________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૯૭
(અને દ્રવ્યને જુએ તો તો થાય જ.) એટલે એને એક વાત રહી જતી હતી.
૧૧મી ગાથા પછી ૧૩મી ગાથા મૂકી. નવ તત્ત્વનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન. અભૂતાર્થનયે કે ભૂતાર્થનયે? એ પછી પણ જૈન દર્શન સિવાય નવ તત્ત્વ બીજે ક્યાંય છે જ નહી. એટલે એણે તો પરંપરા જોઈ કે અભૂતાર્થનયથી જુએ છે બધા એટલે સમ્યગ્દર્શન ન થાય. હવે ‘ભૂતાર્થનયથી’ જો. એ એક શબ્દ મૂક્યો-વિશેષણ. (શ્રોતાએટલે એને એમાં એમ જ કહેવું છે કે પર્યાયના સ્વભાવથી જો.) પર્યાયને પર્યાયના સ્વભાવથી જો. એટલે ઈ..... આ (પર્યાયસ્વભાવ) છે ઈ જ. (પર્યાયને સ્વભાવથી જો બસ.) પર્યાય સ્વભાવ બતાવ્યો. સમયસાર ૧૧ મી ગાથામાં દ્રવ્યસ્વભાવ અને ૧૩મી ગાથામાં પર્યાયસ્વભાવ બતાવ્યો. ‘પર્યાય સ્વભાવ' બસ એ બરોબર છે. ઓમાં ( ૧૧ ગાથામાં ) દ્રવ્ય સ્વભાવ એ પર્યાયથી નિરપેક્ષ અને પર્યાય દ્રવ્યથી નિરપેક્ષ ઈ ૧૩ મી ગાથામાં. ૧૧મી ગાથામાં દ્રવ્યને પર્યાયથી નિરપેક્ષ જો. અને ૧૩ મી ગાથામાં આ પર્યાયને દ્રવ્યથી નિ૨પેક્ષ જો, એમ છે.
સાપેક્ષમાં વિકલ્પ ઊઠે છે, નિરપેક્ષમાં વિકલ્પ શાંત થાય છે. નિરપેક્ષમાં જ્ઞાન પ્રગટ થાય છે. (પાઠશાળામાં અભ્યાસ શરૂ કર્યો ત્યારે પૂછ્યું'તું ) ( ચાલીસ ) ૪૦ વર્ષ પહેલાં પૂછ્યું હતું કે ‘આત્મા સાપેક્ષ છે કે નિરપેક્ષ !' જ્ઞાનનું જ્ઞાન થતું હતું, ત્યાંનું હતું ને? (શ્રોતા-થોડું રહી ગયું હતું ને તે આવતું હતું, ) રહી ગયું હતું. ( ચાલીસ ) ૪૦ વરસ પહેલાંની વાત છે હોં આહાહા! રહી ગયું હતું, સંસ્કાર રહી જાય. ‘થવા યોગ્ય થાય છે.' પછી નિરપેક્ષ તો થોડું થોડું આવ્યું ને! (શ્રોતા- અંદર હતું ને ?) હતું ને! (શ્રોતાનિરપેક્ષ સ્વભાવના મૂળમાં સંસ્કાર એટલે કોઈ ગૂંચવણ ન થાય.)
બધા સ્તબ્ધ થઈ ગયા. કોઈએ ચર્ચા ન કરી. નહીંતર ચર્ચા તો કરે જ ને? પંડિતજી આ પૂછે છે ઈ શું અમે નથી સમજતા! એમનો પૂછવાનો હેતુ શું છે? ચર્ચા કરત ને તો કદાચ. (શ્રોતા- સ્મરણમાં આવી જાય, કેમ કે જુદું તો અહીંઆ બેસે નહીં ) (શ્રોતા- જુદું કોઈ કહે સાપેક્ષ કહે ઈ આપને બેસે નહીં.) એટલે તો મેં પ્રશ્ન કર્યો સાપેક્ષ છે કે નિરપેક્ષ ? કેમ કે દુનિયામાં સાપેક્ષની જ વાત ચાલતી હતી. (શ્રોતા- હા. આત્મા નિરપેક્ષ છે, આત્મા એટલે આત્માના બન્ને સ્વભાવ. દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ.) હા. બન્ને સ્વભાવ. બેય નિરપેક્ષ આહાહા ! નિરપેક્ષ અહાહાહા ! નિરપેક્ષ જ છે હોં! અહાહાહા ! સ્વાધીન સત્ છે હોં!! (શ્રોતા-વાતની સંધિ કેવી આવી છે.) એમ જ છે ત્યારે પક્ષાતિક્રાંત થાય છે. અહાહા !
કાર્ય સ્વયં થતું હોય એમાં બીજો કરે એવા ઉપચારનો અવકાશ જ ક્યાં છે?
અહાહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com