________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ
હતો. જૈનધર્મ અંધ વિશ્વાસ, વેશ અને વાડાના, પાખંડ અને કર્મકાંડ-આડંબરોના કારાવાસમાં શ્વાસ લેતો હતો. ધર્મના નામે શુભભાવ મિથ્યાત્વની નસેનસમાં વહેતો હતો. આત્મધર્મ ક્રિયાકાંડની કાળી કોટડીમાં નિહિત હતો. જ્ઞાનચેતના લુપ્તવત્ થઈ ગઈ હતી; તેવા પંચમકાળે ભવ્યોના ભાગ્યોદયે, મિથ્યાત્વના પ્રલયકાળે, દૈવયોગે સીમંધરદૂત આધ્યાત્મિક પુરુષ પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામી આપણી તીર્થંકરોની ભૂમિ ઉપર પધાર્યા.
(૩) અજ્ઞાન અસ્ત અને સમ્યજ્ઞાનનો અરુણોદય
=
૨
ઘટાટોપ અજ્ઞાન અંધકારથી છવાયેલી આ ભૂમિ ઉપર અધ્યાત્મજ્ઞાનથી ઝગમગતા જ્ઞાનભાનુનો ઉદય થયો અને ફરીથી કુંદામૃતની પવિત્ર મંદાકિની સારાએ વિશ્વમાં અસ્ખલિતપણે પ્રવાહિત થઈ. કર્મકાંડ અને આડંબરોની નાગચૂડના બંધનમાં બંધાયેલા અનેકા અનેક ભવ્ય જીવો મુક્ત થયા. મિથ્યા માન્યતાઓનો નિષેધ કરાવી તેમાંથી ધર્મબુદ્ધિ છોડાવી, જ્ઞાનચેતના દ્વારા પુનઃઅધ્યાત્મનું વાવાઝોડું ફેલાવ્યું, અને સમયસાર આદિમાં રહેલા ચૈતન્ય દેવતાની આત્મીય અનુભૂતિમયી જૈનશાસનની ભાવશ્રુતગંગા અવિરત પ્રવાહિત થઈ અને તે સાથે જ તત્ત્વજ્ઞાનના વેલાઓ નવ પલ્લવિત થયા.
(૪) મુક્તિદૂત કહાનગુરુએ જ્ઞાયકભાવનો ડંકો વગાડયો
સ્વતંત્રતાના ઉદ્ઘોષક કહાન ગુરુદેવે માત્ર મુક્તિમાર્ગ જ ન બતાવ્યો; પરંતુ પોતે રત્નત્રય મોક્ષમાર્ગ પર આરૂઢ થઈને, અને આસન્નભવ્ય જીવોને સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રથી અલંકૃત કર્યા, અને લાખો ભવ્ય જીવોને વીતરાગી માર્ગમાં દીક્ષિત કર્યા. છેલ્લી ઘણી સદીઓથી જે કાર્ય નહોતું થયું તે શુદ્ધાત્મલક્ષી પ્રચંડ માર્ગનું મધુર મહિમાગાન થયું. જે અવર્ણ પ્રચાર-પ્રસાર-પ્રકાશન-પ્રવિતરણનું બહુમૂલ્ય કાર્ય વિશ્વવંદનીય પરમ પૂજ્ય ગુરુદેવશ્રીથી થયું, તે ગુણગાથાઓને શબ્દોની પિરિઘમાં બાંધી ન શકાય.
(૫) કહાનયુગ જૈનશાસનના મુગુટનું મહેર પૂ. શ્રી લાલચંદભાઈ
સીમંધરસ્વામીની દિવ્ય દેશના દ્વારા બોધિ પ્રાપ્ત કેવળી, શ્રુતકેવળી અને સંતોના સમાગમથી... સીમંધર જિનસૂત્રોનાં ગહન રહસ્યોને અંતરમાં ભરી, પરમ મંગલમય સંદેશો લાવનાર કુંદ-અમૃત-કહાનયુગ નભોમંડળના તેજસ્વી સિતારા, શાસન સ્થંભ, પંડિત શિરોમણિ શુદ્ધાત્મરસાસ્વાદી, જેમણે જૈન જગતમાં અધ્યાત્મનું ગૌરવવંતુ સ્થાન સહેજે પ્રાપ્ત કર્યું છે તેવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com