________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૫ કામસર જેતપુર ગયેલા, તેઓશ્રી જ્યાં જતા ત્યાં તેમને સાધુ-સાધ્વીના દર્શન કરવાની ભાવના રહેતી; અને તે બાબતે પૃચ્છા કરતાં જાણવા મળ્યું કે સોનગઢના કાનજી મહારાજ અહીં આવ્યા છે, ત્યારે તેમને મનમાં એમ થયું કે “આપણું કામ થઈ ' ગયું ! પછી પૂ. ભાઈશ્રી પૂ. ગુરુદેવશ્રીનાં દર્શન કરવા તેમના ઉતારે ગયા...... બપોરનો ટાઈમ હતો, પૂ. ગુરુદેવશ્રી એકલા બેઠા હતા, પૂ. ભાઈશ્રીએ સ્થાનકવાસીની રીત મુજબ ઉઠબેસ પૂર્વક વંદના કરી. પછી પૂ. ગુરુદેવશ્રીએ પૂછ્યું, ભાઈ ! ક્યાંથી આવો છો? વેરાવળથી આવું છું. સારું. પછી થોડીકવાર પૂ. ગુરુદેવે ભાઈશ્રી સામે જોયું. પછી એમની મેળે મેળે બોલવા લાગ્યા કે આ વાત ઊંચા પ્રકારની છે. કોઈ અંદરની વાતો છે, તમો જ્યારે સોનગઢ આવશો ને ત્યારે અંતરની વાત કરીશ. આ રીતે ગુરુ શિષ્યનું પ્રથમ મિલન થયું. પ્રથમ મુલાકાતમાં જ પૂ. ગુરુદેવશ્રીના જ્ઞાનમાં પૂર્વભવનું જાણે જ્ઞાન ન થયું હોય! તેમ આપણને લાગ્યા વિના રહેતું નથી.
(૧૩) વેરાવળથી કાયમ માટે રાજકોટ આવવાનું થયું
પૂ. ભાઈશ્રીને વેરાવળના હવા-પાણી શારીરિક પ્રકૃતિને માફક નહીં આવતાં, તેઓને અસ્થમાની તકલીફ થઈ અને તેના ઉપચાર માટે અવાર-નવાર રાજકોટ આવવાનું બનતું. વિદ્વાન-આત્માર્થી ડૉ. ચંદુભાઈ સાથે પરિચય થયેલો. પૂ. ગુરુદેવશ્રી રાજકોટ પધાર્યા ત્યારે સંવત ૧૯૯૯ માં ભવાન્તકારી મંગલ પ્રવચનપ્રસાદીનું પાન કર્યું. પૂ. ગુરુદેવશ્રીની દેશનામાં આવ્યું “શુભભાવ તે તો કષાયની મંદતા છે. દુઃખનું કારણ છે.” એ વાત સાંભળી ગંભીર વ્યક્તિત્વધારી પૂ. ભાઈશ્રીને ચોટ લાગી. અરે ! આ શું કહે છે? જેને આપણે ધર્મનું કારણ માનીએ છીએ તેને તો ગુરુદેવ કષાયની મંદતા કહે છે!! આ મંગલ દિવસથી અંદરથી સાંપ્રદાયિક્તાનો અંચળો દૂર થવા લાગ્યો. ઋજુ હૃદયમાં “શુભભાવ એ કષાયની મંદતા છે” એ પડઘા પડવા લાગ્યા. અંદરથી તાલાવેલી થવા લાગી, જિજ્ઞાસા વૃદ્ધિગત થઈ અને સતત ઝંખના થતી કે “મારે જૈન ધર્મનો અભ્યાસ કરવો છે.”
(૧૪) ૪૦ (ચાલિશ) વર્ષે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ શરૂ કર્યો
અનેક સિતારા મધ્યે ચાંદ તો વ્યતિરેક જ દેખાય છે. તેમ આપશ્રીની તત્ત્વજ્ઞાનની તૃષા રગેરગમાંથી ઊઠતી અને લૌકિક માન છોડી નિર્માનીપણે અડગ નિશ્ચયપૂર્વક દિગમ્બર ધર્મનું પાયાનું પ્રાથમિક શિક્ષણ જેવું કે દ્રવ્ય-ગુણ-પર્યાય, નિશ્ચય-વ્યવહાર, અકર્તા-કર્તા, નિમિત્ત-ઉપાદાન, અનેકાંત, સ્યાદ્વાદ, નય-નિક્ષેપ-પ્રમાણ વગેરે જૈનધર્મના મૂળભૂત સિદ્ધાંતોને સમજયા.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com