________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૧૫
ચર્ચા નં-૨ જામનગર
તા. ૧૪-૯-૯૧
શ્રી જ્ઞાયકભાવાય નમ: અત્યારે આપણો વિષય ચાલે છે- દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ. દ્રવ્યને જાણનારી એક નય છે, અને પર્યાયને જાણનારી એક નય છે. નયનો અર્થ એવો છે; શ્રુતજ્ઞાનના અંશને, ભેદને, વિકલ્પને નય કહેવામાં આવે છે. નય એટલે જ્ઞાનનો અંશ. જે જ્ઞાન પોતાના ત્રિકાળી દ્રવ્યને વિષય કરીને જાણે કે આ શુદ્ધાત્મા છે તે (જ્ઞાન) નું નામ નિશ્ચયનય છે. નિશ્ચયનય એટલે જ્ઞાનનો અંશ કે જેનો વિષય શુદ્ધાત્મા છે.
“હું શુદ્ધાત્મા છું', “હું શુદ્ધ આત્મા છું', તેમાં અનુભવ ન થાય. હું શુદ્ધ આત્મા છું તેવો એક વિકલ્પ છે. વિકલ્પ એટલે જ્ઞાનનો અંશ એને નય કહેવામાં આવે છે. આ નય દ્વારા વસ્તુનો નિર્ણય થઈ શકે છે. પરંતુ નય દ્વારા વિકલ્પ દ્વારા અનુભવ થતો નથી.
એવી એક નય જે દ્રવ્યને જાણનાર જ્ઞાનનો અંશ એનું નામ નિશ્ચયનય છે. નિશ્ચયનય સ્વઆશ્રિત છે. અને જે પરિણામ થાય છે સમયે-સમયે એને જાણનારી જ્ઞાનની એક પર્યાય અને વ્યવહાર નય કહેવામાં આવે છે. કેમ કે એ ભેદ છે. પર્યાયને, ભેદને જાણે જે જ્ઞાન એનું નામ વ્યવહારનય છે. અભેદને જાણે તેનું નામ નિશ્ચયનય છે. આવા એક આત્મા વિષે બે નયોના બે વિકલ્પો ઉત્પન્ન થાય છે.
પ્રથમ ભૂમિકામાં સમજવા માટે, એ જેમ તેમ સમજતો હેય, ગરબડ કરતો હોય એને યથાર્થ જેવું સ્વરૂપ છે તેવું અને પહેલાં એના માનસિક જ્ઞાનમાં આવે છે. અનુભવ પહેલા એને નય દ્વારા નિર્ણય થાય છે. હવે એ ન દ્વારા નિર્ણય કર્યા પછી પણ એને આત્માનો અનુભવ કેમ થતો નથી! અહીંયાં સુધી આવ્યા છતાં પણ અનુભવ કેમ થતો નથી !! અને એ અનુભવ કેમ થાય, અને નયોના વિકલ્પ કેમ છૂટી જાય એ વાત ચાલે છે.
નયોના વિકલ્પ પણ દુ:ખદાયક પરિણામ છે. એ નયજ્ઞાન પણ આસ્રવ તત્વ છે, સંવર તત્ત્વ નથી. નયજ્ઞાન તે સંવર નથી, વિકલ્પ છે ને? ખંડજ્ઞાન છે ને?
શું કહ્યું? વસ્તુ પોતે બે પડખાંવાળી છે. દ્રવ્ય ને પર્યાય ( રૂપ) વસ્તુ છે. એક ટકતો ભાવ અને એક ટળતો ભાવ. એક ધ્રુવભાવ અને એક ઉત્પાદ વ્યય ભાવ (તેવા) બે ભાવ છે. એક સામાન્ય અને એક વિશેષ.
(આત્માને) આને સામાન્ય કહેવાય. સામાન્ય એટલે અનંતગુણથી અભેદ જેમાં પર્યાયનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com