઈ જણાતું જ નથી. આત્મા આત્મા ને આત્મા. જ્ઞાયક-જ્ઞાયક ને જ્ઞાયક,
જાણનાર જણાય છે, ” બીજું કાંઈ જણાતું નથી. એ ઉપયોગ સૂક્ષ્મ થાય ત્યારે તો એનો વિષય બદલી જાય છે. એનો વિષય આત્મા થઈ જાય છે અને એમાં એને અનુભવ થઈ જાય છે. એમ આ શિષ્યનો પ્રશ્ન છે. એનો ઉત્તર આપે છે. એ વાત સૂક્ષ્મ છે. તેથી તે ગુરુના ઉપદેશને જ યોગ્ય છે. અનુભવી ઈશારો કરે તો તારું કામ થઈ જશે.
મહાન ગુરુ સિવાય એટલે અનુભવી, જેને આત્માનો અનુભવ હોય એને ગુરુ કહેવામાં આવે છે. મહાન ગુરુ સિવાય તેનું સ્વરૂપ કોઈ બતાવી શકતું નથી. આ બધું પંચાધ્યાયમાં લખેલું છે તેનો આમાં ઉતારો કર્યો છે. તે વિશેષ સ્વાનુભૂતિનો મહિમા છે. કે જે નિશ્ચયનયથી પણ બહુ સૂક્ષ્મ અને ભિન્ન છે.
उभयं णयं विभणिमं जाणइ णवरं तु समयपडिबद्धो।
णदु णयपकखं गिण्हदि किंचिव णयपक्ख परिहीणो।। જે નિર્ણય થયો ને એનાથી પણ સૂક્ષ્મ અને ભિન્ન છે. જે જ્ઞાનના અંશમાં નિર્ણય થાય છે એનાથી પણ અનુભવ સૂક્ષ્મ અને ભિન્ન છે. અને નિર્ણયનો ભાવ છે, એ આત્માથી ભિન્ન છે. બધું કહી દીધું આમાં.
નિશ્ચયનયનું અવલંબન કરનારને પણ મિથ્યાદષ્ટિ કહેવામાં આવ્યો છે. એ વિષયમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com