________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૯૪ ઈ જ છે, અને ત્યાં જ આવવું પડશે. (શ્રોતા-ઐસા કહુનેસે વો સમજતા નહીં હૈ.)
જયારે રાગની સાથે એકતા બુદ્ધિ હતી ત્યારે, જ્ઞાનીઓ સમજાવે છે કે જયાં સુધી ભેદજ્ઞાનનો અભાવ છે ત્યાં સુધી અજ્ઞાની આત્મા રાગને કરે છે અને દુ:ખને ભોગવે છે. (શ્રોતા-આમ સાપેક્ષતાથી સમજાવે છે.) સમજાવે છે બરાબરને ? (શ્રોતા-પરકા લક્ષ કરે તો રાગ હોતા હૈ ઐસા સમજાતે હૈ.) સમજાતે હૈં બરાબરને?
હવે જયારે એમ સમજાવ્યું ત્યારે આત્મા રાગને કરે છે એમ એણે પકડી લીધું. હવે શ્રીગુરુને ખ્યાલ આવ્યો કે આણે તો ઊંધુ પકડ્યું, હવે એને કેમ સમજાવવું !! ભાઈ ! આત્મા રાગને કરે છે એમ મેં તને કાલે કહ્યું હતું ને, ઈ.... વ્યવહાર નયનું કથન છે. એમ સાહેબ! મેં કાલ વ્યવહારનું કથન કહ્યું હતું, પણ મેં નિશ્ચયનય અધ્યાર રાખી હતી. હવે નિશ્ચયનયથી સમજાવો. કે નિશ્ચયનયથી કર્મથી રાગ થાય છે; આત્માથી થતો નથી; વ્યાપ્ય-વ્યાપક એની સાથે છે, એના સંગે (લક્ષે) થાય છે ને? તેથી કર્તાનું કર્મ એનું છે. તો (શિષ્ય) પકડી લીધું. ત્રીજો દિ' થયો અનુભવ થયો નહીં. સાહેબ હજુ કાંઈ બાકી છે? હા! છે. હવે શું બાકી છે? કે; એના ક્ષણિક ઉપાદાનથી થાય છે, આત્મા એનો કર્તા નથી અને કર્મથી પણ થતું નથી. આહાહા! (શ્રોતા-બિલકુલ ઐસા હી હૈ.)
કેમ કે નિશ્ચયનયથી પર્યાયનો કર્તા પર્યાય છે. એમ ત્રીજે દિવસે કહ્યું ને તો ય અનુભવ ન થયો. (બરાબર છે.) હવે શું કરવું? કે નયથી જોવાનું કાઢી નાખ. “થવા યોગ્ય થાય છે.” તો ચોથે દિવસે ચોથું ગુણસ્થાન આવી ગયું. (શ્રોતા-એ બરાબર છે.) તમે હમણાં કહ્યું ને કે સાપેક્ષથી સમજાવવામાં આવે છે, ઈ... શબ્દ બોલ્યાને! એનું આ સ્પષ્ટીકરણ કર્યું. (બહુ સરસ. ક્રમ પણ ઐસા હી હૈ ના! સમજાને કા. હમ લોગ ભી ઐસે હી સમજતે હૈ,) હા. બરાબર છે.
(શ્રોતા-આત્મા હી રાગ દ્વેષે કો કરતા હૈ, ઔર કોઈ નહીં કરતા હૈ. તો ઐસા હી માન લેતા હૈ. હુમ હી કરતે હૈ. હુમ ઐસે કયું કરતે હૈ! નહીં કરના ચાહિયે. તો કહા કિ તુમ નહીં કરતે હો, તુમ તો અકર્તા હો, યે તો કર્મકા ઉદય આતા હૈ ને ઉસમેં જુડને સે વો હોતા હૈ.) જુડને સે હોતા હૈ, તેરે સે નહીં હોતા હૈ. (શ્રોતા-તેરસે નહીં હોતા હૈ. તો ઉસમેં થોડી શાંતિ આતી હૈ.) કારણ કે એના ઉપર નાખ્યું ને? પછી “કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ ત્યાંથી હુઠાવી ને કે: નિશ્ચયનયથી પર્યાયનો કર્તા પર્યાય છે. (શ્રોતા-અચ્છા. નિશ્ચયથી છે તો વ્યવહારથી કાંઈ બીજું છે.) બીજું છે. (ઈ રહે જ છે એને.) શલ્ય રહી જાય છે.
શલ્ય રહ્યું જાય છે, કેમ કે નય સાપેક્ષ છે ને? (શ્રોતા-નયથી ખરું સ્વરૂપ નથી સમજાતું.)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com