________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૦૯ વાત કરી છે. કલ આવ્યું હતું ને! બાળ-ગોપાળ સીને ભગવાન આત્મા અનુભવમાં આવે છે. એ તો નિશ્ચયનયથી અનુભવમાં આવે છે તેમ લખ્યું છે? મેં તો ક્યાંય વાંચ્યું નથી. સ્વભાવ છે એવો.
એ જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે આત્માને જાણ્યા જ કરે. ત્રિકાળ સ્વભાવ છે. (શ્રોતા-સદાકાળનો અર્થ શું?) સદાકાળ, ત્રિકાળ, અને સૌને બધાને એકેન્દ્રિય-બેઇન્દ્રિય બધાને. સદાકાળ અને સૌને, એક સમયનો આંતરો નથી, અને કોઈ જીવને બાદ રાખ્યો નહીં. ભવ્ય કે અભવ્ય બધાને ભગવાન આત્મા જણાયા જ કરે છે. જ્ઞાનમાં જણાય એ જ્ઞાનની પર્યાયનો ત્રિકાળ સ્વભાવ અને જ્ઞાયક એ જ્ઞાનમાં એના પોતાના જ્ઞાનમાં જણાયા જ કરે એ એનો ત્રિકાળ સ્વભાવ છે. કેમ કે જ્ઞાનમાં જ્ઞાનત્વ છે, અને જ્ઞાયકમાં શયત્વ છે–પ્રમેયત્વ છે, જાણે ને જણાય, જાણે ને જણાય એ ફંકશન ચાલુ છે. અનાદિ અનંત સ્વીકાર કરે તો સમ્યક દર્શન થઈ જાય.
- ગવ આ ગાથા બહુ લેતા હતા છેલ્લા છેલ્લા દસ વર્ષમાં સહેલામાં સહેલો ઉપાય છે કે જાણનાર જણાય છે.' એનો અર્થ એ છે કે ટૂંકમાં જાણનારો બધાને જણાય છે તું ? અહાહા ! અને એના સ્ટીકર બહાર પાડ્યા પછી છપાવીને અહીં જામનગર મોલ્યા હતા.
અહીં કોઈએ પૂછ્યું કે આ સ્ટીકર ક્યાંનું છે? તે ભાઈ કહે કે એ તો સર્વજ્ઞની પરંપરામાં આવેલું વાક્ય છે, કોઈ વ્યકિતનું વાક્ય નથી, વસ્તુનો સ્વભાવ જ એવો છે કે હું જાણનાર છું, કરનાર નથી. સ્વભાવથી છે. અને “ જાણનાર જણાય છે ખરેખર પર જણાતું નથી.' એ વસ્તુનો સ્વભાવ છે. એમાં નયના પ્રયોગની જરૂર નથી. આહાહા ! માટે અજ્ઞાનીએ પ્રાથમિક (ભૂમિકામાં) પ્રમાણ નયથી અભ્યાસ કર્યા પછી, દ્રવ્ય સ્વભાવને તેના સ્વભાવથી જ અને પર્યાય સ્વભાવને તેના સ્વભાવથી જ જોવાનો અભ્યાસ કરવો જોઈએ.
હવે નયના પ્રયોગને ગૌણ કરીને એના સ્વભાવથી જો એમ. નયોનો સહારો છોડી દેવો જોઈએ. નયોનો સહારો છોડીને એ આત્માના સહારામાં આવ્યો. આત્માની અધિકતામાં નયોના વિકલ્પ સમાવવા મંડી જાય છે. એટલે સ્વભાવગ્રાહી જ્ઞાનથી જ સ્વભાવનો અનુભવ થાય. નય સાપેક્ષથી અનુભવ ન થાય. પરંતુ અનુભવ થયા પછી પરસ્પર બે નયો સાપેક્ષ છે એવું જ્ઞાન જરૂર થાય. જ્ઞાની થઈ ગયો પછી બે નયનું જ્ઞાન બરોબર થાય. આ રીતે નયાતિક્રાંત થતાં નયનો જ્ઞાતા થાય છે. નયનો નહીં પણ નયોનો બહુવચન છે, જ્ઞાતા થઈ જાય છે.
(જ્ઞાનીને) પક્ષ નથી, અને એનો કર્તા એ નથી. શું કહ્યું? અનુભવ થયો પછી બીજાને સમજાવવા માટે અથવા પોતાને સમજવાનો કાળ વિશેષ હોય તો નયોના વિકલ્પ ઉત્પન્ન થાય છે. નવો ઉત્પન્ન થાય ત્યાં સુધી શ્રુતજ્ઞાન છે, કેવળજ્ઞાન થયું નથી. સાધક છે તો એવા નયોના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com