________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૨૦
સ્વભાવથી જો, તેને પણ નિશ્ચયનયથી નહીં, સ્વભાવથી જોતાં નયના વિકલ્પ છૂટી જાય છે, છોડતો નથી, છોડે તો કર્તા થઈ જાય, સહજ છૂટી જાય છે. આત્માની સન્મુખ જ્ઞાન થાય છે તો કોઈ વિકલ્પ રહેતો નથી સહજ છૂટી જાય છે.
નિશ્ચયના પક્ષથી નિર્ણય થાય છે, પરંતુ પ્રમાણના પક્ષથી તો નિર્ણય પણ થતો નથી, પ્રમાણના પક્ષમાં જે ઊભો છે એને તો સ્વભાવનો નિર્ણય થતો નથી. પ્રમાણ કહો કે–વ્યવહા૨ કહો, પ્રમાણ પૂજ્ય નથી પણ પ્રમાણજ્ઞાનમાંથી એને વ્યવહારનો નિષેધ કરીને એ એ નિશ્ચયનયના પક્ષમાં આવે છે. વિધિ-નિષેધ કરીને તે નિશ્ચયનયના પક્ષમાં આવવાથી નિર્ણય થાય છે નિશ્ચયના પક્ષથી અનુભવ ન થાય, પણ નિર્ણય સાચો થાય.
આત્મા અકર્તા છે, કેવળ જ્ઞાતા છે, ચિત્ કર્તા ને કચિત્ જ્ઞાતા એવું આત્માનું સ્વરૂપ નથી નિશ્ચયનયથી નિર્ણય થાય, જેવો આત્માનો સ્વભાવ છે એવો નિશ્ચયનયથી નિર્ણય થાય છે. પણ અનુભવ થતો નથી. અહીંઆ તો અનુભવથી ધરમની શરૂઆત થાય છે. કોઈ ક્રિયાકાંડથી શુભભાવ ઝાઝો કરે, મંદિરો બંધાવે, પ્રતિષ્ઠા કરે, તેમાં પાંચ દસ લાખ ખર્ચે તો ધરમ થાય ? અનુભવ તો અતીન્દ્રિય જ્ઞાનની પર્યાયમાં થાય. ૫ર દ્રવ્યના આશ્રયે એને શુભભાવ આવે છે, અને શુભભાવ વખતે પાંચ લાખ, દસ લાખ ખર્ચે તો ધરમ થાય એવું છે નહીં. એવું હોય? હોતો હો! દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિનો શુભરાગ આવે છે, પણ એનો કર્તા આત્મા નથી. એ તો સહજ થાય છે. એને કોણ કરે ? બધું થવા યોગ્ય થાય છે, અને જાણનારો જણાય છે' એમાં અનુભવ થઈ જાય છે. બધું થવા યોગ્ય થયા કરે છે, અને જાણનારો જણાય છે એમાં અનુભવ થાય છે. હું આમ કરું છું તો થાય છે એમ નહીં.
નિશ્ચયના પક્ષથી નિર્ણય થાય છે પણ અનુભવ થતો નથી. તેથી નિશ્ચયનો પક્ષ છોડી સ્વભાવથી જોતાં, અનુભવ થાય છે. તારા સ્વભાવથી જો ને! તારે નયનું શું કામ છે હવે ? શ્રી સમયસાર નાટકમાં કહ્યું છે કે, સમયસાર નાટક બનારસીદાસે બનાવ્યું છે. “ જેઉ જહાઁ સાધક હૈ તેઉ તાઁ બાધક હૈ. ” નિશ્ચયનયથી જ્ઞાતા છું, નિશ્ચયનયથી અકર્તાઅભોક્તા છું, એવા જે નયોના વિકલ્પ છે એ બધા બાધક છે. જેને સાધન કહેવાય એ તો બાધક છે. એને પ્રાથમિક ભૂમિકામાં સાધન કહેવાય પણ એનાથી અનુભવ થતો નથી. આ બનારસીદાસનું વાક્ય છે. ‘ જેઉ જહાઁ સાધક હોય તેઉ તહાઁ બાધક હૈ.’
જયસેન આચાર્ય ભગવાનની ટીકામાં એવું બહુ આવે. વ્યવહાર સાધક છે–વ્યવહા૨ સાધન છે, વ્યવહાર સાધન છે, વ્યવહાર સાધન છે. જેને સાધન અથવા સાધક કહ્યું એ તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com