________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૮૭ નહીં! ! અહહા! કર્તા બુદ્ધિનું ઝેર મારી નાખે છે. કર્તાનના બાના નીચે પણ કર્તબુદ્ધિ જ પોષે છે. અકર્તાનયે કેમ (સ્વરૂપ) જ્ઞાનમાં ન આવ્યું! (એટલે અકર્તાના પક્ષમાં એ નથી આવ્યો.) ના, નથી આવ્યો, તો પછી ઉપચાર કર્તાની વાત તો ક્યાંયની ક્યાંય રહી ગઈ.
(શ્રોતા-આજનો દિવસ મહા માંગલિક છે.) (પૂ. ગુરુદેવશ્રીની કેસેટ) સાંભળીને આવ્યો 'તો ને એટલે, અને આમાં (એજ પેરેગ્રાફ) બરાબર ઈ. આવ્યું ને? પછી પાંચ ગાથા (પરમાર્થ પ્રતિક્રમણની) આવી એટલે એકદમ સ્પષ્ટ થઈ ગયું. અહીં વિકલ્પની સિદ્ધિ નથી કરવી. વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ કેમ થાય તેની સિદ્ધિ કરવી જોઈએ. આમાં તો (કર્તાન-અકર્તાનય) વિકલ્પની સિદ્ધિ કરવા માટે આગમ છે? કે વિકલ્પ છોડવા માટે છે!!?
(શ્રોતા- કર્તાનયે કરે છે તેમાં તો વિકલ્પની સિદ્ધિ છે. પર્યાયને સ્વભાવથી જો, વિકલ્પ છૂટી જશે. પર્યાયને સ્વભાવથી જોતાં જ્ઞાયકના જ દર્શન થાય છે હોં! પર્યાયને સ્વભાવથી જોતાં પર્યાયના દર્શન નહીં થાય એવી આ વાત છે. (કેમ કે દ્રવ્ય ઉપર ઉપચાર આવતો હતો ને એટલે દ્રવ્ય કર્તા દેખાણું એને. પ્રમાણમાં આવ્યો છે કેમકે આત્મદ્રવ્ય કરે છે એને ઈ. ખટકયું. (શ્રોતા.... ઈ ખટકયું તો પર્યાયને પર્યાય કરે છે, હું તો અકર્તા જાણનાર છું, તો અકર્તામાં આવી ગયો. બહુ સારું નીકળે છે અત્યારે.)
કર્તાનો ઉપચાર આવતો હતો ને આત્મા ઉપર, એમાં વિકલ્પ (ઉત્પન્ન) ઊભો થતો હતો. હું તો અકર્તા છું ને! હું તો અકર્તા છું ને! પછી અકર્તાનો વિકલ્પ ગયો પછી શુદ્ધોપયોગ થયો. બેન! આજની વાત અજબ-ગજબની છે. તમે જે શબ્દો બોલ્યા કે (આજનો દિવસ) માંગલિક છે તે યથાર્થ વાત છે. ઊંડપ ઘણી છે આજની “ગગન મંડળમેં ગૌઆ વિયાણી.” આ આકાશમાં ઊડવાની વાત છે.
આમાં વિકારી અધિકારી બેય લઈ લીધું છે. બન્ને માટે ઉપચારનું કથન વપરાય છે. ઉપર આવ્યું'તું
(૧) સ્વભાવથી જ પર્યાયમાં ક્રિયા થયા કરે છે. બરાબર! (૨) અવિરત પણે થયા કરે છે. (૩) એને રોકી ન શકાય.
વિકારી કે અધિકારી એમ ન લેવું. સામાન્ય ક્રિયા ઉત્પાદ-વ્યય પર્યાય પોતાના સ્વભાવથી જ પરિણમે છે. એમ પર્યાયને પર્યાયના સ્વભાવથી જોતાં; આત્મા વ્યવહારથી પર્યાયને કરે છે એ કર્તાપણાનો ઉપચાર નીકળી જાય છે. હવે જે વિષય ચાલુ છે તે વાત સારી આવે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com