________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૧૧
એમાં એક્દમ હલ્લો આવ્યો. કહે કે જ્ઞાન સ્વપર પ્રકાશક છે એમાં તમે પર પ્રકાશકને ઉડાડો છો સમજી ગયા ભાઈ! કોઈ ઉડાડતું નથી, અને કોઈ સ્થાપતું એ નથી. સ્વપર પ્રકાશક માં (તેનું સ્વરૂપ ) જેમ છે તેમ જાણ.
સ્વપરપ્રકાશકમાં જેમ દર્પણ છે એમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે. એનું દળ પણ એની સ્વચ્છ પર્યાયમાં જણાય છે. અને એ અગ્નિ, કોલસા આદિ જે કંઈ હોય એ પણ એમાં પ્રતિભાસ થાય છે. અગ્નિ અગ્નિમાં છે. દર્પણ દર્પણમાં છે. પણ એનો પ્રતિભાસ થાય છે. સ્વચ્છતામાં તે (પદાર્થો) ઝલકે છે- પ્રતિબિંબિત થાય છે. સમજી ગયા. એમ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ ભવી હો કે અભવી હો! સમ્યગ્દષ્ટિ હો કે મિથ્યાદષ્ટિ હો કે પરમાત્મા હો ! બધાની પર્યાયનો સ્વભાવ સ્વપરનો પ્રતિભાસ થવાની વિવિક્ષાથી સ્વપર પ્રકાશક છે. પણ સ્વપર બન્નેનું લક્ષ કરીને જાણે એવો કોઈ જ્ઞાનનો સ્વભાવ નથી.
આપણે કેવળીને નીચે ઉતારીએ.
પ્રશ્ન:- કેઃ પ્રભુ! આપ આત્માને તો જાણો છો લક્ષપૂર્વક, આશ્રયપૂર્વક, અને લોકાલોકને પણ આપ જાણો છો ને?
ઉત૨:- જાણો છો એ વાત કાઢી નાખ, જણાય છે એમ રાખ.
અમે બન્નેને લક્ષ કરીને જાણતા નથી. આહાહા! અમે લોકાલોકને જાણતા નથી.
કેમ કે અમારું લક્ષ બહિર્મુખ નથી. બહિર્મુખ (જ્ઞાન) તો વયું ગયું ( અભાવ થયો ) છે. તારા બહિર્મુખ ઈન્દ્રિયજ્ઞાનથી અમારા પર આરોપ કરી રહ્યો છો. તારો અનુભવ એવો છે કે આમ.... આમ કરે.... (૫૨ સન્મુખ ) ત્યારે જણાય, અમારે આમ... આમ કરવું પડે નહિ. માટે અમે એને લક્ષપૂર્વક જાણતા નથી. પણ લક્ષ વગ૨ એ જણાઈ છે. આવું સ્વપ૨પ્રકાશક જ્ઞાનનું સ્વરૂપ અંદરનું રહેલું છે. (“ સકળ જ્ઞેય-જ્ઞાયક તદપિ નિજાનંદ રસ લીન.”) લોકાલોકનો પ્રતિભાસ થાય છે પણ લોકાલોકનું લક્ષ એને નથી. પરંતુ પ્રતિભાસની અપેક્ષાએ એને જાણે છે એમ ઉપચારથી કહેવામાં આવે છે. એને અસદ્ભૂત વ્યવહારમાં નાખ્યું છે.
આત્માથી બાહ્ય પદાર્થો છે જે લોકાલોક એને જાણે છે એ અસદ્ભૂત વ્યવહાર કયો. અનેક વખત ગુરુદેવે કહ્યું, અનેકવખત હોં! કેવળી ભગવાન લોકાલોકને જાણે છે એ અસદ્ભૂત વ્યવહા૨ નયે. એ ખોટો વ્યવહાર છે. એને જાણતા નથી. છતાં પણ જણાઈ જાય છે એ વિવિક્ષાથી, એનો પ્રતિભાસ દેખીને એને જાણે છે એમ કહેવાય, કહેવાય જુદું અને માનવાનું જુદું છે. અંદર આ સ્વપ૨પ્રકાશકના નામે પણ પ્રમાણનો પક્ષ છે.
સ્વપર બન્ને પ્રતિભાસે છે તેને સ્વપર પ્રકાશક કહેવાય પણ બન્નેને (લક્ષપૂર્વક) એક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com