________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૧૬ અભાવ અર્થાત્ દ્રવ્ય સામાન્ય એ હું છું એવો વિચાર આવે એવા વિકલ્પનું નામ નિશ્ચયનય છે. અને આ પર્યાય છે (તેમાં) ઉત્પાદ-વ્યય થાય છે. પરિણામ છે જે -દશા છે-હાલત છે, એને જાણવાનો જ્ઞાનનો અંશ જે પ્રકટ થાય છે એ વ્યવહાર ન કહેવામાં આવે છે. આમ વસ્તુ પણ સામાન્ય વિશેષાત્મક છે. અને વસ્તુને જાણવાના સાધન પણ બે નય છે. બે નય દ્વારા વસ્તુનો નિર્ણય થઈ શકે છે. એને નયજ્ઞાન વિકલ્પ કહેવામાં આવે છે. પરંતુ નયજ્ઞાન તત્ત્વ પણ આસ્રવ તત્ત્વ છે, એમાં આકુળતા ઉત્પન્ન થાય છે. એમાં સમ્યગ્દર્શન થતું નથી. એમાં આનંદ આવતો નથી, પણ એ સમ્યગ્દર્શન જેને થવાનું હોય તેને એની પૂર્વભૂમિકામાં અભ્યાસક્રમમાં આ બે ન દ્વારા વિચાર કરવાનો પ્રયોગ આવે એને માનસિક જ્ઞાનમાં અને તેમાં આકુળતા થાય છે, પરંતુ અનુભવ થતો નથી એટલે આનંદ આવતો નથી. આ બે નયોના પક્ષ સુધી જીવ અનંતવાર આવ્યો છે. આ કોઈ નવી ચીજ નથી.
કોઈને એમ લાગે કે બે નયનું મને જ્ઞાન થઈ ગયું છે. એવું અભિમાન કોઈને થાય તો એ જ્ઞાન આત્માનું નથી. એ તો રાગનું જ્ઞાન થયું. એને નયોના-વિકલ્પને રાગ કહેવામાં આવે છે. એ રાગને જાણતાં, આત્માનો અનુભવ આવતો નથી. પણ અનુભવનો કાળ આવે ત્યારે બે નયોના વિકલ્પ છૂટી જાય છે. બે નયોના વિકલ્પ છૂટીને પ્રત્યક્ષ અનુભવ થાય છે. નયજ્ઞાન છે તે પરોક્ષ જ્ઞાન છે. અનુભવજ્ઞાન-અતીન્દ્રિયજ્ઞાન છે તે પ્રત્યક્ષ છે. નયજ્ઞાન છે તે ઈન્દ્રિયજ્ઞાન છે. એનાથી જુદું અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થાય છે. એમાં આત્માનો અનુભવ કેમ થાય? નયોના વિકલ્પ કેમ છૂટે? એનો પ્રકાર આ પુસ્તિકામાં લેવામાં આવ્યો છે.
ઓછામાં ઓછું એટલું તો ખ્યાલમાં હોવું જરૂરી છે કે નય કોને કહેવાય? નયનો વિષય શું? નિશ્ચયનયનો વિષય શું? એટલું તો ઓછામાં ઓછું જ્ઞાન એને હોવું જોઈએ. અને ન હોય તો સમજી લેવું. આ એનાથી આગળની વાત ચાલે છે.
- જ્યારે પહેલી ચોપડીમાં બેઠા હોઈએ ત્યારે બધું આવે. હવે બીજા કલાસમાં જાય અને પછી પહેલી ચોપડીનો અર્થ પૂછે કે સાહેબ આનો અર્થ શું? તો સાહેબ કહે આને પહેલા કલાસમાં મોકલી (ધો) દો. અહીં તો બીજા કલાસની વાત ચાલે છે. અને પહેલા કલાસની જો વાત કરે તો પછી બીજા કલાસની વાત ક્યારે કરશે? એવી આ એક વાત છે.
નયજ્ઞાન સુધી આવી ગયો. અગિયાર અંગ ભણ્યો તો નય તો બધી સમજી ગયો છે. એને નયજ્ઞાન છે પણ એને આત્મજ્ઞાન નથી. નયજ્ઞાન સંસાર છે આત્મજ્ઞાન મોક્ષનું કારણ છે. ભણવામાં નય જ્ઞાન આવડી જાય કે ધારણામાં આવી જાય એમાં કાંઈ આત્માનો અનુભવ ન થાય. અને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com