________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૦૩ છે; સમય એક છે, સમય કેટલાં? સમય એક જ છે. એ ભાઈ બોલ્યા હતા, તેનું નામ ભલી ગયો. એટલે કોઈને કોઈ ઝીલનારા તો હોય જ. ભલે કેટલાક બોલી શકે અને
પણ ન બોલી શકે તો કોઈ વાંધો નહીં, અંદરમાં ઉતારી દેવું. નયથી જોતાં સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. આ નયે આત્મા આવો અને આ નયે આત્મા આવો–અજ્ઞાની જીવો શાસ્ત્રનો ઘણો અભ્યાસ કરવા છતાં સ્વભાવની પ્રાપ્તિ રૂપ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનથી વંચિત છે. રહિત રહી જાય છે. અનુભવ થતો નથી. તેઓ કેવળ- “કેવળ” શબ્દ છે! નયોના વિકલ્પોમાં રોકાયેલાં છે, અને નયાતિક્રાંત થવાની-કળાથી અજાણ છે. નયોમાં અટકી ગયો, પોતાને ભ્રાંતિ થાય કે મને દ્રવ્ય-પર્યાય સ્વરૂપ વસ્તુનું યથાર્થ જ્ઞાન થઈ ગયું છે, તે ભ્રાંતિ છે.
નય-વિકલ્પમાં અટકેલાં જીવો નયાતિક્રાંત થઈ આત્માને સાક્ષાત્ અનુભવી શકે એટલા માટે પરમ કૃપાળુ ભાઈશ્રીએ આ વિકલ્પાંતકારી નિર્વિકલ્પ થવાની એટલે કે નયાતીત થઈ પક્ષીતિક્રાંત થવાની રહસ્યાત્મક કળા (વિધિ) દર્શાવેલ છે.
આ ઉત્કૃષ્ટ ભાવ સંતોના આગમમાંથી મળી જાય છે. આ નયાતિક્રાંત થવાની વિધિ તો સંતોના આગમમાં તો છે. આ પહેલું પુસ્તક બહાર પડયું છે તે તો સમુદ્રમાં બિંદુ છે. બાકી શાસ્ત્રોમાં તો નયાતિક્રાંત થવાની વિધિ છે, સમયસારમાં ૨૦ કળશ લખ્યા છે. પક્ષાતિક્રાંત થવાની વિધિ છે થોડો વધારે ખુલાસો છે. (શ્રોતા–એમાં તો પક્ષીતિક્રાંત કેવી રીતે થવું એમ છે. આમાં શું છે?) ઉત્તર- બરાબર છે. આમાં થોડો વધારે ખુલાસો છે.
કેમકે વસ્તુના સ્વરૂપ માટે અને સ્વરૂપના અનુભવ માટે અનંત જ્ઞાનીઓનો એક જ મત હોય છે. નયના વિકલ્પથી કોઈને અનુભવ ન થાય.
આ ચર્ચા નયથી પક્ષીતિક્રાંત થઈને પ્રત્યક્ષ અનુભવ કરવાના હેતુએ થઈ છે. નય છે તે પરોક્ષ છે, અને જ્ઞાન છે તે પ્રત્યક્ષ છે. અનુભવજ્ઞાન છે તે પ્રત્યક્ષ જ્ઞાન છે, પક્ષાતિક્રાંત થયેલો આત્મા શુદ્ધ આત્માની દૃષ્ટિ પૂર્વક શ્રદ્ધા પૂર્વક બે નયોના વિષયને જાણે છે. કોઈ નય દુભાય નહીં અને પક્ષ રહે નહીં. બે નયોના જ્ઞાતા થઈ જાય છે. ત્યારે આત્મા અનુભવના કાળમાં નિર્વિકલ્પ ધ્યાનમાં જ બે નયોનો જ્ઞાતા થાય છે. “ધ્યેય પૂર્વક શેય થાય છે. સર્વજ્ઞ ભગવાને કહેલી કોઈ નય દુભાય નહીં, અને પક્ષ રહે નહીં, અને બે નયોનો જ્ઞાતા થઈ જાય, નિર્વિકલ્પ ધ્યાનના કાળમાં બે નયોનો જ્ઞાતા થઈ જાય છે. સમયથી પ્રતિબદ્ધ થાય ત્યારે સાધક આત્મા બે નયોનો જ્ઞાતા થાય છે. એ બધું સમયસારમાં છે.
નયથી જોતાં ઘણું કરીને ત્રણ દોષ આવે છે. પહેલો, બીજો અને ત્રીજો એમ બતાવે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com