________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૧૦ વિકલ્પો ઉત્પન્ન થાય, પણ તે નયના વિકલ્પનો કર્તા બનતો નથી, પણ એ જ્ઞાતા થાય છે. ( એનો) જ્ઞાતા રહે છે એ પણ વ્યવહાર છે. પણ કર્તા નથી માટે એને જ્ઞાતા કહ્યો. - (શ્રોતા વ્યવહાર છે?) શું કહ્યું? ભેદનો જ્ઞાતા તો વ્યવહારે જ હોય ને ? બાકી આત્મા એ ભેદને જાણે છે એ વ્યવહારનયથી જાણે છે. નિશ્ચયનયથી નહીં.
હવે એ વ્યવહારનયથી જાણે છે એટલે શું? સાધક થયા પછી પર્યાયના ભેદોને જે બારમી ગાથામાં આવે છે કે “વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે” થોડી વીતરાગ દશા પ્રગટ થઈ, થોડો રાગ પણ અસ્થિરતાનો છે, થોડું દુઃખ પણ છે, થોડું અતીન્દ્રિય સુખ પણ (પ્રગટ) થયું છે એવા પર્યાયના ભેદોને જાણે છે. “વ્યવહારનયે જાણેલો પ્રયોજનવાન” બરાબર! પણ હવે સાધક વ્યવહારનયે ભેદને જાણે છે, એટલે શું? કોણ જાણે છે? એ પ્રશ્ન (most important) છે. વ્યવહારનયે ભેદને જાણે છે. નિશ્ચયનયે અભેદને જાણે છે.
નિશ્ચયનય સ્વાશ્રિત છે અને વ્યવહારનય પરાશ્રિત છે એવું આગમનું વચન છે. પણ વ્યવહારે જાણે છે કોણ? (કે સમ્યક ઇન્દ્રિયજ્ઞાન જાણે છે.) આત્મા એ જાણતો નથી અને આત્મા આશ્રિત પ્રગટેલું અતીન્દ્રિયજ્ઞાન એ પણ એને જાણતું નથી. સવિકલ્પ દશામાં કોઈ કોઈને કોઈ વખતે જાણેલો પ્રયોજનવાન છે.' એ એને ઈન્દ્રિયજ્ઞાન જાણે છે. મારું જ્ઞાન એને જાણતું નથી. મારું જ્ઞાન મને જાણે છે અને ઈન્દ્રિયજ્ઞાન પરને જાણે છે. આહાહા ! એ પર્યાયો પ્રગટ થાય છે એ મને પરદ્રવ્ય છે. અને આહાહા ! એ પર્યાયનો પ્રગટ થાય છે એ મને પરદ્રવ્ય છે અને પરદ્રવ્યને જાણવું મારો સ્વભાવ નથી. ભેદ એટલે પદ્રવ્ય.
- રમેશબાબુ જરા સૂક્ષ્મ વાત છે. એ હિંમતનગર આવ્યા હતા ત્યારે તો નહોતું બેઠું શરૂઆતમાં પછી એકદમ ખીલી ઉઠયા. સમજી ગયા આત્મા છે ને ? સામે શાસ્ત્ર છે. નય. નિક્ષેપ અને પ્રમાણથી વાત આવે પછી અનુભવથી વાત આવે એટલે એને ખ્યાલ તો આવી જાય ને !!
જુઓને એક પ્રશ્ન આવ્યો, “સ્વપર પ્રકાશક' અત્યારે એ મોટો પ્રશ્ન છે. નાનો નથી- અપર પ્રકાશક જ્ઞાનની પર્યાયનો સ્વભાવે છે. બરોબર? એ વાત સાચી છે. જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે એ વાત સાચી છે. હવે એ સ્વપરપ્રકાશક એટલે શું? સ્વપર બન્નેને લક્ષપૂર્વક જાણે છે કે એનો પ્રતિભાસ થાય છે અને સ્વપર પ્રકાશક કહ્યું? પણ એ જ્ઞાનની પર્યાયમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે એ અપેક્ષા એ એને સ્વપરપ્રકાશક જ્ઞાન કહ્યું પણ એ જ્ઞાનનો પર્યાય સ્વને પણ લક્ષપૂર્વક જાણે અને પરને પણ લક્ષપૂર્વક જાણે એવું સ્વપર પ્રકાશક જ્ઞાન છે નહીં.
સ્વપરપ્રકાશક, સ્વપરપ્રકાશક (માં) પરને જાણતો નથી ! જ્ઞાન પરને જાણતું નથી !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com