________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૧૭
આત્માના અનુભવ વિના ધર્મની શરૂઆત ત્રણ કાળમાં કદી થતી નથી, આ એક નિયમ છે.
ધર્મ જેણે કરવો હોય એણે ધર્મીનું અવલંબન લેતાં વિકલ્પ માત્રનો સર્વથા અભાવ થઈ જાય છે. વિકલ્પની સાથે એકત્વબુદ્ધિ તૂટી જાય છે, અને નવું જ્ઞાન પ્રકટ થાય પછી સવિકલ્પદશામાં નયોનો જ્ઞાતા થાય, પણ નયોના વિકલ્પનો કર્તા ન થાય. નયો ઉત્પન્ન થશે પછી પણ એ જ્ઞાનના શેયમાં રહેશે. પણ હવે કર્તાના કર્મ તરીકે નહીં બને. જ્યાં સુધી અનુભવ નથી ત્યાં સુધી આત્મા એનો કર્તા થાય છે. અને નયના વિકલ્પો એનું કર્મ બને છે, એવી કર્તાકર્મની પ્રવૃત્તિ જીવને અનાદિકાળથી છે.
શ્રોતાઃ- અનુભવ થયાં પહેલાં નયજ્ઞાન હોય તે સાચું હોય ને?
ઉત્ત૨:- નય જ્ઞાન ખોટું હોય. સાચું ન હોય કેમકે નયના વિકલ્પને પોતે કર્મ બનાવ્યું છે. અને જ્ઞાન તો ઉદય થયું નથી. પણ જે નયજ્ઞાન છે ને! નયજ્ઞાન પહેલાં હોય, પરંતુ અનુભવ પહેલાં એ નયોનો જ્ઞાતા નથી પણ નયના વિકલ્પનો કર્તા રહી જાય છે. ઈ.... કર્તાબુદ્ધિ છૂટે અને વિકલ્પ કર્મ ન બને, આત્મજ્ઞાન કર્મ થાય ત્યારે આત્માનું જ્ઞાન કર્તાનું કર્મ થાય એટલે સવિકલ્પ દશામાં બે નયોના વિકલ્પ છે, એ વ્યવહારે જ્ઞાનનું શેય બની જાય છે. જ્ઞાનીને વિકલ્પ ઊઠે, બે નયથી શાસ્ત્ર લખે પણ એની કર્તાબુદ્ધિ એમાં નથી. ઈ.... એનો જ્ઞાતા છે. આટલી ભૂમિકા બાંધી.
એક બહેને એમ કહ્યું કે આ નયજ્ઞાન છે તે સમજાતું નથી. નય એટલે શું? આખું ને આખું ચાલ્યું જાય અને ખબર ન પડે. આટલી ભૂમિકા સુધી આવ્યો અને બધાને નયનું જ્ઞાન તો હોય ! એટલે નયની વાત શું કરવી? એમ કરીને આપણે આગળ વધતા હતા એટલે ચોખવટ કરી કે નય કોને કહેવાય.
બીજો પ્રશ્ન એ છે કે નયના વિકલ્પની કર્તાબુદ્ધિ કેમ છૂટે ? નયો (તો) ઉત્પન્ન થાય છે. નય છે એ રાગ છે. વિકલ્પ છે, એ ખંડજ્ઞાન છે, એની કર્તાબુદ્ધિ કેમ છૂટે અને પછી નયોનો જ્ઞાતા કેમ થાય ? એની કર્તાબુદ્ધિ છૂટે તો જ્ઞાતા થાય ને ? કર્તા રહે અને એનો જ્ઞાતા પણ રહે; એમ બને જ નહીં. રાગનો હું કર્તા છું ને રાગનો હું જ્ઞાતા છું એમ ન બને, એક મ્યાનમાં બે તલવાર ન રહે. રાગ રહી જાય, નય રહી જાય; પણ નયના વિકલ્પો ઊઠતા હતા એની કર્તાબુદ્ધિ છૂટી જાય, હું કર્તા છું એવો પક્ષ છૂટી જાય અને આત્મજ્ઞાન પ્રગટ થાય. પછી જે નયો ઊભી થાય તો તેને હવે આ મારું કર્મ છે અને કરવા જેવું એમ ન થાય, પણ એનો જ્ઞાતા થઈ જાય છે. જ્ઞાયકનો જ્ઞાતા થાય ને ત્યારે બે નયનો જ્ઞાતા કહેવામાં આવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com