________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૦૪ નયજ્ઞાન સાપેક્ષ છે. અમુક આ સિદ્ધાંતિક શબ્દો છે.
નયજ્ઞાન સાપેક્ષ છે. એ કયા કાળે સાપેક્ષ હશે? કે સર્વકાળે સાપેક્ષ જ હોય નય. નિરપેક્ષ નયા મિથ્યાનયા” નય સાપેક્ષ હોય અને વસ્તુનો સ્વભાવ નિરપેક્ષ હોય. અભ્યાસી જીવ તો ઊંચા, થઈ જાય, હર્ષ આવે એવી વાત છે.
નયજ્ઞાન સાપેક્ષ છે. પરસ્પર સાપેક્ષ એને નય કહેવાય. અને નયમાં તમે નિરપેક્ષ લ્યો તો મિથ્યા નય થઈ ગઈ. તો એ જૈન નથી, પણ અજૈન છે. અને સાપેક્ષમાં અટકે તો અનુભવ ન થાય. એ અપેક્ષાએ એ પણ જૈન નથી. નયજ્ઞાન સાપેક્ષ છે. સાપેક્ષમાં પ્રતિપક્ષ વ્યવહરના પક્ષનો વિકલ્પ ઉત્પન્ન થતાં મિથ્યાત્વનું શલ્ય રહી જાય છે. આહા!
એને બહુ મજા આવે છે. હવે સાપેક્ષ નયમાં આવ્યો, નિશ્ચયનયે આમ અને વ્યવહારનયે આમ. અમે બન્ને નયને જાણીએ છીએ. પણ તું નયનો જ્ઞાતા થયો? બે નયોનો? તું આત્માનો જ્ઞાતા ન થયો. પણ બે નયોના વિકલ્પનો જ્ઞાતા થયો. વિકલ્પ જ્ઞાનનું ય થયું. એટલે વિકલ્પ એ કર્તાનું કર્મ થયું. કર્તાકર્મની પ્રવૃત્તિ અહીંયા સુધી છે. (શ્રોતા – સાચો જ્ઞાતા ન થયો?) હા. સાચો જ્ઞાતા ન થયો.
જ્યારે નિરપેક્ષમાં આવતાં દષ્ટિ તથા જ્ઞાન સમ્યક થાય છે. વિકલ્પ છૂટી જાય છે. અને બે નયોનો જ્ઞાતા થઈ વીતરાગતા પ્રગટ થઈ જાય છે.
નય વિકલ્પરૂપ છે. વિકલ્પથી સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. નયપક્ષ આકુળતારૂપ છે, દુ:ખરૂપ છે. સમયસારમાં નયો બધી આકુળતારૂપ દુઃખરૂપ છે. નયજ્ઞાન ઈન્દ્રિયજ્ઞાન હોવાથી શુદ્ધ જ્ઞાન તો નથી પરંતુ સ્વઘેય પણ નથી, પરશેય છે. નયજ્ઞાન છે ને એ શુદ્ધજ્ઞાન તો નથી પણ એ શુદ્ધશેય પણ નથી, પરશેય છે. નયો છે ને એ પરણેય છે. અતીન્દ્રિય જ્ઞાનની પર્યાય પ્રગટ થાય એ સ્વજ્ઞય છે. અતીન્દ્રિય જ્ઞાનમયી આત્મા તો ઉપાદેયપણે સ્વજ્ઞય છે.
નય અંશગ્રાહી છે. નય વડે જાણતાં નય અંશગ્રાહી હોવાથી, એક ધર્મને જાણે છે. એક-એક નય એક-એક ધર્મને જાણે છે. આત્મામાં અનંત ધર્મ છે-એક-એક ધર્મને જાણે છે એટલે એને એક એક નય કહેવામાં આવે છે. નય અંશગ્રાહી છે. નય વડે જાણતાં તે અંશગ્રાહી હોવાથી એક એક ધર્મને જાણે છે. બાકીના ધર્મોને જાણવાનું બાકી રહી જાય છે. નયજ્ઞાનથી એક એક ધર્મનું જ્ઞાન થાય પણ અનંત ધર્મનું જ્ઞાન એક સમયમાં નયજ્ઞાનથી ન થાય. અને અનંત ધર્મને એક સમયમાં અતીન્દ્રિયજ્ઞાન જાણે. નયજ્ઞાન એકેક ધર્મને એક સમયમાં જાણે અને આત્મ જ્ઞાન અનંતધર્મને એક સમયમાં જાણે જેટલું કેવળી જાણે એટલું હરણીયું જાણે. હરણ હોયને એને સમ્યગ્દર્શન થાય.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com