________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૯૫
એટલે ઈ... તર્ક પણ કરે સમજી ગયા! એટલે (શ્રીગુરુ) કહે આટલું સમજ નિશ્ચયનયથી કાલ બીજો પાઠ આવશે. નિશ્ચયનય કાઢી નાખ ‘થવા યોગ્ય થાય છે,' (વો તો સ્વરૂપ હી ઐસા હૈ.) પર્યાયનું સ્વરૂપ જેવું છે એવું પુરું આવ્યું. તો કર્તાબુદ્ધિ એ ગઈ, કર્તાનો ઉપચાર પણ ગયો અને ભગવાન આત્માની દષ્ટિ થઈ જાય છે. બીજો કોઈ ઉપાય નથી. જે નથી સમજતો.. ( શ્રોતા-એને સાપેક્ષથી સમજાવે છે. સહી બાત હૈ.
છે તો ખરેખર નિરપેક્ષ જ, ( શ્રોતા-ભાઈ! આટલી બાતથી ઉસકા ભવ પૂરા હોના ચાહિયે.) નિરપેક્ષ જે ‘થવા યોગ્ય થાય છે,' એમાં સમજી જ ન શકે ને? બેન ! તેરમી ગાથા અપૂર્વ છે. (અપૂર્વ છે.) સમ્યગ્દર્શનની ગાથા છે. નિયમથી થાય. (શ્રોતાપર્યાય સ્વભાવ બતાવ્યો ને!) પર્યાય સ્વભાવ (૧૩માં ) ઓલામાં (૧૧ ગાથામાં ) દ્રવ્ય સ્વભાવને બતાવ્યો, પછી પર્યાય સ્વભાવ પણ બતાવવો પડે ને? કેમ કે ત્યાં પર્યાયનો દ્રવ્યમાં અભાવ છે. એવા સ્વભાવનું અવલંબન લે, એમ કહ્યું ને? કેમ કે પર્યાયનો પર્યાયથી તો સદ્ભાવ છે, નહીંતર તો સાંખ્યમત થઈ ગયો. (શ્રોતા-સાંખ્યમત થઈ ગયો. બરાબર!)
હવે નવ તત્ત્વો તો છે. ત્યારે નવ તત્ત્વને કોણ કરે છે? ઈ પ્રશ્ન આવ્યો! જો અભૂતાર્થ નયથી જોશો તો આત્મા કર્તા લાગશે, પણ ભૂતાર્થથી જોશો તો પર્યાયનો કર્તા પર્યાય છે. (શ્રોતા- થવા યોગ્ય થાય છે.) એટલે પરિણામની કર્તાબુદ્ધિ અને કર્તાનો ઉપચાર કાઢયો. એમાંથી બેપણાની કર્તાબુદ્ધિ કાઢી અને કર્તાનો ઉપચાર કાઢયો એમાંથી એટલે એટલો ઉપચાર રાખ્યો. નિમિત્ત કોણ ? કર્મનો સદ્દભાવ કે અભાવ એટલો જ બસ. એટલે જૂનાં કર્મ ગયાંને, અને નવાં કર્મ બંધમાં કોઈ કારણ નથી. આવી ગયું, એટલે નવાં કર્મનો બંધ અટકી ગયો, અને સંવર થઈ ગયો.
(શ્રોતા-નવાની તો વાત જ નથી.) એમાં હેતુ કેમ કે આ સમજે તો એમાં એને સમ્યગ્દર્શન થાય તો પછી એને નવા કર્મનો બંધ ક્યાંથી થાય? સમ્યકગ્દર્શન થાય
એના ભેગી નિર્જરા થાય; બંધ ન થાય. આહાહા ! આ તો અદ્દભુત વાતો છે.
(શ્રોતા-એક્લા નૈમિત્તિક છે, પણ ઈ ભાવો નિમિત્ત નથી.) નૈમિત્તિક છે બસ. નિમિત્તપણું એમાં નથી. અહા ! (જૂનામાં નૈમિત્તિક છે.) જૂનાની સાથે જોડાય છે. સદ્ભાવ ને અભાવ એટલો વ્યવહાર અને સમજાવ્યો. એનું ય એ કારણ છે. એક્લા એક્લા પરિણામ ન થાય. (એની પાછળ વિભાવ છે ને ?) વિભાવ છે નવે વિભાવ છે. (નવે નૈમિત્તિક છે, નૈમિત્તિક ી ને નિમિત્ત બનાવ્યું.) ‘થવા યોગ્ય થાય છે' એમ ક્યું ઈ ઉપાદાન બતાવ્યું એનું. (પહેલાં ઉપાદાનથી વાત કરી.) ઉપાદાનથી વાત કરી. (પછી જુઓ તો નૈમિત્તિક ઈ પરિણામ ઉપાદન જ છે)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com