________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૯૬ ઉપાદાન છે. પણ વિભાવ છે એટલે આત્મા નિમિત્ત નથી. આત્મા નિમિત્ત નથી ઈ કહેવું છે. એ કહેવું એટલે બીજું નિમિત્ત બતાવ્યું.
થવા યોગ્ય થાય છે.” વાણી કાંઈ છૂટી આહાહા! (શ્રોતા-સમયસારમાં આવે છે કે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે. દેવસેન આચાર્ય કહે છે કે નિશ્ચય પરમાર્થનો પ્રતિપાદક છે. જયારે અહીંઆ કહે છે કે સ્વભાવ સ્વભાવનો પ્રતિપાદક છે.) (શ્રોતાસબસે ઉપરકી બાત હૈ.) (શ્રોતા–બરાબર. સબસે અતિક્રાંત હોનેકી બાત હૈ.) ઉપરની જ વાત છે. (શ્રોતા–બસ બધાની ઉપર બેસી જાવ, હૈ ના?) બસ, એવી જ વાત છે. આ સોનગઢમાં બહુ ચાલુ થઈ ગયું છે. દ્રવ્યસ્વભાવ અને પર્યાય સ્વભાવ. આત્મા શુદ્ધ છે કઈ નયથી શુદ્ધ છે? સ્વભાવથી શુદ્ધ છે.
બહુ ચાલવાનું છે આ... , બહુ ચાલશે. પાંચ ટકા નીકળે તો પણ બસ છે ને? પછી બધે સમ્યક્ દષ્ટિ, સમ્યક્ દષ્ટિ, સમ્યક દષ્ટિ થઈ જશે. બધાની સ્વભાવદષ્ટિ થાય બસ આપણી એજ ભાવના છે. આપણે પણ એમ જ કહીએ છીએ તે બધા નયપક્ષથી અતિક્રાંત થઈ આત્માને અનુભવો! ચર્ચા છાપવાનો બીજો શો હેતુ છે? ઈ. તો એમ છે કે જો સત્ બહાર આવે તો પકડનાર હોય જ. હજુ એક પકડયું, એકે પકડયું તો બીજાને કહેશે ને! (શ્રોતા- એક પકડશે તો દસને પકડાવશે.)
ગુરુદેવ ઘણી વખત કહે છે, જો આમ કહીએ તો આમ પકડી લ્ય છે જો તેમ કહીએ તો આને છોડીને તેમ પકડી લે છે. હવે મારે કરવું શું? અપેક્ષા સમજો. અપેક્ષા સમજે. કેમ કે નિશ્ચયનયે પર્યાયનો કર્તા પર્યાય તો પ્રશ્ન ઊઠે ને? તો વ્યવહારે કોણ કરે છે? તમે કહ્યું ને સાપેક્ષતા તો સમજાવવા માટે છે. નિરપેક્ષતા અનુભવવા માટે છે. અને સમજી જવાય હોં! (શ્રોતા- સમજી જવાય છે.) સમજી જવાય. મહનીય ગુરુ સમજાવે તો શિષ્ય સમજી જાય કે શ્રીગુરુ આ વાત કહેવા માગે છે.
પર્યાયને સ્વભાવથી જો, નયથી શું કામ છે? નયથી ન જો. ( શ્રોતા-અપેક્ષાથી તો જોઈ જોઈને ઘણીવાર જોયું, અપેક્ષાથી જોતાં જોતાં દ્રવ્યલિંગી મુનિ થયો, અપેક્ષાથી જોતાં જોતાં સંસાર રહી ગયો. કોઈ દિ નિરપેક્ષથી દ્રવ્યને-ગુણને પર્યાયને ત્રણેમાંથી કોઈ એકને નિરપેક્ષથી જો તો બધું નિરપેક્ષ દેખાય. (નિરપેક્ષ દષ્ટિ જ ન થઈ એની.) ન થઈ (નિરપેક્ષથી જોતાં આવડ્યું જ નહીં એને) આવડયું જ નહીં. (નિરપેક્ષ દષ્ટિ સો સમ્યક દષ્ટિ. આમાં આવે છે ને “દ્રવ્ય દષ્ટિ તે સમ્યક દૃષ્ટિ” એ તો છે જ પણ (શ્રોતા -નિરપેક્ષ દષ્ટિ તે સમ્યક દષ્ટિ. કેમ કે એમાં બે વાત આવી ગઈ. પર્યાય સ્વભાવને જુએ, પર્યાયને નિરપેક્ષ જુએ તો તો સમ્યક્ દર્શન થાય.) હા ! થાય ને!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com