________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૯૯ કહેવાય-આત્મા. બસ જ્ઞાતા થઈ ગયો. કર્તા થયો હતો નિમિત્ત સાપેક્ષથી, તો કર્તાકર્મ વિકલ્પની હારે ઈ.... હવે (જ્ઞાની થયો તો) જ્ઞાનની હારે કર્તાકર્મનો વ્યવહાર ઊભો થયો. બસ જ્ઞાન પ્રગટ થયું. (શ્રોતા- નયોની લક્ષ્મી ઉદિત થતી નથી.) ઉદિત થતી નથી.
1ઈ જાય છે. જ્ઞાન પ્રગટ થયું જ્ઞાતા હો ગયા.) જ્ઞાતા થાય છે એનું નામ નિર્વિકલ્પ ધ્યાન છે. બસ, નિર્વિકલ્પ ધ્યાનમાં જ જ્ઞાતા થાય છે. કોઈ પણ પ્રમાણ નય-નિક્ષેપનો વિકલ્પ ઊઠે આહાહા! તો જ્ઞાતા ન થાય. પણ વિકલ્પનો કર્તા બને છે. ખરેખર સમયસાર ભારતનો ભગવાન છે હોં! (શ્રોતા–બરાબર.)
શ્રી સમયસાર શ્લોક-૯૫
ઉપર આપે કહ્યું નયના વિકલ્પમાં નય વિકલ્પનો કર્તા બની જાય છે, એટલે આ આધાર આપ્યો.
શ્લોકાર્થ: વિજ્ય: ર્તા વિકલ્પ કરનાર જ કેવળ કર્તા છે અને વિજ્ય: પરં, પરંનો અર્થ શું છે? (શ્રોતા-કેવળ-કેવલ) કેવલ ઠીક. (: અર્થાત્ કરનાર) વિવેન્ય: એટલે કરનાર, બરાબર ! પરં એટલે કેવલ, કર્તા એટલે કર્તા, ઠીક પરં નો
ખ્યાલ નહોતો આવતો. વિકલ્પ કરનાર જ કેવલ કર્તા છે અને વિવેત્ત્વ: વહેવતન વર્મ (શ્રોતા- વિકલ્પ જ કેવલ કર્મ છે.) માં પૂરું કહ્યું, આમાં “કેવલ' કહ્યું એનાર્થ છે. બીજા કોઈ કર્તા કર્મ નથી.
(શરૂઆતમાં સમયસાર કળશ ૯૫ નો છ મહિના પછી ખ્યાલ આવ્યો કે તેમાં આચાર્ય ભગવાનને શું કહેવું છે.)
ઈ.... ખ્યાલ નહોતો આવ્યો, પછી થયું ઓહો આ તો જે કન્ટીન્યુ (continue) વિકલ્પ છે નયોના આહાહા! નયાતિક્રાંત થયો જ નથી; એની આ વાત છે. ઈ. ખ્યાલ પછી આવ્યો. (શ્રોતા-પહેલેથી જ આપ ખોજી રહ્યા છો.) બહુ સ્વતંત્રતા ગમે છે. એટલે પહેલાં થોડા વર્ષો સાંભળતો હતો; હવે તો મારે (જૈનધર્મનો) અભ્યાસ કરવો છે. એટલે મેં અભ્યાસ શરૂ કર્યો. ૪૦ વર્ષે ભણવા બેઠો. અંદર સંતોષ ન થાય ને? આપ મેળે આવવું જોઈએ ને? ( શ્રોતા- પોતાના પગ ઉપર ઊભા છો.) હ. પહેલેથી જ સ્વાધીનતા બહુ.
આહાહા! જે જીવ વિકલ્પ સહિત છે એનું કર્તાકર્મપણું કદી નાશ પામતું નથી. દ્રવ્યલિંગી મુનિને વિકલ્પ છૂટતો નથી. (શ્રોતા- કેમ કે નયાતિક્રાંત થયો નથી, એક વાર નયાતિક્રાંત થાય ) તો પછી ખલાસ, કન્વર્ટ થઈ ગયો. વિકલ્પની સાથે એકતા છૂટી જાય, અને વિકલ્પ વ્યવહારે ય થઈ જાય. નિશ્ચયે જ્ઞાયક જ્ઞય થાય ને ત્યારે ઓલું વ્યવહાર શેય થાય. એ પણ સવિકલ્પ દશામાં.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com