________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૧૩ જાય છે. નય સાપેક્ષ છે એ પ્રમાણને સિદ્ધ કરે છે. એમ છે ને કે ગુરુદેવના પ્રતાપે આટલો અભ્યાસ જીવો કરવા માંડ્યા. આટલું સાંભળે તો છે, બાકી આ ક્યાં હતું? અંધારું હતું, કાંઈ હતું નહીં. બધા ક્રિયાકાંડમાં મગ્ન હતા.
આત્મા શું ? આત્મા ફેકટરી ચલાવે છે કે નથી ચલાવતો એ ક્યાં કોઈને ખબર હતી. અમે ફેકટરી ચલાવીએ છીએ એમ હતું પહેલાં. ફેકટરી ચાલે છે. કોઈ ચલાવતું નથી. ફેકટરી હું ચલાવતો નથી, પણ ફેકટરીને હું જાણું છું. આશિષ ! તું ફેકટરીને જાણે છે કે નથી જાણતો? (શ્રોતા-નથી જાણતો) આત્માનું જ્ઞાન આત્માને જાણે અને ઇન્દ્રિયજ્ઞાન ફેકટરીને જાણે. ફેકટરીને હું જાણતો એ નથી તો પછી ફેકટરી મારી તે વાત ક્યાંથી આવી? આવી ક્યાંથી વાત આ? આ બીજો બોલ જરા કઠણ પડ છે. ફેકટરી મારી નથી ઈ તો હા પાડે, પણ ફેકટરીને હું જાણતો નથી? આ શું વાત કરો છો? ફેકટરીને ફેકટરી રૂપે જાણું. ચાલે છે એમ નથી જાણતો. ફેકટરી છે એમ જાણું છું બોલો! હું જાણું છું એમ ! હુંપણું ક્યાંથી સ્થાપ્યું? ઈન્દ્રિયજ્ઞાનમાં સ્થાપ્યું હુંપણું જ્ઞાયકમાં તો આવું નહીં, પછી અનુભવ ક્યાંથી થાય. ઈન્દ્રિયજ્ઞાન સાથે એકતા થઈ ગઈ જ્ઞય જ્ઞાયક સંકરદોષ થઈ ગયો.
પ્રશ્ન:- કેવળજ્ઞાન સવિકલ્પ છે?
ઉત્તર:- સવિકલ્પ છે. સવિકલ્પનો અર્થ રાગ વિષે વાત નથી. સવિકલ્પનો અર્થ ભેદભેદને જ્ઞાન જાણે છે. પોતાના અભેદને જાણે અને અનંતગુણ છે જે ભેદરૂપ, અતભાવરૂપ એમાં પણ એક ગુણમાં બીજા ગુણની નાસ્તિ છે એ રીતે જાણે, તેમાં અંદરમાં ખીચડો થતો નથી. એ જ્ઞાનની તાકાત છે. જ્ઞાનને જ્ઞાનરૂપ જાણે, દર્શનને દર્શનરૂપ જાણે, ચારિત્રને ચારિત્રરૂપ જાણે છે. એ અપેક્ષાએ તેને સવિકલ્પ કહેવામાં આવે છે. રાગ તેમાં નથી.
શ્રુતજ્ઞાનીને પણ રાગ નથી. સવિકલ્પ જાણે છે. જેવું છે તેવું જાણે છે. અનંતગુણને અનંતગુણરૂપ, અનંત પર્યાયને અનંત પર્યાયરૂપ, અનંતધર્મને, સાપેક્ષધર્મને, અનંતને અનંતરૂપ જાણે છે જ્ઞાન તેનો અર્થ સવિકલ્પ છે.
પ્રશ્ન:- જાણવામાં આવ્યું માટે ઇન્દ્રિયજ્ઞાન અશુદ્ધ છે?
અતીન્દ્રિય જ્ઞાન કથંચિત્ ભિન્ન છે અને કથંચિત્ અભિન્ન છે. ઈન્દ્રિયજ્ઞાન સર્વથા ભિન્ન છે. અને અતીન્દ્રિયજ્ઞાન ભિન્ન અને કથંચિત્ અભિન્ન છે. આનો શું અર્થ છે?
ઉત્તર- ઇન્દ્રિયજ્ઞાન સર્વથા ભિન્ન છે એ વાત બેસે છે? (શ્રોતા-હા) કેમ કે ઇન્દ્રિયજ્ઞાન પરાશ્રિત છે. તે આત્માનો સ્વભાવ નથી અને સામાન્યનું વિશેષ પણ નથી. માટે સર્વથા ભિન્ન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com