________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૦૦ (શ્રોતા–બરાબર).
ભાવાર્થ- જ્યાં સુધી વિકલ્પ ભાવ છે ત્યાં સુધી કર્તાકર્મ ભાવ છે. આ છેલ્લા કળશો છે. આબેહૂબ કહ્યું છે. કર્તાકર્મ અધિકાર પૂરો થયા પછી ૧૪૪ ગાથા.
જ્યાં સુધી વિકલ્પભાવ છે ત્યાં સુધી કર્તા કર્મભાવ છે. જ્યારે વિકલ્પનો અભાવ થાય ત્યારે કર્તાકર્મભાવનો પણ અભાવ થાય છે. બસ, અતિક્રાંત થાય એટલે નયના વિકલ્પ છૂટે અને અનુભવ થાય બસ. અનાદિની કર્તાકર્મની (અજ્ઞાનમય) સ્થિતિ હતી ને તે ગઈ. નયથી વસ્તુ સિદ્ધ કરે છે તો વિકલ્પનો કર્તા બને છે. અહાહા! કેવી સરસ વાત કરી બેન ! હું! કોઈ એવી પળ જ છે હોં ! !
નયથી વસ્તુની સિદ્ધિ કરે છે તો વિકલ્પનો કર્તા બને છે. (શ્રોતા- કેવી માર્મિક વાત છે.) માર્મિક વાત છે. કારણકે (એ) ખ્યાલ નથી આવતો કે વિકલ્પનો કર્તા બની ગયો. ઈ... ખ્યાલ નથી આવતો. એને તો એમ જ થાય છે કે મને જ્ઞાન થયું. (શ્રોતાજેવી વસ્તુ છે તેવી મેં જાણી લીધી.) એવી મેં જાણી લીધી એમ. (શ્રોતા- વિકલ્પનો કર્તા બની ગયો તો કર્તાકર્મની પ્રવૃત્તિ છે તે અજ્ઞાન છે, નયજ્ઞાન હૈ વો તો અજ્ઞાન હૈ.) અજ્ઞાન છે (શ્રોતા- કેમકે કર્તાકર્મભાવ છે ને ત્યાં!) હા, કર્તાકર્મ ચાલુ છે ને? વિકલ્પનો. અભાવ ક્યાં થયો છે. (શ્રોતા- ઓહો! એક એક વાક્ય સિદ્ધાંત છે.)
નયોથી વસ્તુની સિદ્ધિ કરે છે તો વિકલ્પનો કર્તા બને છે. નયોથી ભિન્ન સ્વભાવથી વસ્તુને સિદ્ધ કરો તો નયના વિકલ્પ રહિત જ્ઞાન પ્રગટ થાય છે, જે દ્રવ્યસ્વભાવ ને તો જાણે છે, પણ પર્યાય સ્વભાવ પણ જેમ છે તેમ એમાં જણાઈ જાય છે.
એ નિરપેક્ષ છે, વસ્તુ સ્વભાવ નિરપેક્ષ હોય. પરની અપેક્ષા ન હોય. એમાં નયથી સિદ્ધિ ન હોય. નયથી સિદ્ધ કરવા જાશે.... તો સ્વભાવનું ખૂન થઈ જશે! આહા.. હા! ઈ... સત્ય લાગશે તો! એને જાણીને પછી, નિરપેક્ષમાં આવી જાય તો કાંઈ વાંધો નહીં. નયથી જાણીને પછી નયથી જાણીને પછી નય છોડવા જેવી છે. નયથી અનુમાન કરી, જાણીને પછી નયથી અતિક્રાંત ભાખ્યો તે.... સમયનો સાર છે.
(જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન પેજ નં. ર૭૦)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com