________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૨૧
ખરેખર એને બાધક છે. આવી વાત પંચાધ્યાયી ગાથા ૬૪૫ થી ૬૪૮ માં ટીકાકારે ટીકા કરી છે. શંકા પણ ઊંચા પ્રકારની છે. શંકાકાર શંકા કરે છે. અનુભવનો કાળ પાકે છે-લક્ષ થવાનો કાળ પાકે, અનુભવનો કાળ નજીક આવે ને ત્યારે ઘણા ભવ તો એને હોય નહીં. નિકટભવી જીવો હોય એને સ્વભાવના વિચારો આવ્યા જ કરે.... આવ્યા જ કરે. સ્વભાવના વિચારો આવે.
પંચાધ્યાયીમાં શંકાકાર કહે છે જે વ્યવહારનયનું અવલંબન કરે છે એ જીવ સામાન્ય રીતે મિથ્યાદષ્ટિ છે. વ્યવહારના પક્ષવાળો તો મિથ્યાદષ્ટિ છે જ, પણ જે નિશ્ચયનયનું અવલંબન કરે છે-એટલે નિશ્ચયનયના વિકલ્પનું અવલંબન કરે છે એ શુદ્ધ આત્માનું અવલંબન નથી કરતો હજુ. નિશ્ચયનયનું અવલંબન કરે છે એટલે કે નિશ્ચયનયના વિકલ્પનું અવલંબન કરે છે એટલે કે વિકલ્પને હજુ છોડતો નથી. એ નય વિકલ્પાત્મક છે હજુ. નિશ્ચયનય પણ વિકલ્પાત્મકનય છે. વ્યવહારનય પણ વિકલ્પાત્મકનય છે.
એવી જ રીતે નિશ્ચયનયનું અવલંબન કરે છે તે મિથ્યાદષ્ટિ કેમ હોય ? વ્યવહારનયના વિકલ્પનું અવલંબન કરે છે એ તો મિથ્યા દષ્ટિ બરોબર છે. એવી જ રીતે નિશ્ચયનયનું અવલંબન કરે છે તે મિથ્યાદષ્ટિ કેમ હોય ? શિષ્યનો પ્રશ્ન હું શુદ્ધ છું, એક છું, અભેદ છું, સામાન્ય છું, ટંકોત્કીર્ણ છું એવો વિકલ્પ જે આવે છે, એને તમે મિથ્યાદષ્ટિ કેમ કહો છો ?
હું મનુષ્ય છું, કર્મથી બંધાયેલો છું, પુણ્ય-પાપવાળો છું, પુણ્ય-પાપનો હું કર્તા છું એવા વ્યવહારનયના પક્ષવાળાને તમે મિથ્યાદષ્ટિ કહો એ તો મને મંજુર છે. પણ એ ઉપરાંત તમે આગળ જઈને વાત કરો છો કે નિશ્ચયનયના પક્ષવાળો એટલે કે નિશ્ચયનયનો વિકલ્પ આવે છે ‘હું શુદ્ધ છું, એક છું, અભેદ છું, સામાન્ય છું, અકર્તા છું, એવો જે નિશ્ચયનય એનો વિકલ્પ એનું અવલંબન કરાવવા વાળો, આત્માનું અવલંબન તો લેતો નથી હજુ, નિશ્ચયનયના વિષય સુધી પહોંચ્યો નથી, પણ નિશ્ચયનયનો વિકલ્પ ઉત્પન્ન કરે છે, તેનો વિકલ્પ તો સાચો છે! હું શુદ્ધ છું એ વિકલ્પ તો સાચો છે? પણ ઈ. વિકલ્પ સાચો છે ને? એમાં જ્ઞાન સાચું ક્યાં થયું ? (શ્રોતા- બરોબર )
ભાઈ ! આ કજિયો કરવાની વાત નથી. જિયો કરમા. પણ હું તને પૂછું છું કે: હું શુદ્ધ છું, અભેદ છું, એક છું. તું શું કરે છે? તો કહે વિકલ્પ કરું છું ટંકોત્કીર્ણ છું એનું જ્ઞાન કરું છું! ! તેં જ્ઞાનથી જ્ઞાન કર્યું છે કે પછી માનસિક જ્ઞાનથી જ જાણે છે? કે: માનસિક જ્ઞાનથી જ જાણું છું ને ઈ..... વિકલ્પ તો મારો સાચો છે! તો પછી મિથ્યાદષ્ટિ કેવી રીતે ? જેવું સ્વરૂપ છે એવા વિકલ્પ દ્વારા વિચાર કરે છે. જેવું સ્વરૂપ નથી એવો વિકલ્પ કરે એ તો મિથ્યાદષ્ટિ પ્યોર છે એમાં કાંઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com