________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૦૧
ચર્ચા નં. ૧ જામનગર શ્રી સદ્ગુરુ દેવાય નમ:
તા. ૧૩-૯-૯૧
વિશ્વના દરેક પદાર્થની જેમ આત્મ-વસ્તુ દ્રવ્યપર્યાયાત્મક હોવાથી અનેકાંતિક છે. તેને સમજાવવા માટે ભગવાનની તથા તદ્અનુસારિણી સંતોની વાણી નિયાશ્રિત હોય છે. આમ સમજાવવા તથા સમજવા માટે નયોનો પ્રયોગ હોય છે. પરંતુ આત્માનુભવ નયાતિક્રાંત હોવાથી, નયો દ્વારા જ વસ્તુને જાણવામાં અટકતાં સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. નયો દ્વારા નિર્ણય થાય છે. નય છે એ મનનો ધર્મ છે. જ્ઞાનનો ધર્મ નથી. વિકલ્પાત્મક નય અને વિકલ્પાત્મક પ્રમાણ એમ આ જે નયો છે-સમજવા માટે, સમજાવવા માટે છે એ વિકલ્પાત્મક મનના ધર્મથી મનમાં તે નય ઊભી થાય છે. જ્ઞાનમાં નય નથી, અનુભવ છે.
રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં નયચક્રના આધારથી પંડિતશ્રી ટોડરમલજીએ ફરમાવ્યું છે કે તત્ત્વના અવલોકન સમયે શુદ્ધાત્માને યુક્તિથી, હવે યુક્તિથી એટલે શું એનો અર્થ કરે છે. નય પ્રમાણ વડે પહેલાં જાણ આ યુક્તિ છે. સમજવા માટે ન દ્વારા. નયનો પ્રયોગ ન કરે તો ગમે તેમ સમજી જાય. નયના પ્રયોગથી જેવી વસ્તુ છે એમ એને સમજમાં ખ્યાલમાં આવે, તેથી પહેલાં નયથી જાણ.
આરાધના સમયે એટલે પ્રત્યક્ષ અનુભવનો કાળ આવે-સમ્યગ્દર્શનનો એ સમયે ! એ સમયે નહીં, નયનું કામ નથી. કારણકે અનુભવ પ્રત્યક્ષ છે. નય પરોક્ષ છે. નયજ્ઞાન છે એ પરોક્ષજ્ઞાન છે, અને અનુભવ જ્ઞાન છે એ પ્રત્યક્ષ છે. નયો એ મનનો ધર્મ છે અને અનુભવના કાળમાં અતીન્દ્રિયજ્ઞાન છે એ પ્રત્યક્ષ છે. અતીન્દ્રિયજ્ઞાનમાં નય નથી અને નયમાં અતીન્દ્રિય જ્ઞાન નથી. અતીન્દ્રિયજ્ઞાન દ્વારા આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. ત્યારે નયોના વિકલ્પ બધા અસ્ત થઈ જાય છે. યોનો કોઈ વિકલ્પ ઉત્પન્ન થતો નથી.
જેવી રીતે અભિમન્યુને ચક્રવ્યુહમાં પ્રવેશ કરતાં આવડતું હતું પરંતુ તેમાંથી બહાર નીકળતાં ન આવડયું તેમ અજ્ઞાની શાસ્ત્રના અવલંબને શાસ્ત્રનો આધાર લઈને નયચક્રમાં પ્રવેશે છે. જો આત્માનો આધાર લઈ લ્ય તો નયચક્ર ઉત્પન્ન જ થતા નથી. પણ જેને આત્માનો સાક્ષાત્ અનુભવ નથી એવા પ્રાથમિક જીવોએ, શાસ્ત્રના અવલંબને ન ચક્રમાં અવલોકન લઈને–તેમાં પ્રવેશ કરવો. પરંતુ તેમાંથી પાર થઈ પક્ષીતિક્રાંત થવાની વિધિથી તે જીવ અજાણ છે. નયની ઇન્દ્રજાળમાં –નયને ભગવાને અને સંતોએ ઇન્દ્રજાળ કહી છે. નિયમસારમાં અને સમયસારમાં પણ કહ્યું છે “ઇન્દ્રજાળ'.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com