________________
Version 001: remember fo check hffp://www.AfmaDharma.com for updates
(૧) મંગલાચરણ
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ- ૧
પૂ. “ ભાઈશ્રી ” લાલચંદભાઈનું
66
જીવન ઝરમર
99
અભેદ અનુભવનારા; શાશ્વત સુખ પીનારા અનંતગુણ ભંડારા, અમપ૨ કરુણા કરનારા, જ્ઞાનજળ સિંચનારા; રત્નત્રય સાધનારા, સિદ્ધપદ દેનારા, સિદ્ધાલયમાં રહેનારા.
ધન્ય સૌરાષ્ટ્રની ધરાને
ખરેખર તો કાઠિયાવાડની માટીની કોઈ એવી જ વિશેષતા છે કે આ ધરતીમાતા એક પછી એક અનેક ધર્માત્મા-મહાત્મા પુરુષોની ભેટ આપતી મહેકી રહી છે. આ સૌરાષ્ટ્રની ભૂમિ ભગવાન નેમીનાથ-તીર્થંકરની ભૂમિની સાથે જ પવિત્ર પુણ્યભૂમિના રૂપમાં પ્રસિદ્ધિ પામી. અને ત્યાર બાદ તે અવિન ઉપર આચાર્ય ધરસેન, ભૂતબિલ અને આચાર્ય પુષ્પદંત દ્વારા મહાન કાર્ય શ્રી ગિરનારજી ઉપર થયું.
કાઠિયાવાડની ધરા આજથી લગભગ ૧૦૯ વર્ષ પૂર્વે મહાપુરુષોની ગૌરવમયી ગરિમાની ગાથા ગાતી ફરીને ધન્ય બની. છેલ્લા એક સૈકામાં તે અનેક મહા મનીષી પુરુષોની જન્મદાત્રી રહી. જેવા કે શ્રીમદ્ રાજચંદ્રજી, લૌકિક સ્વતંત્રતાના સૂત્રધાર૨ મહાત્મા ગાંધીજી, ૫૨માર્થ લોકની ક્ષિતિજો બતાવનાર અધ્યાત્મયુગ પુરુષ કાનજીસ્વામી, અને તેમના મંગલમય સાંનિધ્યમાં સ્વાનુભૂતિમયી ધર્મરત્નમાતાઓ પૂ. બહેનશ્રી ચંપાબેન અને પૂ. બેન શાંતાબેન થયાં. આમ સૌરાષ્ટ્રની પુનિત વસુંધરા અનેક ધર્માત્માઓની જન્મભૂમિ અને કર્મભૂમિના રૂપમાં પ્રસિદ્ધિ પામી.
(૨) સમયસાર આદિ ૫૨માગમોની પ્રાણ પ્રતિષ્ઠા
પૂ. ગુરુદેવશ્રીના આવાગમન પહેલાં ભરતક્ષેત્રની વસુધા ઉપર સમયસાર આદિ પરમાગમો તો હતા, પણ તેમાં પ્રાણ સીંચનાર કોઈ ન હતા. તેમાંથી સાર બતાવનાર કોઈ ન હતું. પ્રવચનો થતા હતાં પણ તેમાં આધ્યાત્મ ન હતું. ચિંતન હતું પણ તેમાં જ્ઞાન ચેતના ન હતી. ધ્યાન તો હતું પણ તેમાં નિરપેક્ષ ધ્યેય તત્ત્વ ન હતું. આમ આ યુગ ભાગ્યહીન અને દરિદ્રપૂર્ણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com