________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૦૨ વિષય જરાક સૂક્ષ્મ છે. થોડાક જેને નયનો અભ્યાસ છે એને આ અમૃત તુલ્ય છે. પણ બિલકુલ જેને નયનો અભ્યાસ જ નથી -નિશ્ચયનય શું? અને વ્યવહારનય શું? તેને સમજવામાં કઠણ પડ. પણ ન સમજાય એમ તો છે જ નહીં.
કઠણ પડ જરા... પણ સમજાય એવું છે.
પ્રસ્તુત ચર્ચામાં પક્ષાતિક્રાંત થવાની ગૂઢ વિધિ સમજાવવામાં આવી છે કે દ્રવ્ય સ્વભાવને સ્વભાવથી જુઓ દ્રવ્ય સ્વભાવને તેના મૂળ સ્વભાવથી જુઓ -દ્રવ્યના સ્વભાવથી જ્યારે દ્રવ્યના સ્વભાવને જો ત્યારે પર્યાય સ્વભાવને જોઈશ મા. દ્રવ્ય સ્વભાવને જ જો, અને એમાં લાગી જા. દ્રવ્યસ્વભાવને સ્વભાવથી જ જો. અને પર્યાય સ્વભાવને પણ સ્વભાવથી જો, કોઈ નયથી ન જો.
દ્રવ્યને પણ નયથી ન જો, નિશ્ચયનયે દ્રવ્ય આવું છે, અને વ્યવહારનયે પર્યાય આવી છે (તે) નયનો પ્રયોગ હવે છોડી દે. નયના પ્રયોગથી નિર્ણય તેં કર્યો, જિનાગમનો આધારશાસ્ત્રનો આધાર લઈને નિર્ણય તો કર્યો, ત્યાં સુધી તો ઠીક છે, અને એ સ્થિતિ પણ આવે છે. મુંબઈ જતાં સ્ટેશનો વચ્ચે ન આવે? ઘણાં આવે, એમ આ નયો છે ને એ સ્ટેશન છે પણ ત્યાં ઊતરવાનું નથી. અટકવાનું નથી.
નયોના જ્ઞાનથી વિદ્વાન થઈ જાય, પંડિત થાય, પણ જ્ઞાની ન થાય. એકાંતે નયને વળગી રહે કે આ નયે આવો ને આ નયે આવો ! બીજાને લાગે કે આહાહા ! આ વિદ્વત્તા કેવી છે? પણ નયમાં અટકેલો આત્મા કાંઠા સુધી આવ્યો પણ પાર ન થયો. પૂ. ગુરુદેવશ્રી દષ્ટાંત આપતાં-કહેતા કે પોરબંદરમાં બહારગામથી, અરબસ્તાનમાંથી ખજૂરના વાડીઆ આવે-ખજૂરના વાડીઆ! ખજૂરના વાડીઆ ભરેલું વહાણ આવતું 'તું એમાં, કિનારા સુધી આવતાં પહેલાં થોડેક દૂર હતું, તેમાં વાવાઝોડું ઊપડ્યું અને વહાણના કટકા થઈ ગયા અને ખજૂરના વાડીઆ કોઈના હાથમાં આવ્યા નહીં અને મીઠું મોટું થયું નહીં. આવું ગુરુદેવ દષ્ટાંત આપતા.
એમ આ નયજ્ઞાન સધી જીવ અનંતવાર આવ્યો છે. આ નવું નથી. દ્રવ્યલિંગી મુનિ પણ નયમાં અટકી જાય છે. એને પક્ષાતિક્રાંત થવાની વિધિ-જેમ અભિમન્યુને બહાર નીકળવાનો ખ્યાલ ન આવ્યો એમ નયના ચકરાવામાં ચઢી જાય તો એ ભવ હારી જાય. નય સુધી આવ્યા પછી પક્ષાતિત કેમ થવાય એની વિધિ, આમાં એક સ્ટેજ આગળની છે.
( શ્રોતા- એમાં તો પક્ષીતિક્રાંત કેવી રીતે થવું એમ છે. આમાં શું છે?) બરાબર છે. આમાં થોડો વધારે ખુલાસો છે. આત્મામાં સ્યાદ્વાદનો અભાવ છે, અને સ્વાનુભવ જ્ઞાનમાં સ્યાદ્વાદનો સદ્દભાવ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com