________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૪
કોમળહૃદયી અને વિનયવાન હતા, તેમનું દાયિત્વ કુટુંબીજનો પ્રત્યે વિશેષ હોવાથી અને તેમની પ્રકૃતિ પ્રથમથી જ લેટ ગો કરવાની હોવાથી; કુટુંબ અને સમાજમાં પ્રેમપાત્ર બન્યા. સૌમ્ય વ્યક્તિત્વના ધારી, મંદ કષાયી, સરળ હૃદયી, કરુણાશીલ હોવાથી બીજાનાં દુ:ખમાં સહભાગી થવા હર સમયે તત્પર રહેતા.
(૧૦) પરિણય અને ગૃહસ્થીપણું
ધંધા.... વ્યાપાર અને નોકરીને કારણે સમગ્ર કુટુંબ લીંબુડાથી વેરાવળ આવી ગયું. ઈ. સ. ૧૯૨૮-૨૯ ની સાલમાં ૧૮ થી ૧૯ વર્ષની ઉંમરે શાંતાબેન નામની કન્યા સાથે પરિણય થયો. તેઓ ( શાંતાબેન) બે પુત્રો અને એક નાની બે વર્ષની પુત્રીને છોડીને સ્વર્ગ સંચર્યા. ત્યારબાદ કૌટુંબિક વિશેષ જવાબદારી આવી જતાં નવલબેન સાથે ગૃહસ્થવાસ થયો અને ત્રણ પુત્ર અને ત્રણ પુત્રી એ રીતે સાંસારિક બોજા સાથે લૌકિક ધર્મનું પાલન કર્યે જતા હતા. તેમની વ્યવહાર કુશળતા અદભુત હતી, તેમનાં (લૌકિક ) વાણી વર્તન સરળ હોવાથી કદી કોઈને તેમના તરફથી દુઃખ થતું નહોતું. ગૃહસ્થપણામાં પણ તેમનું જીવન આદર્શ રૂપ અને અનુકરણીય હતું.
(૧૧) નાનપણથી સત્યની ખોજ રહેતી
સ્થાનકવાસી સંપ્રદાયમાંથી એટલું જાણવા મળ્યું હતું કે નવતત્ત્વનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે, તેથી નવ તત્ત્વનું સ્વરૂપ સમજવાની-જાણવાની પહેલેથી જ ઉત્કંઠા રહેતી અને તે બાબતે ઉપાશ્રયના સાધુ મહારાજને પૂછતા; તેમણે કહ્યું કે, “લાલ!” તારે જે જોઈએ છીએ તે સળંગ ક્યાંય કોઈ આગમમાં નથી, છૂટક છૂટક છે;” બસ ત્યારથી અંદરથી તે આગમો પ્રત્યે મન ઊઠી ગયું, ચોકડો લાગી ગયો. પછી જ્યારે પૂ. ગુરુદેવશ્રીનો પરિચય થયો, શ્રી સમયસારજી શાસ્ત્ર હાથમાં આવ્યું તેમાં ૧૩ નંબરની ગાથા વાંચી તો ત્યાંથી જાણવા મળ્યું કે ભૂતાર્થનયથી નવતત્ત્વને જાણતાં નિયમથી સમ્યક દર્શન થાય છે. આ વાક્ય પર અંદરથી બહુ જ મંથન ચાલતું, પછી સ્વયંથી જ
ભૂતાર્થનયનો ખુલાસો આવ્યો. માત્ર ૨૧ વર્ષની ઉંમરે શ્રીમદ્ રાજચંદ્રજીનું પુસ્તક હાથમાં આવ્યું અને તે વાંચતાં તેમને એમ લાગ્યું કે આ પુરુષને કંઈક જુદું જ કહેવું છે. પણ ત્યારે તેમના ખ્યાલમાં આવ્યું નહીં, આમ શ્રીમદ્જી તેમના પરોક્ષ ઉપકારી છે.
(૧૨) વિધિની ધન્યપણે જેતપુર આવવાનું થયું પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રથમ દર્શન સંવત ૧૯૯૬ માં જેતપુર થયા. પૂ. ભાઈશ્રી કોઈક
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com