________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૧૮ એટલે નયનવિકલ્પની કર્તા બુદ્ધિ કેમ છૂટે અને પછી નયોનો જ્ઞાતા કેમ થાય? આ એક પ્રશ્ન છે, એનો ખુલાસો કે દ્રવ્ય સ્વભાવને તું સ્વભાવથી જો. દ્રવ્યને નિશ્ચયનયથી ન જો.
દ્રવ્યસ્વભાવમાં આવતાં “હું નિશ્ચયનયે શુદ્ધ જ છું;' –નિશ્ચયનયે શુદ્ધ છું એમ હવે ન જો, સ્વભાવથી જ શુદ્ધ છું એમ જો, તારી વિચારધારા બદલી નાખ, નિશ્ચયથી શુદ્ધ છું એમ પ્રથમ ભૂમિકામાં તે લીધું પણ હવે જો નિશ્ચયનયથી હું શુદ્ધ છું તો વ્યવહારનયે હું અશુદ્ધ છું એમ આવી જશે. નિશ્ચયનયે જીવ અકર્તા છે, પરંતુ નય છે એ સાપેક્ષ છે. નિશ્ચયનયથી જુઓ તો કહ્યા વગર વ્યવહારનય ઊભી થયા વગર રહે નહીં. નિશ્ચયનયે જો અકર્તા છું તો વ્યવહારનય કર્તા છું એમ આવી ગયું એટલે જીવ કર્તામાં આવી ગયો.
સાહેબ! હું આત્માને કર્તા ક્યાં માનું છું! કે તું કર્તા માની રહ્યો છો. કેમ? અમને તમે કેવી રીતે પકડ્યા! અમે વ્યવહાર કર્તા એમ બોલતાએ નથી, મૌન રહીએ છીએ. નિશ્ચયનયે અકર્તા છું, નિશ્ચયનયે અકર્તા છું, એમ હું કહું છું અને તમે એમ કહો છો કે તમારી કર્તા બુદ્ધિ છે. હું નિશ્ચયનય કર્યા છે તેમ બોલ્યો નથી, વ્યવહારનય કર્તા છું તેમ બોલ્યો નથી, નિશ્ચયનયે અકર્તા એમાં શું આટલો મોટો ગુનો કર્યો? હા ! તેં ઈ ગુનો કર્યો (શ્રોતા:- તને સાપેક્ષનો અર્થ ન સમજાણો.) નિશ્ચયનયે અકર્તા છે એમાં કહ્યા વગર વ્યવહારનયે કર્તા છું એવી તારી બુદ્ધિ રહી ગઈ. વ્યવહારનયે જ્ઞાતા છું તેમ ન આવ્યું. ભાષામાં પણ ન આવ્યું. ભાવ તો હજુ પછી પ્રથમ ભાષા બદલવી જોઈએ.
આત્મા એના દ્રવ્યના સ્વભાવથી અનાદિ અનંત અકારક અવેદક છે. કોઈ પણ કાળે કોઈનો આત્મા કદી પણ કોઈ પરિણામનો કર્તા બની શકતો નથી, અશક્ય છે. અજ્ઞાન અવસ્થામાં આસ્રવ બંધનો કર્તા થતો નથી, સાધક અવસ્થામાં સંવર-નિર્જરાનો કર્તા થતો નથી. મોક્ષ અવસ્થામાં મોક્ષની પર્યાયનો કર્તા થતો નથી. ત્રણેય કાળે અકર્તા જ છે. કઈ નયે અકર્તા છે? કહે! સ્વભાવથી જ અકર્તા છે. બોલો કઈ નયથી અકર્તા છે?
ઉત્તર- “સ્વભાવથી જ અકર્તા છું' આહાહા ! સ્વભાવથી જ અકર્તા છે. નિશ્ચયનયે હું શુદ્ધ છું' તો વ્યવહારનયે હું અશુદ્ધ છું એમ આવી ગયું. એમાં અનુભવ ન થાય, તો હવે શું કરવું? કે તું સ્વભાવથી જ જો. હું તો સ્વભાવથી જ શુદ્ધ છું અનાદિ અનંત હોં! નયથી શુદ્ધ છું એમ નથી. મારા સ્વભાવથી જ અનાદિ અનંત આત્મા શુદ્ધ રહેલો છે. અનાદિ અનંત હોં! સમ્યગ્દર્શન થાય પછી આત્મા શુદ્ધ થાય એમ નહી. મિથ્યાદર્શન અવસ્થામાં પણ આત્મા શુદ્ધ રહેલો છે અને શુદ્ધ રહેવાનો છે. સ્વભાવથી જ શુદ્ધ છે એમ કહે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com